Atmadharma magazine - Ank 348
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 32 of 53

background image
: આસો: ૨૪૯૮ આત્મધર્મ : ૨૯ :
ભેદજ્ઞાન થતાં જીવ આસ્રવોથી પાછો વળે છે, બંધ ભાવથી છૂટી મોક્ષમાર્ગ તરફ
વળતોજાય છે. સમ્યક્જ્ઞાની અસાર અને અશરણ એવા સંસારથી પાછો વળે છે, ને
પરમસારભૂત શરણરૂપ એવા પોતાના જ્ઞાયકસ્વભાવ તરફ ઝૂકે છે. ભેદજ્ઞાન થતાં
ચૈતન્યપરમેશ્વર પુરાણપુરુષ પ્રકાશમાન થાય છે, અને અતીન્દ્રિય શાંતિસહિત જ્ઞાનજ્યોતિ
ઝળહળી ઊઠે છે. આવું સમ્યગ્દર્શન છે–તે આત્મા જ છે. આ સમ્યગ્દર્શન થતાં વિકલ્પ
તૂટીને ઉપયોગ સ્વતરફ વળે છે, એટલે ભેદજ્ઞાન થઈ પ્રમાણજ્ઞાન થઈ ગયું છે, પછી હવે
તેનો ઉપયોગ પર તરફ જાય ત્યારે પણ તે ભેદજ્ઞાન–પ્રમાણ તો સાથે ને સાથે જ વર્તે છે.
વિકલ્પથી છૂટું પડીને ચેતન્યમાં તન્મય થયેલું જ્ઞાન ફરીને કદી વિકલ્પમાં એકમેક થતું
નથી, છુટું ને છુટું રહે છે તેથી તેને મુક્ત કહ્યું છે:
स हि मुक्त एव.’
આ તો ધર્મીની અંતરની વાતો થઈ; પરંતુ બાહ્યના કષાયો પણ ઘણા નરમ પડી
ગયા હોય છે, સાત વ્યસનનો ત્યાગ હોય છે, બાહ્ય સંયોગોથી તેવું ચિત્ત ઉદાસ રહે છે,
ચૈતન્યની પરમશાંતિ પાસે પુણ્ય–પાપના ભાવો તેને ભઠ્ઠી જેવા લાગે છે. સમ્યક્દ્રષ્ટિને
ઓળખાણપુર્વક જેવું બહુમાન સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર ઉપર હોય તેવું મિથ્યાદ્રષ્ટિને હોતું
નથી. સમ્યગ્દ્રષ્ટિના વ્યવહારપરિણામ પણ ચારે પડખેથી મેળવાળા હોય છે.
સમ્યક્દર્શનની સાથે તેનામાં નિઃશંકતા, નિઃકાંક્ષા, સાધર્મીપ્રેમ, ધર્મપ્રભાવના
વગેરે આઠ અંગો પણ અપૂર્વ હોય છે. તેને આત્માના સ્વભાવમાં નિઃશંકતાને લીધે
મૃત્યુ વગેરે સંબંધી સાત ભય હોતા નથી. જ્ઞાનચેતનારૂપ થયેલો હોવાથી તે કર્મોને તેમ
જ કર્મનાં ફળને પોતાથી અત્યંત ભિન્ન જાણે છે.
આવા અપૂર્વ મહિમાવંત સમ્યગ્દર્શનની જેને શરૂઆત થઈ તે ઈષત્સિદ્ધ છે અને
તે પુર્ણતાની એટલે કે સિદ્ધ દશાની પ્રાપ્તિ કરાવે છે.
`આવું સમ્યક્દર્શન પામેલ સર્વે આરાધકોને કોટી–કોટી વંદન.
આતમદેવ સુંદરી છે,
સુંદર ને વળી સુખી છે;
મિત્રો માની લેજો સર્વે,
કે વ ળી ની વા ત છે .
આ કેવળીનાં કહેણ છે,
જેમાં અમૃત વહેણ છે;
સ્વીકારી તું આજ લે,
તો મુક્તિ તારી કાલ છે.