Atmadharma magazine - Ank 348
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 53

background image
: ૨૦ : આત્મધર્મ : આસો: ૨૪૯૮
છે, તે અત્યંતિ આસન્નભવ્ય છે. અંદર સત્ વસ્તુ છે, છતી વસ્તુ છે–તે જ્ઞાનમાં ન આવે
ત્યાં સુધી તેને માટે તે ‘છતી છતાં અછતી’ છે. વસ્તુ જેવી છે તેવી જ્ઞાનમાં આવી એટલે
પર્યાયમાં વ્યક્ત થઈ, ત્યારે છતી–વસ્તુનું સત્પણું તેને પ્રગટ્યું એટલે સત્નો
પરમસ્વભાવ તેને સફળ થયો.–આનું નામ સમભાવરૂપ આલોચના છે, અને તેના વડે
સમસ્તકર્મ મૂળમાંથી છેદાઈ જાય છે.
ધર્મી જાણે છે કે આ મારો આત્મા સદાય પરમ સ્વભાવપણે વિદ્યમાન છે; તેમાં
અંતર્મુખ થતાં સ્વકીય–સ્વાધીન–સમભાવરૂપ જે પરિણામ પ્રગટ્યા તે સમસ્ત સંસારને
મૂળથી છેદી નાંખવા સમર્થ છે. અહો, આવો મારો પરમ સ્વભાવ મારામાં સદાય હતો
જ, પણ તેનું ભાન ન હોવાથી તે પ્રગટ્યો ન હતો; હવે તેનું ભાન થતાં મારી પર્યાયમાં
તે સફળ થયો છે. પરમસ્વભાવને કારણ બનાવતાં પર્યાયમાં શુદ્ધ કાર્ય પ્રગટ્યું છે, તેથી
મારો પરમસ્વભાવ મને સફળ થયો છે.
પરમસ્વભાવપણે આત્મા ત્રિકાળ સત્ છે. પણ આનંદની અનુભુતિપૂર્વક
પર્યાયમાં ધર્મીને તે વ્યક્ત થઈને પરિણમ્યો ત્યારે ભાન થયું કે ‘આવો હું છું.’ વ્યક્ત
પરિણમ્યા વગર શક્તિરૂપ પરમભાવનું ભાન થતું નથી. માટે કહે છે કે અહો!
ભવ્યજીવને આ પરમપંચમભાવ સફળ થયો છે–સમ્યગ્દર્શનાદિ ઉત્તમ ફળ તેને પાક્્યાં
છે. જેમ મેરુ નીચેનું સોનું શું કામનું? ફળ વગરનું ઝાડવું શું કામનું? તેમ પર્યાયમાં
આનંદના વ્યક્ત અનુભવરૂપ ફળ વગર અજ્ઞાનીને તે પરમભાવ શું કામનો? અર્થાત્
વિદ્યમાન હોવા છતાં તેન અજ્ઞાનમાં તો તે અવિદ્યમાન જેવો જ છે.
અહા, ચૈતન્યના પરમ ભાવનો કોઈ અદ્ભૂત મહિમા છે, તે અજ્ઞાનીઓને ગમ્ય
નથી. અતીન્દ્રિય જ્ઞાનગોચર પરમભાવ છે તેને અનુભવમાં લેવો તે પરમ વીતરાગવિધા
છે. પરમ આનંદસ્વરૂપ આત્મા અંદર હૈયાત હોવા છતાં, જે તેને દેખતો નથી, તેના
આનંદને અનુભવતો નથી, ને દુઃખને જ અનુભવે છે–તેના મિથ્યા શ્રદ્ધા–જ્ઞાનમાં તો તે
પરમભાવ અવધિમાન જ છે. સૂરજ ઝગઝગાટ કરતો ઊગ્યો પણ આંધળાને શું? એને
તો તે અવિદ્યમાન જ છે. તેમ અંદર ચૈતન્યના પરમ તેજથી ભરેલો મહા ચૈતન્યસૂર્ય
ઝળકી જ રહ્યો છે–પણ જેને અંતર્મુખ દ્રષ્ટિ નથી, જ્ઞાનચક્ષુ ઊઘડયા નથી તેને તે
ચૈતન્યસૂર્ય દેખાતો નથી, તેનો તો તે અગમ્ય હોવાથી અવિદ્યમાન જેવો જ છે.
અરે, વિકલ્પમાં તે કાંઈ પંચમ–પરમભાવ આવે? ચાર ભાવો સંબંધીં વિકલ્પો
વડે પાંચમ ભાવ અગોચર છે; તે અંતર્મુખ ઉપશમાદિ ભાવો વડે અનુભવમાં આવે છે.
નિકટભવ્ય સમ્યગ્દ્રષ્ટિ જીવો તેન અંતરમાં અવલોકે છે, તેથી તેમને તે પરમ ભાવ સફળ