Atmadharma magazine - Ank 348
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 28 of 53

background image
: આસો: ૨૪૯૮ આત્મધર્મ : ૨૫ :
સમ્યગ્દર્શન : તે સંબંધી મુમુક્ષુઓનું ઘોલન
*
[આત્મધર્મની ‘સમ્યક્ત્વ સંબંધી નિબંધયોજનામાં’ ૯૬ નિબંધો
આવેલા; ઘણા ખરા નિબંધો સમ્યક્ત્વભાવનાના ઘોલનપૂર્વક ઉત્તમ રીતે
લખાયેલા છે. આ નિબંધોમાંથી આઠ શ્રેષ્ઠ નિબંધોને પસંદ કરવામાં
આવ્યા છે, ને તેમાંથી બે નિબંધ સંશોધનપૂર્વક અહીં આપવામાં આવ્યા
છે. સમ્યક્ત્વની ભાવનાથી ભરપુર આ નિબંધો વાંચતાં દરેક જિજ્ઞાસુને
પ્રસન્નતા થશે. આમાંથી પ્રથમ નિબંધના લેખિકા બેન છે––મુંબઈ
(મલાડ) ના કુમારી ધર્મિષ્ઠાબેન ધીરજલાલ જૈન
B. Sc. ને બીજો
નિબંધ લખનાર છે–ચોરીવાડના ભાઈશ્રી મગનલાલ હીરાચંદ શાહ.]
• સમ્યગ્દશન લખમળ : લખ ન : ૧ •

આત્મસન્મુખ જીવની નિર્વિકલ્પદશા ન થઈ હોય ત્યારે તે પોતાની
ચૈતન્યવસ્તુના ઊંડા–ઊંડા ચિંતનદ્ધારા નિર્વિકલ્પ દશા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે.
એક ચિદાનંદ, વિજ્ઞાનઘન સ્વભાવનું ઘોલન તે તેનું ધ્યેય રહે છે.
પ્રથમ જ્ઞાયકસ્વભાવના લક્ષે વિચારધારામાં તે જીવ સ્વરૂપધ્યાનમાં સ્થિત
રહેવાનો ઉદ્યમી થાય છે. પ્રથમ તે નોકર્મ, દ્રવ્યકર્મ અને ભાવકર્મથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ
આત્માને લક્ષમાં લઈને, સ્વ–પરનું ભેદવિજ્ઞાન કરે છે.
પ્રથમ તો વિજ્ઞાનઘન સ્વભાવને લક્ષમાં લઈ, નોકર્મ એટલે જડ શરીર, બાહ્યના
સંયોગો, સ્ત્રી, પુરુષ, મિલ્કત આદિને જે પોતાના માનતો હતો તેમાંથી દ્રષ્ટિ ઉઠાવી લે
છે. સંયોગો તેને તુચ્છ લાગવા લાગે છે. અને તે સંયોગો તે હું નહિ તેમ તેને ભાસવા
લાગે છે; તેનાથી ભિન્ન હું કંઈક જુદી ચીજ છું અને ત્યાંજ સાચી શાંતિ છે. તેમ લાગ્યા
કરે છે. તેને આત્માની જ ધૂન લાગે છે.
દ્રવ્યકર્મ તે જડ છે; તે–જ્ઞાનાવરણીય–દર્શનાવરણીય આદિ આઠ કર્મોને તે