Atmadharma magazine - Ank 348
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 47 of 53

background image
: ૪૪ : આત્મધર્મ : આસો: ૨૪૯૮
બાળકો–યુવાનો–વડીલો! જ્યારે વીરનાથભગવાનના મોક્ષનો અઢીહજારમો
મહાન ઉત્સવ ઝડપથી નજીક આવી રહ્યો છે ત્યારે નીચેની ચાર વાતનું પાલન અને
પ્રચાર વધુમાં વધુ કરવું જરૂરી છે–જેથી ઉત્તમ સંસ્કારોવડે જીવન શોભી ઊઠે–
(૧) હંમેશા ભગવાનનાં દર્શન કરવા. (મંદિર ન હોય ત્યાં ભાવથી યાદ કરીને
ભગવાનના દર્શન કરવા.)
(૨) હંમેશાંં તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરવો, શાસ્ત્રવાંચન કરવું.
(૩) રાત્રિભોજન કરવું નહીં, કેમકે તેમાં ત્રસહિંસાનો વિશેષ દોષ છે.
(૪) સીનેમા જોવી નહીં; લૌકિક સીનેમા જોવાથી વિષય–કષાયના કુસંસ્કાર પડે
છે.
આવો, આપણે સૌ એકતાલથી હરેક પ્રકારે વીરશાસનની સેવા કરવા કટિબદ્ધ
બનીએ...ને ઊંચા ધર્મસંસ્કારવડે આત્માને મહાવીર પ્રભુના ઉન્નત માર્ગે લઈ જઈએ.
કલકત્તામાં–શનિ–રવિના દિવસે બાળકોની પાઠશાળા ચાલે છે તેમાં
પચાસ ઉપરાંત બાળકો ઉત્સાહથી ભાગ લ્યે છે. પાઠશાળાનું સંચાલન પણ બાળકો જ
કરે છે, ને વડીલો તરફથી તેમને પ્રોત્સાહન મળે છે. કલકત્તા જેવા શહેરમાં બાળકો
દ્ધારા પાઠશાળાનું સંચાલન થઈ રહ્યું છે તે પ્રશંસનીય છે. બાળકો ધાર્મિક ઉત્સાહમાં
આગળ વધે એવી શુભેચ્છા.
ફત્તેપુરની પાઠશાળાના બાળકો ખૂબ ઉત્સાહથી લખે છે કે આનંદની
અદ્ભૂત વાતો આત્મધર્મ દ્ધારા મળતાં આનંદ થાય છે. અમે પાઠશાળા કેટલાક
બાળકોએ નક્કી કર્યું છે કે દીવાળીમાં ફટાકડા ફોડશું નહીં. બીજા બાળકો પણ
તેનુંઅનુકરણ કરજો. કેમકે દીવાળી એ તો આપણા મહાવીરભગવાનના મોક્ષનો મહાન
દિવસ છે; તે દિવસે તો મોક્ષની ભાવના હોય–કે ફટાકડા ફોડવાનું હોય?
જયપુર દ્ધારા સંચાલિત વીતરાગ–વિજ્ઞાનપાઠશાળઓના પાઠ ક્રમમાં
અગઉના નિર્ણય મુજબ જૈનબાળપોથી ભાગ ૧ અને ૨ પણ દાખલ કરવામાં આવેલ
છે. દરેક પાઠશાળાઓમાં તે ચાલશે અને તેની પરીક્ષાઓ જયપુરના પરીક્ષાબોર્ડદ્ધારા
આ વર્ષથી લેવામાં આવશે. (આ જૈનબાળપોથીની એક લાખ કરતાં વધુ પ્રતો ચાર
ભાષામાં છપાઈ ચુકી છે.)