Atmadharma magazine - Ank 348
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 53

background image
: આસો: ૨૪૯૮ આત્મધર્મ : ૧૫ :
મારો આત્મા જ બિરાજે છે. મારી જ્ઞાનચેતનાથી મારા ચૈતન્યપ્રભુ જરાય દૂર નથી;
(
मेरो धनी नहों दूर देसन्तर, मोहिमें है मोहे सुझत नोके ) પરમ ગુરુના પ્રસાદથી
પ્રાપ્ત કરાયેલો મારો શુદ્ધ કારણપરમાત્મા મારી જ્ઞાનચેતનામાં સદાય સમીપ જ છે, ને
રાગાદિ પરભાવો મારી જ્ઞાનચેતનાથી સદાય અત્યંત જુદા ને જુદા હોવાથી તે મારાથી
દૂર છે.–વાહ! જુઓ તો ખરા ધર્માત્માની જ્ઞાનચેતના! આનંદરસમાં તરબોળ આવી
જ્ઞાનચેતના વડે ધર્મીને ઓળખવા તે ધર્માત્માની સાચી સેવા છે.
ચૈતન્યના અમૃતનો સ્વાદ લઈને, વિષે જેવા વિષયોને ધર્મી જીવ આનંદથી છોડે
છે. રાગ અને વિષયો છોડવા અજ્ઞાનીને બહુ કઠણ લાગે છે–કેમકે તેના વગરના
આત્માના આનંદની તેને ખબર નથી. પણ ધર્મીને તો ચૈતન્યના આનંદના મહાન સ્વાદ
પાસે સમસ્ત વિષયો અને વિભાવોનો પ્રેમ અત્યંત સહજપણે છૂટી જાય છે. અતીન્દ્રિય
ચૈતન્યતા સ્વાદ પાસે વિષયોનો સ્વાદ ઊડી જાય–એમા શું આશ્ચર્ય છે!
અહા, મારા સમ્યગ્જ્ઞાનમાં અમારો શુદ્ધઆત્મા બિરાજી રહ્યો છે. પર્યાયે–પર્યાયે
અમારો પરમાત્મા હાજરા–હજૂર છે, પછી તેમાં દુઃખ કેવું? ને સંસાર કેવો રાગ ઉપર
મારી નજર નથી. મારી નજર તો મારા પરમાત્મસ્વભાવ ઉપર જ પડી છે; તેથી તે જ
મારા જ્ઞાનમાં સમીપ છે.
અરે, હજી તો મતિ–શ્રુતજ્ઞાન છે ને? કેવળજ્ઞાન તો હજી થયું નથી, છતાં સાધક
કહે છે કે અમારા જ્ઞાનમાં પરમાત્મા બિરાજે છે! વાહ, જુઓ સાધકની જ્ઞાન દશા!
(સાધક પોતાના સ્વસંવેદનમય મતિશ્રુતજ્ઞાનવડે કેવળજ્ઞાનને બોલાવે છે....આવ,
કેવળજ્ઞાન આવ! શક્તિમાં છો તે વ્યક્ત થા....ષટ્ખંડાગમની આ વાત ગુરુદેવ અત્યંત
પ્રમોદપૂર્વક ધણીવાર કહે છે....ને ષટ્ખંડાગમના આવા ઉત્તમ ન્યાયોની પ્રસાદી આપ
પણ આવતા વર્ષે આત્મધર્મમાં વાંચશો.) ભલે મતિ–શ્રુતજ્ઞાન હો, છતાં તે જ્ઞાન રાગથી
જુદું જ વર્તે છે ને તેણે અંદર પરમાત્માસ્વભાવ સાથે સંધિ જોડી છે,–તેથી તેની
જ્ઞાનચેતનામાં અતીન્દ્રિય આનંદસહિત ભગવાન આત્મા નજીક જ વર્તે છે. રાગનો કોઈ
અંશ તેની જ્ઞાનચેતનામાં વર્તતો નથી.
અરે જીવ! પરમસ્વભાવની ઉત્કૃષ્ટ ભાવના વડે ચેતનાને જાગૃત કરીને એવો
પુરુષાર્થ કરે કે એક ક્ષણમાં અંદર ચિદાનંદ સ્વભાવમાં ઊતરી જા. તારો આત્મા તારામાં
જ અત્યંત નજીક, છતાં તેને દૂર સમજીને તેં રાગની ભાઈબંધી કરી; પણ રાગ તો