Atmadharma magazine - Ank 348
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 53

background image
: ૨ : આત્મધર્મ : આસો: ૨૪૯૮
મારું લક્ષણ જ્ઞાનચેતના
આત્મા જ્ઞાની થયો તેનું લક્ષણ શું? તે જ્ઞાની કયા
ચિહ્નથી ઓળખાય? તે સમજાવતાં આચાર્યદેવ કહે છે કે–
જડ કર્મો કે શરીરાદિ તો તદ્ન જુદાં છે; તે તરફનો ભાવ,
એટલે કે કર્મચેતના કે કર્મફળચેતના તે બંનેથી ભિન્ન
જ્ઞાનસ્વભાવને છે. જ્ઞાનચેતનાને ઓળખતાં જ જ્ઞાની
સાચા સ્વરૂપે ઓળખાય છે. આવી ઓળખાણ કરનાર
જીવને પોતામાં પણ જ્ઞાનચેતના પ્રગટે છે. જેણે
જ્ઞાનચેતના પ્રગટી તેણે અનંત જ્ઞાનીઓને ઓળખીને
તેમની અભેદભક્તિ કરી. જ્ઞાનીની આવી જ્ઞાનચેતાનાનું
અદ્ભૂત–આનંદકારી વર્ણન ગુરુદેવના આ પ્રવચનમાં
આપ વાંચશો. (સમયસાર ગાથા ૭પ)
* ધર્મી જાણે છે કે મારું લક્ષણ જ્ઞાનચેતના છે. જ્ઞાનચેતનામાં અજ્ઞાનમય
રાગાદિભાવોનું કે કર્મોનું કર્તાપણું જરાય નથી, અત્યંત જુાદાઈ છે.
* ચેતના વગરના રાગાદિભાવોને મારી ચેતના સાથે તન્મયતા કેમ હોય?
એટલે, રાગાદિભાવો–કે જેમનામાં ચેતનપણું નથી, તેમને મારી ચેતના સાથે
વ્યાપકધ્યાપ્યપણું નથી, તેથી તે મારી ચેતનાનું કાર્ય નથી.
* કર્મચેતના, કે કર્મફળચેતના એ બંને વગરની જ્ઞાનચેતના, તે જ્ઞાનચેતના સાથે
મારા આત્માનું તન્મયપરિણમન છે–એમ ધર્મી પોતાને જ્ઞાનચેતનારૂપ અનુભવે છે.
* અહીં બે જ ભાગ પાડીને ધર્મીનું ચિહ્ન સમજાવ્યું છે : એક તો જ્ઞાનીના
લક્ષણમાં જે સમાય તે ભાગ; અને બીજો જ્ઞાનીના લક્ષણથી જે બહાર રહે તે ભાગ.