અનુભૂતિમાં તો વિભાવ અસત્ જ છે. આ રીતે પરમભાવ હોવા છતાં અંતદ્રષ્ટિવાળો
સમ્યગ્દ્રષ્ટિજીવ પોતાને એક પરમ શુદ્ધ જ્ઞાનવસ્તુપણે જ ભજે છે; એટલે પોતાનો
પરમભાવ તેને સફળ થયો છે, તે આસન્નભવ્ય છે.
કામની? એક નગરશેઠ–જેને ત્યાં અત્યંત કિંમતી મહા રત્નોના ઢગલા પડ્યા હતા, પણ
અનંતા લોભવશ એક લાકડું લેવા પાણીમાં તણાતો હતો, તેમ નગરશેઠની જેમ આ
આત્મા તો દુનિયાનો શેઠ, જગતમાં શ્રેષ્ઠ–જેના ઘરમાં અનંત ગુણના મહા રત્નોનો
ઢગલો છે, પણ એને ભૂલીને રાગમાં–દેહમાં મૂર્છાયેલો અજ્ઞાની, અચિંત્ય નિજનિધાનને
ભોગવી શકતો નથી. અહા, મારો પરમસ્વભાવ મારામાં સદા વિદ્યમાન છે–નિત્ય છે, તે
નિત્યતાનો નિર્ણય કરતાં નિર્વિકલ્પતા થઈ જાય છે. વિકલ્પમાં ઊભો રહીને
નિત્યસ્વભાવનો નિર્ણય થઈ શકતો નથી. ઉદયાદિ ચાર ભાવો–તેમના લક્ષે પંચમ
પરમભાવ પ્રતીતમાં આવી શકતો નથી. પરમસ્વભાવને પ્રતીતમાં લેનારો ભાવ પોતે
ઉપશમ–ક્ષયોપશમ કે ક્ષાયકરૂપ છે; પણ તે વિશેષભાવોના ભેદ ઉપર તેનું લક્ષ નથી,
પર્યાયના ભેદના આશ્રયે પંચમભાવ અગોચર છે; અંર્તસ્વભાવમાં પર્યાય વળી ત્યારે તે
સ્વાધીન પરિણામવડે પંચમભાવ અનુભવગોચર થયો. ભવ્ય જીવોને આવા અનુભવવડે
પરમભાવની સફળતા થઈ એટલે કે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ફળ તેને પાક્્યાં
ઝેરીફળવાળું કર્મવૃક્ષ તેને છેદાઈ ગયું, અને સમ્યક્ત્વાદિ અમૃતફળવાળું ચૈતન્યવૃક્ષ તેને
સફળ થયું. –આનું નામ આલોચના છે, આ મોક્ષનો માર્ગ છે, આ આનંદમય સ્વઘરમાં
સાદિ–અનંત વાસ્તુ છે.
અહો, આ તો કુંદકુંદાચાર્યદેવનાં શાસ્ત્રો! એની શી વાત! તીર્થંકરભગવંતોએ
દિવ્યધ્વનિમાં જે અર્થરૂપે કહ્યું, ગણધર ભગવાને જે ઝીલીને શ્રુતરૂપે શાસ્ત્રમાં ગૂથ્યું,
અને તેમની પરંપરામાં વીતરાગી સંતોએ અનુભવીને જે કહ્યું–તે આ પરમ તત્ત્વ છે.
આવું તત્ત્વ કોઈ મહા ભાગ્યે સાંભળવા મળે છે. ‘અહો, આવા પરમભાવ