Atmadharma magazine - Ank 348
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 34 of 53

background image
: આસો: ૨૪૯૮ આત્મધર્મ : ૩૧ :
અગર તો વિશેષતા કરી એકાંતમાં આત્મચિતન કરવાની હોય છે. આવી બહારની
પણ તેથી પ્રવૃત્તિ હોય છે અને અંતરમાં સ્વભાવના રસનું ઘોલન હોય છે. આવા
જીવને પ્રથમ ઉપશમ સમ્યક્ત્વ થાય છે, પછી ક્ષયોપશમ અને ક્ષાયિક સમ્યક્ત્વ થાય
છે. પછી અલ્પકાળમાં તે સંસારપરિભ્રમણથી છૂટીને સમ્યક્ત્વના પ્રતાપે અપૂર્વ
મોક્ષસુખ પામે છે. માટે મોક્ષાર્થીએ આવા સમ્યક્ત્વની ભાવના ભાવવી, અને સર્વ
ઉધમથી તે પ્રગટ કરવું.
• • •
હવે, શ્રાવકોએ પહેલાંં તો સુનિર્મલ સમ્યક્ત્વ પ્રગટ કરવું. અત્યંત નિર્મળ અને
મેરૂસમાન નિષ્કંપ એવું સમ્યગ્દર્શન પ્રગટ કરીને તેનું નિરંતર ધ્યાન કરવું. ચલ મલ
અને અગાઢ દોષરહિત એવું અચલ નિર્મળ અને દ્રઢ સમ્યગ્દર્શન પ્રગટ કરીને દુઃખના
ક્ષય માટે તેને જ ધ્યાનમાં ધ્યાવવું. જેમ મહા સંવર્તક વાયરાથી પણ મેરૂપર્વત ડગતો
નથી તેમ જગતની ગમે તેવી પ્રતિકૂળતાથી પણ સમ્યગ્દ્રષ્ટિનું શ્રદ્ધાન ડગે નહિ; દેવો
પરીક્ષા કરવા આવે તોપણ સમ્યક્ત્વથી ડગે નહિ. શ્રાવકે આવું દ્રઢ સમ્યક્ત્વ ગ્રહણ
કરી નિર્વિકલ્પ આનંદનો ફરીફરી અનુભવ કરવો,–જેથી દુઃખનો ક્ષય થાય. દુઃખનો ક્ષય
કરવા અચલપણે દ્રઢપણે સમ્યક્ત્વને નિરંતર ધ્યાવો–એટલે કે શુદ્ધ આત્માને ધ્યાવો.
ગૃહસ્થપણામાં જે ક્ષોભ–કલેશ–દુઃખ હોય તે આવા સમ્યક્ત્વના પરિણમનવડે નાશી
જાય છે. જુઓ, આ દુઃખના નાશનો ઉપાય! આવું સમ્યકત્વ પ્રાપ્ત થવાથી ધર્મ થાય
છે, ને આત્મામાં નિર્મળતા વધતી જાય છે. ગમે તેવા ઉપસર્ગો આવી પડે પણ આવા
સમ્યક્ત્વથી અંદર શુદ્ધાત્મા ઉપર જ્યાં નજર કરે ત્યાં ધર્માત્મા આખા સંસારને ભૂલી
જાય છે. આવું સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી તેણે પણ સર્વજ્ઞઅનુસાર સર્વે વસ્તુનું સ્વરૂપ
યથાર્થ જાણ્યું છે, તેથી હવે બહારનાં કોઈ પણ કાર્યો બગડે કે સુધરે પણ તે પોતાના
સમ્યક્ત્વથી ડગતો નથી. આવી સમ્યક્ત્વની નિષ્કંપતાવડે નિશંકપણે યથાર્થ
વસ્તુસ્વરૂપ ચિંતવે છે કે સર્વજ્ઞદેવે વસ્તુનું સ્વરૂપ જે રીતે જાણ્યું છે તે જ રીતે તેનું
પરિણમન થાય છે; કોઈ તેને ફેરવવા સમર્થ નથી. માટે તેના પરિણમનમાં ઈષ્ટ–
અનિષ્ટપણું માનીને રાગ–દ્ધેષી થવું તે નિરર્થક છે. પરનું પરિણમન પરને આધારે છે,
તેમાં મને કંઈ ઈષ્ટ કે અનિષ્ટ નથી, એટલે તેમાં ક્્યાંય રાગ–દ્ધેષ કરવાનું મારું કામ
નથી, હું તો માત્ર જ્ઞાનસ્વભાવી છું. આવી વસ્તુના સ્વરૂપની ભાવનાથી દુઃખ મટે છે,–
તે પ્રત્યક્ષ અનુભવગોચર છે. માટે શ્રાવકે દુઃખના ક્ષયના અર્થે સમ્યક્ત્વ ગ્રહણ કરીને
મેરૂ જેવી દ્રઢતાથી તેને નિરંતર ભાવવું, ધ્યાવવું. ગૃહસ્થપણામાં રહેલા શ્રાવકે પણ
ચૈતન્યનું નિર્વિકલ્પ ધ્યાન કરવું–જેથી