Atmadharma magazine - Ank 348
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 48 of 53

background image
: આસો: ૨૪૯૮ આત્મધર્મ : ૪૫ :
* ત્રણ ભગવન *
ગતાંકમાં જે ત્રણ ભગવાન શોધવાનો પ્રશ્ન પૂછેલ, તેના જવાબ નીચે મુજબ છે :–
(૧) અરિહંત :– તેઓ ચાર અક્ષરના ભગવાન છે, ‘નમો અરિહંતાણં’ માં
આપણે તેમને રોજ યાદ કરીએ છીએ. તેમના પહેલા બે અક્ષર ‘અરિ’ એટલે શત્રુ, પણ
છેલ્લા બે અક્ષર ‘હંત’ તે મોહશત્રુને હણી નાંખે છે. મોહને હણનારા હોવા છતાં
ભગવાન અરિહંતદેવ પરમ અહિંસક છે.
(૨) સિદ્ધ :– બે અક્ષરના આ ભગવાન કદી ખાતા નથી, કદી બોલતા નથી,
કદી ચાલતા નથી; તેમને શરીર પણ નથી; તે ચૈતન્યબિંબ સિદ્ધભગવાન આપણને
આંખેથી દેખાતા નથી, છતાં ‘નમો સિદ્ધાણં’ કહીને આપણે નમસ્કારમંત્રમાં તેમને રોજ
યાદ કરીએ છીએ.
(૩) વર્દ્ધમાન : ચાર અક્ષરના આ ભગવાન ધર્મની વૃદ્ધિ કરનારા છે; છેલ્લા બે
અક્ષર એટલે માન, તે તેમની પાસે નથી, ભગવાન તો નિર્માન છે. પહેલો અક્ષર ‘વ’
છેલ્લો અક્ષર ‘ન’–એવા વનમાં તેઓ મુનિદશા વખતે રહેતા હતા. છેલ્લો અક્ષર ‘ન’
અને પહેલો અક્ષર ‘વ’ એટલે ‘નવ’ ૯; તેમાં ૧પ ઉમેરતાં ૨૪ થયા; તે ચોવીસમાં
તીર્થંકર વર્દ્ધમાન સ્વામીને નમસ્કાર હો. (વર્દ્ધમાન શબ્દમાં જોડીયા અક્ષર છે –પણ
કોયડાની સગવડતા ખાતર તેમાં ચાર અક્ષર ગણ્યા હતા.)
આ ધાર્મિક પ્રશ્નમાં એકંદર ૬૦૦ ઉપરાંત બાળકોએ ખૂબ જ ઉમંગથી ભાગ
લીધો છે, ને ફરીફરીને આવા ધાર્મિક પ્રશ્નોત્તર આપવા માંગણી કરી છે. જવાબ
મોકલનારા બાળકોને ભેટપુસ્તકો મોકલાઈ ગયા છે. આ પુસ્તકો પોરબંદરના કોઠારી
બ્રધર્સ તફરથી, (તેમના માતુશ્રી કસુંબાબેન ભૂરાલાલના સ્મરણાર્થે), તથા બોટાદના
મંજુલાબેન શિવલાલ ગાંધીના સ્મરણાર્થે હીરાબેન તરફથી આપવામાં આવ્યા છે.
બંધુઓ, આ વખતે માત્ર એક જ નવો પ્રશ્ન પુછવાનો છે...
સાડાપાંચ અક્ષરની એક વસ્તુ; ઘણી સરસ; એને જોતાં જ તમને આનંદ
થાય...... એના સાડાપાંચ અક્ષરમાંથી પહેલાંં બે અક્ષર તો તમારી પાસે પણ છે.... ત્રીજો
અક્ષર જીવનમાં સૌથી પહેલો છે.....અને છેલ્લા અઢી અક્ષર જેની પાસે હોય તે
સૌભાગ્યવાન ગણાય છે–એ વસ્તુ માત્ર અમારા સોનગઢમાં જ છે, બીજે ક્્યાંય નથી.....
એ વસ્તુનું ચિત્ર તમારા ઘરમાં પણ જરૂર હશે..... કહો જોઈએ–કઈ છે તે સુંદર વસ્તુ?