: ૧૪ : આત્મધર્મ : આસો: ૨૪૯૮
મારી સર્વપર્યાયોમાં મારો આત્મા જ છે
મારી એકકેય પર્યાયમાં રાગની તન્મયતા નથી,
મારો શુદ્ધ આત્મા જ મારા શ્રદ્ધા–જ્ઞાનાદિ સર્વ પર્યાયોમાં
તન્મયપણે વર્તે છે; મારી એક્કેય પર્યાયમાં મારા
ચૈતન્યનાથનો વિરહ મને નથી,–એમ ધર્મપર્યાયરૂપે
પરિણમેલો ધર્મી જીવ પોતાના આત્માને અનુભવે છે.
નિજસ્વભાવની અંતર્મુખ ભાવના વડે સહજ શુદ્ધ જ્ઞાનચેતનારૂપે પરિણમેલો
ધર્માત્મા જાણે છે કે–
મુજ જ્ઞાનમાં આત્મા ખરે, દર્શન–ચરિતમાં આતમા,
પણખાણમાં આત્મા જ, સંવર–યોગમાં પણ આતમા. (૧૦૦)
આ નિયમસારમાં આત્માના પરમસ્વભાવની ભાવનાનું અલૌકિક વર્ણન છે.
આચાર્યદેવ કહે છે કે અહો! મેં મારા આત્માની નિજભાવના–અર્થે આ ઉત્તમ શાસ્ત્ર
રચ્યું છે. ધર્મીને સર્વત્ર સર્વ નિર્મળ પર્યાયોમાં અતીન્દ્રિયસ્વભાવવાળો સહજ સુખસ્વરૂપ
શુદ્ધ આત્મા જ ઉપાદેય છે. આત્માને ઉપાદેય કરીને જે પોતે સહજ જ્ઞાનચૈતનારૂપે
પરિણમ્યો છે–એવા ધર્મીની આ વાત છે.
અજ્ઞાની રાગાદિ પરભાવને ઉપાદેય કરીને અશુદ્ધ પર્યાયરૂપ પરિણમી રહ્યો છે,
તેની તેની પર્યાયમાં શુદ્ધ આત્મા તેને ક્્યાંય દેખાતો નથી, તો તો સર્વત્ર રાગને જ
અનુભવે છે.
જ્ઞાની પોતાના સહજ સ્વભાવી આત્માને ઉપાદેય કરીને શુદ્ધપર્યાયરૂપ પરિણમી
રહ્યો છે, તેથી તેની પર્યાયમાં સર્વત્ર શુદ્ધઆત્મા જ તેને અનુભવાય છે, ને રાગાદિથી
તેની શુદ્ધપરિણતિ જુદી જ રહે છે.
હું પોતે સહજ શુદ્ધ જ્ઞાનચેતનારૂપે પરિણમેલો છું તેથી મારા સમ્યગ્જ્ઞાનમાં