Atmadharma magazine - Ank 348
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 53

background image
: આસો: ૨૪૯૮ આત્મધર્મ : ૧૭ :
ચૈતન્યનિધાન ગુપ્ત રહી શકે નહીં.
અહા, પરિપૂર્ણ સુખનો નિધાન મારો આત્મા, તેની ભાવનારૂપે હું પરિણમ્યો છું,
તેથી ભવના કારણરૂપ બધા ભાવોથી હું નિવૃત્ત છું. ભવિષ્યમાં જેનાથી ભવ કરવો પડે
એવા કોઈ પણ અશુભ કે શુભરૂપ સંસારભાવો–તેનાથી નિવૃત્ત મારો આત્મા છે. મારા
સ્વભાવમાં ભવ નથી, ને તે સ્વભાવની ભાવનારૂપ પરિણમેલી મારી પર્યાયમાં પણ
ભવનો કોઈ ભાવ નથી. આવો હું છું એમ ધર્મી અનુભવે છે.
સુંદર નૌકામાં બેઠો છું. મારું આ પરમતત્ત્વ પોતે જ સંસારના મહા સમુદ્રને તરવાની
નૌકા છે, તેથી મારા તત્ત્વની ભાવનાથી હું સ્વયં ભવસમુદ્રને તરી જઈશ, ભવને તરવા
માટે મારે બીજા કોઈના અવલંબનની જરૂર નથી. અહા, મારું આવું પરમ અચિંત્ય
તત્ત્વ! તેના સ્વીકાર વડે મેં મોહને જીતી લીધો છે; હવે મારે ભવસમુદ્રમાં ડુબવાનું હોય
નહીં. સહજ પરમ આનંદના સમુદ્રમાં પરિણતિ લીન થઈ ત્યાં હવે ભવ કેવા? ચૈતન્યનો
શાશ્વત મહા આનંદ....તેની શી વાત! એ અપૂર્વ આનંદ જગતમાં પ્રસિદ્ધ છે...સિદ્ધ
ભગવંતોમાં ભરેલો એ અતીન્દ્રિય મહા આનંદ અમારા આત્મામાં પણ પ્રગટ્યો છે;
અહા! આવા મહા અપુર્વ આનંદનો સ્વાદ ચાખ્યા પછી કામના કલેશને કોણ ઈચ્છે?
જેઓ કામવાસનાના કલેશથી વિષયોમાં સુખ માને છે તેઓ તો જડબુદ્ધિ છે.
અહા, ચૈતન્યનું વિષયાતીત સુખ!...એ સુખામૃતનો સ્વાદ લીધા પછી વિષયોના
ઝેરને કોણ વાંછે? એમાં સુખ કોણ માને?–
જ્ઞાનકલા જિસકે ઘટ જાગી, તે જગમાંહી સહજ વૈરાગી;
જ્ઞાની મગન વિષયસુખ માંહી, યહ વિપરીત, સંભવે નાંહી.
અહો, જેના અંતરમાં ભેદજ્ઞાનની વીતરાગકળા પ્રગટી, જગતથી સહજ વૈરાગી
થઈને અંતર્મુખ ચૈતન્યસુખ જેણે ચાખ્યું એવા જ્ઞાની–ધર્માત્મા–જગતથી ઉદાસીન પરમ
વૈરાગ્યવંત જીવો કદી વિષયોમાં સુખ માનીને તેમાં મગ્ન થાય–એવી વિપરીતતા બની
શકતી નથી. વિષયાતીત ચૈતન્યસુખનો અનુવભ કરે અને વિષયોમાં પણ સુખ માને–એ
તો અત્યંત વિપરીતતા છે, તે કદી સંભવી શકે નહિ. જ્ઞાની તો કહે છે કે અરે, ચૈતન્યના
સુખની પરમ અતીન્દ્રિય શાંતિ અનુભવ્યા પછી, બાહ્ય વિષયો અમને કલેશરૂપ લાગે છે,
તેમાં ક્્યાંય અમારી પરિણતિ ઠરતી નથી. પરિણતિને ઠરવાનું સ્થાન