Atmadharma magazine - Ank 348
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 53

background image
: ૧૨ : આત્મધર્મ : આસો: ૨૪૯૮
અરે, ક્્યાં ચેતનલક્ષણવંત ભગવાન આત્મા!! ને ક્્યાં શુભાશુભવિકલ્પો!
બંનેને કાંઈ લાગતુંવળગતું નથી. ધર્મીજીવે અંતર્મુખ થઈને ભગવાન આત્માને જ્યાં
અનુભવમાં લીધે ત્યાં તેની પર્યાય શુભાશુભવિકલ્પોથી જુદી થઈ ગઈ; તે સમ્યગ્દ્રષ્ટિ
‘ભગવાન’ થઈ ગયો; ભગવાનનો વારસો તેણે લીધો.
ભાઈ, એકવાર આવા આત્માને નિર્ણયમાં તો લે. આવો નિર્ણય કરતાં આત્મા
ભવસમુદ્રના કિનારે આવી ગયો, ને મોક્ષનગરીની નજીક પહોંચ્યો. મારો આત્મા મારો
કારણપરમાત્મા છે, તેની ભાવનામાં રાગાદિ કોઈ પરભાવો નથી, તે બધા પરભાવો
મારાથી બાહ્ય છે. મેં અંતરમાં ‘કારણપરમાત્મા’ ને મારા કારણ તરીકે પકડ્યો એટલે
પર્યાયમાં પણ સમ્યક્ત્વાદિ આનંદમય કાર્ય વર્તી રહ્યું છે. મારા કારણ સાથે શુદ્ધકાર્યની
સંધિ છે, તેમાં રાગાદિ બધા ભાવો મારા સ્વરૂપથી બહાર રહી જાય છે.–તે રાગાદિ
ભાવોને મારા કારણપરમાત્મા સાથે સંધિ નથી. જુઓ તો ખરા! આ ધર્માત્માની
એકત્વભાવના! આવો એક આત્મા જ હું છું,–એના સિવાય અન્ય કોઈ પણ ભાવોને
ધર્મી પોતાપણે ભાવતા નથી, જુદા જ જાણે છે. મારો કારણપરમાત્મા તો મારા
અતીન્દ્રિયઆનંદનું કારણ થાય છે,–પણ મારો કારણપરમાત્મા કાંઈ શરીરનું કે ભવનું
કારણ થાય તેવો નથી. આવા કારણપરમાત્માની ભાવનામાં પરિણમેલો હોવાથી
મારામાં શરીર કે સંસાર નથી. સંસારનું કારણ થાય એવું કોઈ લક્ષણ મારામાં છે જ
નહીં, મારામાં તો જ્ઞાનદર્શનલક્ષણ છે, જ્ઞાનદર્શનમય ચેતના તે મારું શાશ્વત લક્ષણ છે,
તે આનંદમય છે.
આ શરીર તો સંસારરૂપી નંદનવનને સીંચવા માટે ધોરિયા જેવું છે. ભાઈ,
શરીરના લક્ષે તો તારા સંસારનું વન ઊગશે. અજ્ઞાનીને સંસારમાં શરીરાદિની
અનુકુળતાના સંયોગો નંદનવન જેવા લાગે છે.–બાપુ! એમાં તો દુઃખ છે. તારું
ચૈતન્યતત્ત્વ તે સંસારની ઉત્પત્તિના કારણ વગરનું છે. જ્ઞાનલક્ષણથી આત્માને લક્ષિત
કરતાં સંસારરૂપી નંદનવન સુકાઈ જશે, અને તેને બદલે તારા આત્મામાં સમ્યક્ત્વાદિ
અનંત ગુણના આંનદ બગીચા ખીલી નીકળશે.–આવા પરમ શાંત ચૈતન્યની ભાવનામાં
શુભ–અશુભ કોઈ વિકલ્પોનો કોલાહલ નથી.
મારો ચેતનનાથ એવો નથી કે રાગને ભોગવે; મારો ચેતનનાથ તો ત્રિકાળ
અતીન્દ્રિય મહા આનંદને ભોગવનાર છે; તે જ મારી સર્વ પર્યાયોમાં ઉપાદેયપણે વસેલો
છે. મારી પરિણતિમાં રાગનો વાસ નથી; મારી પરિણતિને માટે તો મારો આ આનંદમય
કારણપરમાત્મા જ ઉપાદેયપણે બિરાજી રહ્યો છે.–‘આ રહ્યો હાજરાહજૂર...મારા સ્વ–