Atmadharma magazine - Ank 348
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 29 of 53

background image
: ૨૬ : આત્મધર્મ : આસો: ૨૪૯૮
પોતાનાં માનતો નથી, તેનું લક્ષ ત્યાંથી ખસી જાય છે અને ચેતનારૂપ આત્માનું લક્ષ કરે
છે. કર્મ જે જડરૂપ છે તે મારાં કેમ હોઈ શકે? હું તો ચેતન છું–એમ તે નિર્ણય કરે છે.
છેવટે ભાવકર્મ પુણ્ય–પાપ આદિના ભાવો જે જીવે અજ્ઞાનથી પોતાના માન્યા
હતા તેને પણ ચૈતન્યથી જુદા સમજે છે,–અને વિકારરહિત આત્મતત્ત્વ પકડવાની તેને
ધૂન લાગે છે. વિકલ્પ હોવા છતાં તેનો નિષેધ કરીને, જ્ઞાનમાં ચૈતન્યજ્ઞાયક આત્માને
લક્ષમાં લઈ તેના અનુભવનો ઉદ્યમ કરે છે.....હું વિજ્ઞાનઘનસ્વરૂપ આત્મા, વિકલ્પરહિત
કેવો છું–તે તરફ જ્ઞાનને સન્મુખ કરવા ઉદ્યમ કરે છે.
હું તો ચૈતન્યચમત્કારરૂપ છું, એટલે કે સ્વપરને જાણનારો છુ; હું મને પોતાને
જાણતાં પરને જાણી લઉં તેવો ચમત્કારિક છું;–આમ અંદર ને અંદર ઊતરતો જાય છે
અને વિકલ્પરહિત આત્માનાં જ વિચારમાં લીન રહે છે... તેમ તેમ ચૈતન્યની શાંતિની
તેને ઝાંખી થતી જાય છે ને વિશ્વાસ આવે છે કે શાંતિનો કોઈ અગાધસમુદ્ર મારામાં
જ ભર્યો છે.
જે જીવ પહેલાંં પરવસ્તુમાં અહંબુદ્ધિ કરતો હતો તે હવે વિચાર દ્ધારા પોતાના
ચૈતન્યપુંજમાં અહંબુદ્ધિ કરે છે. હું ચિંદાનંદ છું, શુદ્ધ છું, બુદ્ધ છું, આનંદની ખાણ છું,
ચૈતન્યનું નૂર છું–તેવા નિર્મળ વિચારો આવ્યા કરે છે. જડનો કે અચેતન વિકલ્પોનો
મારી શુદ્ધ અનુભૂતિમાં પ્રવેશ નથી, તે તો ચૈતન્યની જાતથી જુદા છે.
આત્મસન્મુખ જીવને નિર્વિકલ્પ દશા થયા પહેલાંં, આત્માની એવી ધૂન ચડે છે કે
સૂક્ષ્મ વિકલ્પો પણ એને ભારરૂપ લાગ્યા કરે છે, ને ચેતનાને તેનાથી પણ જુદી કરીને
અંદર લઈ જવા મથે છે; તેમાં જ તેને સુખ દેખાય છે. મુમુક્ષુને વિકલ્પથી થાક લાગે ને
ચૈતન્યની કંઈક શાંતિ દેખાય ત્યારે જ તે નિર્વિકલ્પ થઈને અંદર જવાનો પ્રયત્ન કરેને?
સમ્યક્દર્શન પ્રગટ કરનાર જીવ પહેલાંં તો જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરે
છે. જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય તે વિકલ્પવડે નહિ પરંતુ જ્ઞાનવડે જ કરે છે. તે
આત્માર્થની સિદ્ધિમાં બાધક તેવા પરિણામોને ઉગ્રપણે છોડે છે. તેને બસ! એક
આત્માનો રસ પીવાની જ ધગશ લાગી છે. તેને આત્મસ્વરૂપ કેવું છે? તે સમજવાની જ
લગન લાગી છે. તેને એમ થાય છે કે અહા, જ્ઞાનીઓ જેનાં આટલા વખાણ કરે છે તે
આત્મદ્રવ્ય કેવું છે? તે ફરી ફરીને અંદર મંથન કરી કરીને પોતાના આત્મા