આત્માને શુભાશુભ ભાવો વર્તે છે તોપણ તેને અંદર તો શ્રદ્ધાન હોય જ છે કે ‘આ કાર્ય
મારાં નથી, પર વસ્તુનો હું કર્તા નથી; ને રાગ સાથે મારી ચેતનવસ્તુ એકમેક નથી. ’ તે
પોતાના જ્ઞાનને રાગ સાથે એકમેક નથી કરતો; સદાય બંનેને ભિન્ન જ જાણે છે. તે
રાગાદિને જુદા જાણતો થકો તેનો કર્તા થતો નથી પણ તેનો જ્ઞાતા જ રહે છે.
કેવળજ્ઞાનસ્વભાવ સાથે મિત્રતા કરી છે ને કેવળજ્ઞાનને સાદ પાડીને બોલાવ્યું છે.
જ્ઞાનીનું જ્ઞાન હંમેશા વિકલ્પોથી ને સંયોગોથી જુદું જ રહે છે. વિકલ્પ હોવા છતાં
વિકલ્પોથી ભિન્ન પરિણમતું આ જ્ઞાન એવું છે કે વિકલ્પાતીત થઈને જીવને ઠેઠ મોક્ષ
સુધી પહોંચાડે જ છે.