: ૨૨ : આત્મધર્મ : આસો: ૨૪૯૮
એવો પરમસ્વભાવ પંચમભાવે આત્મામાં સદાય બિરાજમાન છે,–તે નિકટભવ્યજીવને
શ્રદ્ધા–જ્ઞાનમાં સાક્ષાત્ વર્તે છે, તેથી તેને પરમસ્વભાવ વિદ્યમાન છે, તેને તે સફળ થયો
છે,–પર્યાયમાં અનુભવરૂપ થયો છે. અજ્ઞાનીને પણ તે સ્વભાવ તો વિદ્યમાન છે,–પણ
શ્રદ્ધા–જ્ઞાન વગર તેને ભાસતો નથી, એટલે વિદ્યમાન છતાં તેને માટે અવિધમાન જેવો છે.
જેમ, અહીં એમ કહ્યું કે ‘પરમભાવ વિદ્યમાન હોવા છતાં’ મિથ્યાદ્રષ્ટિને તો તે
અવિધમાન જેવો જ છે... કેમકે તેને તે દેખતો નથી......
તેમ, ધર્માત્મા કે જે પોતાને પરમભાવરૂપે વિદ્યમાન દેખે છે, તેને ‘પરભાવો
વિદ્યમાન હોવા છતાં’ અવિદ્યમાન જેવા જ છે, કેમકે પરમભાવના
અસ્તિત્વમાં તે પરભાવને દેખતો નથી. જુઓ, સામસામી બે વાત–
(૧) શુદ્ધસ્વભાવમાં દ્રષ્ટિ પડી ત્યાં પર્યાય તેમાં તન્મય થઈને રાગાદિથી જુદી
શુદ્ધભાવરૂપે પરિણમી એટલે પરમભાવનું વિદ્યમાનપણું પર્યાયમાં પણ તેને સફળ થયું;
પછી જે અલ્પ રાગાદિ પરભાવ રહ્યા તે પરમભાવથી જુદાપણે જ રહ્યા હોવાથી, ધર્મી
તેને સ્વભાવમાં ખતવતો નથી, એટલે મારામાં તો તે અવિધમાન જ છે એમ ધર્મી
પોતાને પરભાવોથી જુદા પરમભાવરૂપે જ અનુભવે છે.
(આ રીતે પરમભાવ હોવા છતાં તેને તે અવિધમાન છે.)
(૨) હવે શુદ્ધસ્વભાવ જેની દ્રષ્ટિમાં આવ્યો નથી, ને રાગમાં જ તન્મય થઈને
અજ્ઞાનરૂપે પરિણમે છે, તેને તો રાગરૂપે જ પોતાનું વિધમાનપણું ભાસે છે, રાગથી જુદો
પરમસ્વભાવ તો તેને દેખાતો નથી; તેથી તેને તે, વિદ્યમાન હોવા છતાં, સફળ થતો
નથી–પર્યાયમાં પ્રગટતો નથી, એટલે અવિધમાન જેવો જ છે. રાગથી જુદું કાંઈ સત્
અજ્ઞાનીને પોતામાં દેખાતું નથી.
(આ રીતે પરમભાવ વિદ્યમાન હોવા છતાં તેને તે અવિધમાન છે.)
અહા, જુઓ તો ખરા દ્રષ્ટિની તાકાત!
અંતર્મુખ થયેલી દ્રષ્ટિએ પરમસ્વભાવના જોરે બધાય પરભાવોને અસત્ કરી નાંખ્યા.
બહિર્મુખ દ્રષ્ટિમાં અજ્ઞાનીએ પરભાવોની મિથ્યારુચિના જોરે પોતાના મહાન પરમ
સ્વભાવનો અસ્વીકાર કરી નાંખ્યો.
કળશ ૨૭માં કહ્યું હતું કે બહુ વિભાવ હોવા છતાં પણ, શુદ્ધદ્રષ્ટિવાળો પુરુષ
પરમતત્ત્વમાં પ્રવીણ બુદ્ધિવડે, તે બધા વિભાવોથી રહિત શુદ્ધ પરમસ્વભાવરૂપે પોતાને