Atmadharma magazine - Ank 348
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 53

background image
: ૧૮ : આત્મધર્મ : આસો: ૨૪૯૮
એક જ અંદરમાં સુખનું ધામ છે. તેમાં જ અમારું ચિત્ત લાગ્યું છે. વિષયોમાં કે રાગમાં
ક્્યાંય અમારો આત્મા અમને દેખાતો નથી, અમારો આત્મા તો તે વિષયો અને રાગથી
પાર, અમારા અંતર્મુખ જ્ઞાન–દર્શન–આનંદમાં જ બિરાજે છે, તેને અમે અનુભવીએ
છીએ. આ રીતે ધર્મપર્યાયરૂપે પરિણમેલો અખંડ આત્મા જ ધર્મીને સર્વત્ર ઉપાદેય છે.
અનુપમ રત્નોંકા સગ્રહ ઔર આત્મગંગામે સ્નાન
દિગંબર જૈન ઉદાસીન આશ્રમ, ઈન્દોરથી બ્ર. સ્વરૂપાનંદજી પ્રમોદથી લખે
છે કે–આપકા ‘રત્નસંગ્રહ’ દ્વિતીય ભાગ પ્રાપ્ત હુઆ. ભઈયા, ઈસ મહાન
ચિન્મુર્તિ આત્માકા વૈભવ વ ભેદજ્ઞાનકી પ્રાપ્તિ હેતુ યહ રત્નોકાં સંગ્રહ કિતના
અનુપમ અનૂઠા હૈ–જોકિ અંદરમેં એક ઐસી ઝંઝનાટ પૈદા કર દેતા હૈ કિ ઉસ
પરમ તેજમેં પહુંચકર આનંદરસ ઉસી સમય ઉમડ પડતા હૈ
અબકી વાર ભેટ
ફતેપુરમેં હુઈ થી
વિશેષમાં “આત્મગંગામાં સ્નાન” નું વર્ણન કરતાં તેઓ લખે છે કે–
જ્ઞાતા–દ્રષ્ટા આત્મા હું કોણ છું? આ શરીર શું છે? આ ક્રોધાદિભાવો કેવા
છે? તે વાતો પર વિચાર કરતાં ભેદવિજ્ઞાન એમ બતાવે છે કે આ
આત્મારામ સાક્ષાત્ પરમાત્મા છે, જ્ઞાતાદ્રષ્ટા છે, શુદ્ધ વીતરાગ છે, અશરીરી–
અર્મુત છે, પરમઆનંદમય છે, પોતાની સ્વભાવદશાનો જ કર્તા છે અને
પોતાના સ્વાભાવિક આનંદનો ભોકતા છે, પરમ કૃતકૃત્ય છે, સર્વ વિશ્વના
પદાર્થોના ગુણ–પર્યાયોને એક સમયમાં જ જાણનાર છે. કર્મોથી રચાયેલો
કાર્મણદેહ પુદ્ગલમય છે, તે આત્માના સ્વભાવથી સર્વથા ભિન્ન છે. સ્થૂળ
દ્રશ્યમાન શરીર પણ પુદ્ગલમય છે; રાગ–દ્વેષાદિભાવો ઉપાધિભાવો છે, તે
આત્માના ચેતનસ્વભાવથી સર્વથા દૂર છે. આવું ભેદજ્ઞાન પોતાના
પરમાત્માને અંદર અનાત્માથી જુદો બતાવે છે, તેમજ બધા જીવો પણ અંદર
અનાત્માથી ભિન્ન પરમાત્મસ્વભાવી છે–એમ દેખાડે છે. ભેદજ્ઞાનના
પ્રતાપથી ગુરુ–શિષ્ય, શત્રુ–મિત્ર વગેરે ભેદભાવ દેખાતા નથી, અને તેથી
પરમ સમતાભાવરૂપી શાંત ગંગાજળનો પ્રવાહ આત્માની અંદર વહેલા લાગે
છે. જ્ઞાનીજનો આ જ આત્મગંગાના પવિત્ર જળમાં સ્નાન કરે છે, તેનું જ
પાન કરે છે, તેમાં જ કિલ્લોલ કરે છે, ને તેમાં જ મગ્ન થઈને જે
પરમઆનંદને પ્રાપ્ત કરે છે તે વચનથી અગોચર છે. તે સંતો ધન્ય છે કે
જેઓ આ અપૂર્વ રસપાન કદીને સદા સુખી રહે છે.
–जय जिनेन्द्र