Atmadharma magazine - Ank 348
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 44 of 53

background image
: આસો: ૨૪૯૮ આત્મધર્મ : ૪૧ :
નાના બાળકોની કલમે.અને.વિવિધ સમાચાર
[આ પત્રો નથી,–આ તો બાળકોના હદયથી ઉર્મિઓ છે. આત્મધર્મ વાંચીને
નાના બાળકોના હદયમાં પણ ધર્મની કેવી ઉર્મિઓ ઊછળે છે! તે જોઈને
મુમુક્ષુઓને આનંદ થશે.
]
‘એકગામ’થી કમલેશકુમાર લખે છે કે આ ભાદરવા માસનો અંક
અમારા હાથમાં આવતાં જ પહેલાંં પાને અમારા ગામમાં જ જન્મેલ મહાન ધર્માત્માનો
ફોટો જોયો અને અમને ઘણો જ આનંદ થયો..... તેઓ પણ ધર્મની વૃદ્ધિ કરનારા છે.
અને સાથે જ ત્રીજો કોયડો પણ અમારા ગામમાં વિચરેલા ને ધર્મની વૃદ્ધિ કરનારા
ભગવાનનો પૂછયો....તે ભગવાનના નામ ઉપરથી તો અમારા ગામનું નામ પડ્યું
છે...તેથી તે ભગવાન પ્રત્યે અમને ખૂબ જ બહુમાન ઊભરાય છે. (પત્ર લખનાર
બાળક કથા ગામના છે એ તો પત્ર ઉપરથી શોધી લેવાય તેવું છે.)
રાજકોટથી જિનેશ જૈન લખે છે કે ‘અમે નાનકડા સિદ્ધ’ નું નાટક અમને
બહુ ગમ્યું.
મોરબીથી હર્ષદ જે. દોશી લખે છે : નિશાળેથી છૂટતાં તરત જ આત્મધર્મ
જોયું–વાંચ્યું, ઘણો જ આનંદ થયો. આત્માને મોક્ષમાં જવા માટે સત્યમાર્ગ બતાવનારું
પુસ્તક વાંચીને કોને આનંદ ન થાય? વળી કોયડા પૂછયા તેથી ઘણો આનંદ થયો છે.
અહીં પર્યુષણમાં ખૂબ જ આનંદ આવ્યો. ભગવાનની રથયાત્રા વગેરેમાં ખૂબ ઉત્સાહથી
ભાગ લીધો. અહીં પાઠશાળામાં પણ ઉત્સાહ આવે છે. કંઈ પણ થાય ત્યારે શરીરથી
જુદો આત્મા યાદ આવે છે. હું તો આનંદનો પિંડ છું.....મારું કામ તો જ્ઞાન–દર્શન–
ચારિત્ર છે.
खैरागढ (. प्र.) થી પર્યુષણના ઉત્સાહભર્યા સમાચારમાં લખે છે કે
પર્યુષણમેં ઈસ વકત જુલૂસ બહુત જોરદાર નીકલા થા જિસમેં એકહજાર લોગોંને ભાગ
લિયા, શાસ્ત્રપ્રવચન–પૂજન–ધાર્મિક કલાસ આદિકા ભરચક કાર્યક્રમ રહતા થા.
સુરેન્દ્રનગરથી હર્ષદ જૈન લખે છે કે–અમે આત્મધર્મની વરસાદની જેમ
રાહ જોઈએ છીએ, અને તેમાં આવતી ધાર્મિક વાર્તાઓ બહુ જ ગમે છે. મને એમ થાય
છે કે માસીકને બદલે પંદર દિવસે આત્મધર્મ વાંચવા મળે તો કેવી મજા આવે.