Atmadharma magazine - Ank 348
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 53

background image
: આસો: ૨૪૯૮ આત્મધર્મ : ૧૧ :
એકત્વભાવના–એટલે એકલા ચેતનલક્ષણથી પરિપૂર્ણ આત્માની એકની જ ભાવના,
તેમા બીજા કોઈ પરભાવનો પ્રવેશ નહિ;–આવા એકત્વભાવનામાં રાગાદિ પરભાવનો
અભાવ છે, કર્મનો અભાવ છે, શરીરનો અભાવ છે, એટલે સંસારનો અભાવ છે. અહા!
આવા એકત્વસ્વરૂપને પામીને તેમાં જે સ્થિત રહે છે, તેનો અવતાર ધન્ય છે! એણે
સંસારની જેલનાં બંધન તોડી નાંખ્યા, ને ચૈતન્યના મહાન આનંદને પોતામાં
અનુભવ્યો.–મોક્ષનગરીમાં તેનો પ્રવેશ થયો....ચારગતિ કરતાં જુાદી એવી નવી ગતિ
તેણે પ્રાપ્ત કરી.....અહા, સિદ્ધગતિના મહિમાની શી વાત! એ તો અનુપમ છે; જન્મ–
મરણ વગરની ધુ્રવ છે. આવી અપૂર્વ સિદ્ધગતિ અંતરમાં એકત્વસ્વભાવની ભાવનાવડે
પમાય છે.
ધર્મી કેવી એકત્વભાવના ભાવે છે તેનું આ અલૌકિક વર્ણન છે. પુણ્ય–પાપના
દ્ધંદ્ધથી પાર એવી ચેતના જ મારું લક્ષણ છે. મારી ચેતના જ્ઞાનદર્શનથી પૂર્ણ છે, અને
પરભાવથી ખાલી છે. તીર્થંકર પરમાત્મા સીમંઘરભગવાન સમવસરણ–સભામાં ઈન્દ્રો
અને ગણઘરોની હાજરીમાં આવા એકત્વસ્વભાવની વાત સંભળાવે છે; તે એકત્વસ્વભાવ
સાંભળતાં ઈન્દ્ર તેના અચિત્ય મહિમા પાસે ઈન્દ્રપદને પણ સાવ તૂચ્છ ગણે છે, ને આવ
એકત્વસ્વભાવને પરમ ભક્તિથી આદરીને તે પણ એકાવતારી થાય છે.
શ્રી કુંદકુંદસ્વામી કહે છે કે અહો! આવા અચિંત્ય ગંભીર મહિમાવંત
એકત્વવિભક્તસ્વરૂપને હું મારા આત્મવૈભવવડે દેખાડું છું.... મેં પ્રભુ પાસેથી સાક્ષાત્
સાંભળ્‌યું છે ને સ્વસંવેદનથી જાતે પ્રત્યક્ષ અનુભવ્યું છે, તે સ્વરૂપ હું તને દેખાડું છું, તો
તું પણ તરત જ સ્વાનુભવવડે તારા સ્વરૂપને પ્રત્યક્ષ કરજે. બીજે ક્્યાંય અટકીશ નહીં,
તરત કઅંદર ઊતરીને તારા એકત્વસ્વરૂપના અચિંત્ય અપાર વૈભવને પ્રાપ્ત કરી લેજે.
અહા, ‘આત્મા’ તે કોને કહેવાય!! આ શરીર તો જડ છે, અંદરના
શુભાશુભવિકલ્પો તો જન્મ–મરણનું કારણ છે–એને ‘આત્મા’ કેમ કહેવાય? આત્મા તો
શાશ્વતપણે જ્ઞાનદર્શનલક્ષણમાં રહેલો છે,–તેના જ્ઞાનદર્શનલક્ષણમાં રાગની–કર્મની કે
શરીરની કોઈ ઉપાધિ નથી, ત્રણેકાળ તે નિરૂપાધિ છે; ત્રણેકાળે નિરાવરણ એવા
જ્ઞાનદર્શનસ્વભાવથી લક્ષિત આત્મા છે.–તે એક જ હું છું–એમ અંતર્મુખ પર્યાયવડે
ધર્મીજીવ પોતાના એકત્વસ્વભાવની ભાવનારૂપે પરિણમ્યા છે. અહો! આવા ભાવના તે
સમ્યગ્દર્શનની રીત છે, આવી ભાવનામાં અતીન્દ્રિયસુખ છે, ને આવી ભાવના તે
ભવના નાશનું કારણ છે, તે જ મોક્ષપુરીનો પંથ છે. જેણે આવી ભાવના ભાવી તેણે
સાદિ–અનંતકાળ આનંદમય સ્વઘરમાં વાસ્તુ કર્યું.