છે. આવા પરમ સ્વભાવને અહીં ખુલ્લો કર્યો છે. અહો, આ તો
કુંદકુંદઆચાર્યદેવનાં શાસ્ત્રો! એની શી વાત! ભગવાન
તીર્થંકરદેવે દિવ્યધ્વનિમાં જે અર્થરૂપે કહ્યું, ગણધર ભગવાને જે
ઝીલીને શ્રુતરૂપે શાસ્ત્રમાં ગંથ્યું, અને તેમની પરંપરામાં
વીતરાગી સંતોએ અનુભવીને જે કહ્યું–તે આ પરમ તત્ત્વ છે.
આવું તત્ત્વ કોઈ મહાન ભાગ્યથી સાંભળવા મળે છે.....
અનુભવમાં લ્યે એની તો શી વાત!
ગાથા ૧૧૦
સ્વાધીન તે સમભાવ–નિજપરિણામ આલુંછન કહ્યા. (૧૧૦)
પ્રભુ! તારા પરમસ્વભાવની વાત સાંભળ તો ખરો! લક્ષમાં તો લે! એને લક્ષમાં લેતાં
તને એમ થશે કે અહો, આવું અદ્ભૂત મારું પરમ તત્ત્વ! આ તત્ત્વની સફળતા છે.
ચૈતન્યસ્વભાવની સન્મુખ થઈને પરિણમ્યો ત્યાં કર્મનું મૂળ છેદાઈ ગયું, સંસાર
મૂળમાંથી છેદાઈ ગયો, ને આત્મા પોતાના પરમ ચૈતન્યનિધિથી ભરેલા સ્વઘરમાં
વસ્યો, તેણે ‘સત્’ એવા પોતાના સ્વભાવનું ‘સાનિધ્ય’ કર્યું, ને વિભાવથી તે દૂર થયો.