Atmadharma magazine - Ank 348
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 53

background image
: ૧૬ : આત્મધર્મ : આસો: ૨૪૯૮
તારા સ્વભાવથી દૂર છે. ચેતનામાં આત્માની જ સમીપતા છે ને રાગાદિભાવો દૂર છે.
માટે અંતરંગ દ્રષ્ટિમાં આત્માને જ સમીપ બનાવીને, તેમાં પરિણામને તન્મય કરીને
આનંદનો અનુભવ કર.
શ્રીગુરુઓનો આ ઉત્તમ ઉપદેશ છે કે તારા પરિણામમાં તારા ચૈતન્યસ્વભાવી
આત્માને જ તું મુખ્ય રાખ; તેને જ સમીપ રાખ, ને તેના સિવાય બીજા બધા
પરભાવોને દૂર રાખ, જુદા રાખ. આમ કરવાથી પોતામાં શુદ્ધાત્મતત્ત્વની આનંદમય
અનુભૂતિ થઈ તે જ પરમ ગુરુઓનો પ્રસાદ છે. અહા, પરમ ગુરુઓએ પ્રસન્ન થઈને
અમને આવો શુદ્ધાત્માનો પ્રસાદ આપ્યો......તેમના અનુગ્રહ વડે અમને જે
શુદ્ધાત્મતત્ત્વનો ઉપદેશ મળ્‌યો, તેનાથી અમને સ્વસંવેદનરૂપ આત્મવૈભવ પ્રગટ્યો.
ધર્માત્મા જ્ઞાનચેતનાવંત થયા છે. તેની ચેતનાની એક્કેય પર્યાયમાં આત્મા દૂર
નથી; તેણે ચેતનાનો દોર આત્મા સાથે જોડ્યો છે. ને રાગ સાથે ચેતનાનો સંબંધ તોડયો
છે. આવી ચેતનારૂપે જ જ્ઞાનીધર્માત્માની ખરી ઓળખાણ થાય છે.
અરે! જ્યાં પોતાનો શુદ્ધઆત્મા સમીપ નથી, શુદ્ધ આત્મા જેની દ્રષ્ટિમાં–
જ્ઞાનમાં–અનુભૂતિમાં આવ્યો નથી, તે જીવ નિજાત્માને દૂર રાખીને, આત્માને ભૂલીને
ધર્મ ક્્યાંથી લાવશે? સુખ ક્્યાંથી લાવશે? ધર્મી તો જાણે છે કે મારી શ્રદ્ધામાં મારા
જ્ઞાનમાં મારા સુખમાં મારી બધી પર્યાયોમાં મારો ચિદાનંદી આત્મા જ મને સમીપ વર્તે
છે, તેનું જ મને આલંબન છે. આવા આત્મા સિવાય બીજે ક્્યાંય અમારી પરિણતિ
ઠરતી નથી. વાહ રે વાહ! ધર્મોની દશા તો જુઓ! અમારો આત્મા સદાય સર્વત્ર
અમારા અંતરમાં અમારી સાથે જ છે, જગતના સાથનું અમારે શું કામ છે? શુભ
રાગનોય અમને ધર્મમાં સાથ નથી, અમારા ચૈતન્યનો જ અમને સાથ છે, તેને અમે કદી
છોડતા નથી. સીતાજીને ભલે વનવાસ મળ્‌યો, રામનો વિયોગ થયો, પણ તે વખતેય
અંતરમાં એમનો ‘આતમરામ’ એમની સાથે જ હતો. અયોધ્યા ભલે દૂર રહી, રોતી પ્રજા
દૂર રહી, રાજપાટ બધું દૂર રહ્યું ને રાજા રામ પણ ભલે દૂર રહ્યા, પણ ભગવાન
‘આતમરામ’ અંદરથી જરાય દૂર નથી થયા, આત્મા તો સમીપ ને સમીપ જ છે. ગમે
ત્યાં હો –ધર્મી જાણે છે કે મારા અંતરમાં જે સમ્યગ્દર્શનાદિ વર્તે છે તેમાં મહા પૂજય
પંચમ ભાવરૂપ ચૈતન્યભગવાન મારે હાજરાહજૂર વર્તે છે, એની જ ભાવનામાં મારી
પરિણતિ તન્મય વર્તે છે. તે પરિણતિમાં સમસ્ત ચૈતન્યનિધાન ખુલી ગયા છે. રાગથી
જુદી થઈને અંતરમાં વળેલી મારી પરિણતિમાં મારા