Atmadharma magazine - Ank 348
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 46 of 53

background image
: આસો: ૨૪૯૮ આત્મધર્મ : ૪૩ :
ભોપાલથી વીતરાગવિજ્ઞાન પાઠશાળાના મંત્રી શ્રી રાજમલજી જૈન લખે
છે કે પર્યુષણ દરમિયાન ‘મહારાણી ચેલણા’ નું ધાર્મિક નાટક કુમારી મંજુબેન
સોગાનીના નિર્દેશનપૂર્વક પાઠશાળાના બાળકોએ અનુપમ ઢંગથી રજુ કર્યું. સમાજના
પ્રતિષ્ઠિત આગેવાનો સહિત સમસ્ત સમાજે નાટકના ગંભીર ભાવો, તત્ત્વચર્ચા અને
ધાર્મિક દ્રઢતા દેખીને ભૂરી ભૂરી પ્રશંસા કરી. જૈનધર્મમાં કેટલી સાર્થકતા અને ગંભીરતા
ભરેલી છે તે આ નાટક દ્ધારા પ્રસ્તુત થયું.
વીંછીયામાં પર્યુષણ પર્વ આનંદથી ઊજવાયા હતા. જૈન પાઠશાળા પણ
ચાલે છે; અને પાઠશાળાના બાળકોએ સુંદર ધાર્મિક સંવાદ (બીજ ઊગી, પૂનમ હોગી)
કરેલ હતો.
આફ્રિકા–નૈરોબીના સમાચાર છે કે–દશલક્ષણી પર્વ ખૂબ જ આનંદપૂર્વક
ઉજવેલ છે. સવારમાં જિનેન્દ્રદેવનો અભિષેક, સમૂહપૂજન તથા એક કલાક
શાસ્ત્રવાંચન રાખવામાં આવેલ, તેમાં સૌને બહુ જ ઉત્સાહ આવે છે. બપોરે ૩ાા થી ૪ાા
તથા સાંજે ૬ાા થી ૯ા સુધી ધાર્મિક કાર્યક્રમો રાખેલ હતા. સંખ્યા ઘણી થતી અને
બધાને બહુ જ આનંદ આવતો હતો; વાંચન અને ભક્તિમાં સૌ ઉત્સાહથી રસ લેતા.
દરરોજ પ્રભાવના થતી. (આફ્રિકાના ઉત્સાહી મુમુક્ષુ ભાઈ–બહેનો દૂર દૂર દેશમાં પણ
જે જિજ્ઞાસા અને ધાર્મિક પ્રવૃત્તિનો ઉત્સાહ ધરાવે છે તે પ્રશંસનીય છે...આફ્રિકાના
બાલબંધુઓ! તમે પણ આત્મધર્મના બાલવિભાગમાં ભાગ લ્યો, ને કોયડા વગેરેના
જવાબો લખી મોકલો. તમારા જવાબો વેલામોડા આવશે તોપણ સ્વીકારીશું....ને
ઈનામ પણ મોકલીશું. તો હવે ભૂલતા નહીં હો!)
* અમે તો વીરતણાં સંતાન, અમારે ભણવા જૈનસિદ્ધાંત *
સોનગઢમાં જૈન પાઠશાળા ખૂબ ઉત્સાહપૂર્વક ચાલે છે; બાળકો માંદા હોય તોપણ
પાઠશાળાએ ભણવા જવાની રઢ ચુકતા નથી. નાનકડા બાલૂડાં ભેગાં થઈને અમે તો
વીરતણાં સંતાન અમારે ભણવાં જૈન સિદ્ધાંત વગેરે ધર્મગીતોથી આસપાસનું વાતાવરણ
ગજાવી રહ્યા હોય, અને ‘મારે જોવો આત્મદેવ કેવો હશે’ ની ભાવના ભાવી રહ્યા હોય–
તે દશ્યો દેખીને આનંદ થાય છે. ઠેરઠેર પાઠશાળા ચાલુ થાય ને બાળકોને ઉત્તમ સંસ્કાર
મળે તે અત્યંત જરૂરી છે.