Atmadharma magazine - Ank 348
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 27 of 53

background image
: ૨૪ : આત્મધર્મ : આસો: ૨૪૯૮
રૂપ મારો આત્મા છે–’ એમ સ્વસન્મુખ થઈને જેણે વિશ્વાસમાં લીધું જ્ઞાનમાં લીધું–
અનુભવમાં લીધું તે જીવ અત્યંત આસન્નભવ્ય ધર્માત્મા છે, પરમસ્વભાવનું
વિદ્યમાનપણું તેને સફળ થયું છે.–જૈનશાસનનું તાત્પર્ય વીતરાગભાવ છે, તે પણ આવા
પરમભાવના આશ્રયે જ પ્રગટે છે. એવા પરમસ્વભાવનો જ્યાં રંગ લાગ્યો ત્યાં
પર્યાયમાં સમ્યગ્દર્શનથી માંડીને કેવળજ્ઞાનની ભાત પડે છે. રાગની ને વિકારની ભાત્યું
પડે એને તે ચૈતન્યનો રંગ કેમ કહેવાય?
પરમસ્વભાવ તો આનંદનું ઝાડ છે, તેમાં સંસાર ન પાકે, સંસારને તો તે
મૂળમાંથી છેદી નાંખનારો છે. પરમભાવના આશ્રયે તો આનંદ જ પાકે, તેના આશ્રયે
શુભાશુભકર્મ–સંસાર ન પાકે. શુભાશુભકર્મનો પ્રેમ તે તો ચારગતિનાં કડવાં ફળ દેનારું
ઝેરીવૃક્ષ છે. અહા, આનંદ–આનંદ અનંતકાળ સુધી પાકે એવું કલ્પવૃક્ષ તું પોતે છો, તારો
પરમસ્વભાવ પોતે આનંદનું કલ્પવૃક્ષ છે; એક ક્ષણ પણ એને દેખતાં, તેના આશ્રયે
સંસાર છેદાઈ જશે ને આનંદના ફળસહિત અલ્પકાળમાં મોક્ષદશા પ્રગટી જશે.
નવા વર્ષનું ભેટપુસ્તક–
વીતરાગવિજ્ઞાન (છહઢાળાપ્રવચન) ભાગ ત્રીજો.
આત્મધર્મના ત્રીસમાવર્ષના ગ્રાહકોને એટલે કે વીર સં. ૨૪૯૯ ના ગ્રાહકોને
ઉપરોકત પુસ્તક દીવાળીપ્રસંગે ભેટ આપવામાં આવશે. જેનું લવાજમ ભરાયું હશે તેમને
આ પુસ્તક ભેટ મળશે. માત્ર ‘ત્રણહજાર’ પુસ્તકો ભેટ દેવાના છે, ત્યારપછી ગ્રાહક
થનારને પુસ્તક ભેટ મળી કશે નહિ.
આ પુસ્તકમાં સમ્યગ્દર્શનસંબંધી સુંદર વર્ણન છે; સમ્યક્ત્વના આઠઅંગનું પણ
ભાવભીનું વર્ણન વાંચતા દરેક જિજ્ઞાસુને આનંદ થશે; અને છેવટ સમ્યક્ત્વ–પ્રાપ્તિની
સુંદર પ્રેરણાનો ઉપદેશ તો આત્માર્થીના હદયમાં ઝણઝણાટ જગાડે તેવો છે. આ
પુસ્તકના પરિશિષ્ટમાં આપેલ વીતરાગ–વિજ્ઞાન–પ્રશ્નોત્તરીનો નમૂનો આપ આ અંકમાં
વાંચશો. દીવાળી ઉપર આપ સોનગઢ પધારો તો આપનું અને આપના ગામના બીજા
ગ્રાહકોનું ભેટપુસ્તક રૂબરૂ લઈ જશો..... કારતક સુદ પૂર્ણિમા બાદ પોસ્ટથી મોકલાશે.
આત્મધર્મનું વાર્ષિક લવાજમ રૂા. ચાર સોનગઢના સરનામે વેલાસર મોકલીને
સંસ્થાની વ્યવસ્થામાં સહકાર આપો. બધા લવાજમ ટાઈમસર આવી જાય તો
ટપાલખર્ચમાં ઘણો ફાયદો થાય છે. માત્ર આપનું નહિ, આપના સંબંધીઓનું પણ
લવાજમ ભરીને તેમનેય ચૈતન્યરસનો થોડોક સ્વાદ ચખાડો.
(હવે નવા વર્ષનો પ્રથમ અંક દીવાળી પછી તરત તા. દશમીએ પ્રગટ થશે.)