નથી. આવું સમ્યક્ત્વરૂપે પરિણમન કરી રહેલ જીવનાં દુષ્ટ અષ્ટ કર્મોનો ક્ષય થાય છે.
જુઓ, આ સમ્યક્ત્વનું સામર્થ્ય! સમ્યક્ત્વ થતાં અનંતાકર્મો ખરવા માંડે છે, ગુણશ્રેણી
નિર્જરા શરૂ થાય છે. મોક્ષને માટે તેને આત્માનું જ અવલંબન રહ્યું. મિથ્યાત્વનું મૂળ
કપાઈ ગયું. મોક્ષનું બીજ રોપાયું ને અંકૂરા ફૂટયા. કર્મો તરફનું વલણ ન રહ્યું એટલે
કર્મો નિર્જરતાં જાય છે. આવી રીતે મિથ્યાત્વરૂપી બીજ નાશ થયું ત્યાં કર્મનું વિષવૃક્ષ
અલ્પકાળમાં સુકાઈ જાય છે. અનંતાનુબંધીના કષાયો તો નષ્ટ થયા, બાકીનાં કષાયો
પણ ઘણા મંદ થઈ ગયા. તેને ક્રમે–ક્રમે શુદ્ધતા વધતી જાય છે, ને અનુક્રમે ચારિત્ર તથા
શુક્લધ્યાનનો સહકાર મળતાં સર્વે કર્મો નષ્ટ થઈ, કેવળજ્ઞાન અને મોક્ષ પ્રગટે છે. આ
બધો સમ્યગ્દર્શનનો મહિમા છે. જેને સમ્યગ્દર્શન થયું તેના મોક્ષના દરવાજા ખુલી ગયા.
જે ઉત્તમપુરુષો પૂર્વે મહિમા છે છે. જેને સમ્યગ્દર્શન થયું તેના મોક્ષના દરવાજા ખુલ્લી
ગયા. જે ઉત્તમપુરુષો પૂર્વે સિદ્ધિ પામ્યા છે, અત્યારે પામે છે, અને ભવિષ્યમાં પામશે તે
બધું આ સમ્યક્ત્વનું જ માહાત્મય જાણી, સમ્યક્ત્વને જ સિદ્ધિનું મૂળકારણ જાણી, તેને
પ્રાપ્ત કરી, તેમાં જ એકાગ્રતા કરવી. આ સમ્યગ્દર્શન ધર્મનું બીજ છે, કલ્પવૃક્ષ છે,
ચિન્તામણિ છે. કામધેનું છે. છ ખંડના રાજવૈભવ વચ્ચે રહેલા ચક્રવર્તી પણ આવા
સમ્યગ્દર્શનની આરાધના કરે છે. સમ્યક્ત્વી જાણે છે કે અહો, મારી ઋદ્ધિ–સિદ્ધિ મારા
ચૈતન્યમાં છે. જગતની ઋદ્ધિમાં મારી ઋદ્ધિ નથી. જગતથી નિરપેક્ષપણે મારામાં જ મારી
સર્વે રિદ્ધિ–સિદ્ધિ ભરેલી છે.
અંતરકી લક્ષ્મી સો અજાચી લક્ષપતી હૈ;
દાસ ભગવંતકો ઉદાસ રહે જગત સો.
સુખીઆ સદૈવ ઐસે જીવ સમકિતી હૈ:
ચૈતન્યલક્ષ્મીનો હું સ્વામી છું. જગત પાસેથી કાંઈ લેવું નથી. તે જિન ભગવાનનો દાસ
છે. અને જગતથી ઉદાસ છે. સમ્યગ્દર્શન જ ધર્મના સર્વે અંગોને સફળ કરે છે. ક્ષમા–
જ્ઞાન–આચરણ વિગેરે સમ્યગ્દર્શન વગર ધર્મ નામ પામતાં નથી. સમ્યગ્દર્શન વગરનું
જ્ઞાન તે અજ્ઞાન છે, આચરણ તે મિથ્યાચારિત્ર છે, અને ક્ષમા તે અનંતાનુબંધી
ક્રોધસહિત છે;–માટે સમ્યગ્દર્શનથી જ ક્ષમા–જ્ઞાન–ચારિત્ર વગેરેની સફળતા છે.