Atmadharma magazine - Ank 348
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 53

background image
: આસો: ૨૪૯૮ આત્મધર્મ : ૧૩ :
સંવેદનમાં વર્તી રહ્યો છે.
અહા, મારો આત્મા... એમાંથી તો મહા આનંદનો જ ફૂવારો નીકળે છે...
શુભાશુભવિકલ્પોનો કોલાહલ એમાંથી નથી આવતો. સંસારનો બધો કોલાહલ મારા
તત્ત્વથી બહાર છે. સહજ શુદ્ધ જ્ઞાનચેતનારૂપ મારું તત્ત્વ અતીન્દ્રિયસુખને ભોગવનારું
છે, તે જ મારા શ્રદ્ધા–જ્ઞાનાદિ સર્વે પર્યાયોમાં ઉપાદેય છે. આમ સ્વતત્ત્વને એકને જ
ઉપાદેય કરીને તેમાં અંતર્મુખ એકત્વભાવનારૂપે પરિણમેલા મારા આત્મામાં આનંદના
સુંદર ફૂવારા પ્રગટ્યા છે....અસખ્યપ્રદેશે અનંતગુણનો અતીન્દ્રિય બગીચો ખીલ્યો છે.
શરીર સાથેની એકત્વબુદ્ધિથી તો સંસારવન ફળશે, શરીરમાં એકત્વબુદ્ધિને લીધે
તો ચારેકોરથી સંસારવનની પુષ્ટિ કરનારા શુભાશુભભાવોનો ધોરિયો વહે છે, પણ
તેમાંથી કાંઈ શાંતિનો ધોરિયો નીકળતો નથી.
શરીરમાં એકત્વ એ તો સંસારવનને પોષવાનો ધોરિયો છે,
ચૈતન્યમાં એકત્વભાવના તે મોક્ષના બાગને પોષવાનો ફૂવારો છે.
ભાઈ, શરીરથી ભિન્ન તારા આત્માને જ્ઞાનલક્ષણથી લક્ષમાં લઈને, તેની
એકત્વભાવના કરતાં તારા આત્મામાં અસંખ્યપ્રદેશે અતીન્દ્રિયઆનંદના ફૂવારા
ઊછળશે, ને સંસારનું વન સુકાઈ જશે, જન્મ–મરણ મટી જશે. માટે આવા આત્માની
ભાવના કર.
ક્રિયા : ૧ – ૨ – ૩
પ્રશ્ન :– જેનામાં જ્ઞાન ન હોય તેને ક્રિયા હોય?
ઉત્તર :– હા; તેનામાં જ્ઞાનક્રિયા ન હોય પણ જડકિયા તો હોય.
અજીવપદાર્થોમાં જ્ઞાન ન હોવા છતાં તેની અજીવક્રિયાને તો તે કરે જ
છે. જીવ કે અજીવ દરેક પદાર્થ પોતેપોતાની ક્રિયાસંપન્ન જ હોય છે,
ક્રિયા વગરનો કોઈ પદાર્થ હોતો નથી. એટલે મારા જ્ઞાનસિવાય બીજા
કોઈ અજીવની કે બીજાની ક્રિયા હું કરું એમ માનનારા જીવ અજ્ઞાની
છે. જ્ઞાની તો જ્ઞાનક્રિયાને જ પોતાની જાણીને તેનો જ કર્તા થાય છે.
જ્ઞાનીની ક્રિયા જ્ઞાનમય છે, અજ્ઞાનીની ક્રિયા રાગ–દ્ધેષમય છે, જડની
ક્રિયા જડમય છે. ત્રણે ક્રિયાને બરાબર ઓળખનાર જીવ જડની અને
વિકારની ક્રિયાનો અકર્તા થઈને પોતાના જ્ઞાનની વીતરાગી ક્રિયાને કરે
છે. આવી ક્રિયા તે મોક્ષની ક્રિયા છે, તે ધર્મની ક્રિયા છે.