અફર રહે છે. તે આત્માર્થીનું કાર્ય અને ધ્યેય બસ, આત્માને સાધવો તે જ રહે છે. તે
આત્માનાં કાર્યથી ડગતો નથી. તે પોતાની બધી શક્તિને, જ્ઞાનને, ઉત્સાહને, પોતાના
સર્વસ્વને આત્મામાં જોડીને જરૂર આત્માર્થને સાધવામાં તત્પર થાય છે. તે સાચા
જ્ઞાનીને ઓળખવાનો પ્રયત્ન કરે છે; ને તે સાચા જ્ઞાની જે ભેદજ્ઞાનથી કહેવાણા તેના
જેવું ભેદજ્ઞાન લક્ષમાં લઈને તેનો પ્રયત્ન કરે છે. તે તેવા સાચા જ્ઞાની પાસેથી આત્માના
અનુભવનું વર્ણન અત્યંત પ્રીતિપૂર્વક સાંભળે છે, ને તેમાંથી પોતાના પ્રયોજનભૂત
જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરે છે.
કુદેવ–કુગુરુ–કુશાસ્ત્રને આત્માર્થી માને નહિ. આ રીતે નિર્ણય કરીને તે પોતાના
ઉપયોગને શુદ્ધસ્વભાવ તરફ ઢાળતો જાય છે.
તેવી તેને ધૂન ચડે છે; આત્માના ચિંતનમાં તેને સહજ જ આનંદતરંગ ઊઠે છે, ને
રોમાંચ ઉલ્લસિત થાય છે. આમ હજી સવિકલ્પદશા હોવા છતાં તેને સ્વભાવના
મહિમાનું લક્ષ વધતું જાય છે. ને તે જીવ શુદ્ધઆત્માના લક્ષના જોરે આત્મા તરફ
આગળ ને આગળ વધે છે. તેને હવે એક જ ખ્યાલ ઘૂમ્યા કરે છે કે હું આવો અદ્ભૂત
જ્ઞાનસ્વભાવી આત્મા છું. મારું જ્ઞાનતત્ત્વ વિકલ્પરૂપ નથી, અને જ્ઞેયઆશ્રિત મારું જ્ઞાન
નથી, જ્ઞાનસ્વરૂપ હું પોતે છું. આમ પોતાના પરિણામમાં જ્ઞાનસ્વભાવને સર્વતરફથી
નક્કી કરીને, તે બીજા બધાથી ભેદજ્ઞાન કરે છે ને અંદર ઢળે છે.
ચિન્માત્ર ભાસવા લાગે છે....ત્યારે સર્વ પરિણામ તે સ્વરૂપવિષે એકાગ્ર થઈ પ્રવર્તે છે;
ત્યારે તેને દર્શન–જ્ઞાનાદિકના, કે નય–પ્રમાણ આદિના વિકલ્પો વિલય થઈ જાય છે અને
અભેદ–અખંડ ચૈતન્યરસમય નિજસ્વરૂપનું લક્ષ થાય છે....કોઈ પરમ શાંતિના વેદન
સહિત પોતાનું સ્વરૂપ તેને જણાય છે અને શ્રદ્ધાય છે : અહા! આનંદધામ મારા આ
આત્મામાં કોઈ વિકલ્પની આકુળતા નથી. આવો સાક્ષાત્કાર થતાં, શુદ્ધ પરિણતિ