Atmadharma magazine - Ank 348
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 53

background image
: આસો: ૨૪૯૮ આત્મધર્મ : ૨૧ :
થયો છે–સમ્યકત્ત્વાદિરૂપ પ્રગટ પરિણમ્યો છે. અહા, અતીન્દ્રિયભાવ વગર જેનું અસ્તિત્વ
જણાય નહીં એવો મહાન પરમસ્વભાવ હું છું–એમ ધર્મી જાણે છે, તેણે અંતરના
અચિંત્યનિધાન નજરે જોયા છે, એની પર્યાયમાં પરમાત્મા પ્રસિદ્ધ થયા છે.
અહો, લક્ષ કરવા જેવી સુંદર વસ્તુ તો અંદર મારો પરમ સ્વભાવ છે, તેની સાથે
લક્ષનો દોર મેં બાંધ્યો છે, ત્યાં હવે બીજે ક્્યાંય લક્ષ ઠરતું નથી. પર્યાયે–પર્યાયે પરમાત્મા
સાથેનો દોર સાંધીને તેની લગની લાગી ત્યાં ધર્મીના આંનદની શી વાત? એના
પરમશાંત પરિણામમાં સર્વે સંસારનું મૂળ છેદાઈ ગયું છે. આત્માનો પરમભાવ જેના
લક્ષમાં આવ્યો નથી તેને સંસારનું મૂળ કોઈ રીતે છેદાતું નથી.
એક પરમભાવને દેખો ત્યાં બધા પરભાવો છેદાઈ ગયા. આવો પરમ સ્વભાવ
બધાય જીવોમાં સદાય વિદ્યમાન હોવા છતાં, સમ્યગ્દ્રષ્ટિજીવોને જ તે અનુભવગોચર
છે. તે જ તેના આશ્રયે સમ્યક્ત્વાદિ કાર્ય પ્રગટ કરીને મોક્ષને સાધે છે. કાર્ય પ્રગટ્યું
તેણે કારણને પ્રસિદ્ધ કર્યું કે આવા પરમ સ્વભાવને અવલંબીને આ કાર્ય થયું છે.
શબ્દોથી ને વિકલ્પોથી કાંઈ કાર્ય થાય તેમ નથી, પરમ સ્વભાવની સન્મુખ થયે જ
મોક્ષમાર્ગરૂપ કાર્ય થાય છે. જેણે એમ કર્યું તેને જ કાર્યની સિદ્ધિ થઈ, તેને જ પરમ
ભાવ સફળ થયો.
ચૈતન્યભગવાનનો જે પરમ સ્વભાવ, તેમાંથી તો અમૃત ઝરે, તેમાંથી તો
સમ્યગ્દર્શનાદિ આનંદરૂપ કાર્ય થાય; તેમાંથી કાંઈ કર્મના અંકૂરા ન ફૂટે, કર્મના ઝાડને તો
તે મૂળમાંથી છેદી નાખનારો છે. અરે જીવ! તારામાં વિદ્યમાન આવા અમૃત આનંદ–
ચિંતામણિને છોડીને તું બહારમાં ઝેરનાં ઝાડમાં ક્્યાં ભટક્્યો? અરે, ચૈતન્યના
અસ્તિત્વમાં તો કર્મ કે વિકાર ન રહે, પણ જ્યાં આવા ચૈતન્યસ્વભાવનો આશ્રય લીધો
ત્યાં તે કર્મો કર્મોના અસ્તિત્વપણે પણ ન રહી શકે. હે જીવ! તારા આવા પ્રભુનો આદર
તું કેમ નથી કરતો? અંદર ભરેલા અમૃતનો સ્વાદ છોડીને બહારમાં ઝેરનો સ્વાદ લેવા
તું કેમ દોડે છે? આ અમૃતનો સ્વાદ એકવાર તું ચાખ તો ખરો! અનાદિનું સંસારનું
તારું ઝેર ઊતરી જશે ને કોઈ મહા અચિંત્ય અપૂર્વ અતીન્દ્રિય શાંતિનો સ્વાદ તને
આવશે.
અહા, પરમસ્વભાવ તો બધાય જીવોને વસ્તુનિષ્ટ છે, વસ્તુનો આવો સ્વભાવ જ
છે–કે જેનો આશ્રય કરતાં સ્વાધીન સ્વકીય સમતાપરિણામ પ્રગટે છે. આવા પરિણામને
જ સ્વકીય કહ્યા છે, રાગાદિભાવો તો પરમસ્વભાવથી બાહ્ય છે, તેને ધર્મી સ્વકીયપણે
નથી અનુભવતા. જેની સન્મુખતાથી આવા સમભાવ–પરિણામ પ્રગટે છે.