Atmadharma magazine - Ank 348
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 53

background image
: આસો: ૨૪૯૮ આત્મધર્મ : ૩ :
જ્ઞાનીના લક્ષણમાં જે સમાય તે ‘ચેતનભાવ’ છે.
જ્ઞાનીના લક્ષણમાં જે ન સમાય તે ‘અચેતનભાવ’ છે.
–રાગ હો કે કર્મ હો, –તે બધાને અચેતન તરીકે એકપણું છે, તે કોઈને
ચૈતનલક્ષણ સાથે એકપણું કે કર્તાકર્મપણું નથી.
* જે આત્મા જ્ઞાનચેતનારૂપે પરિણમે છે તે જ્ઞાની છે. તે જ્ઞાની રાગને જાણે છે
ત્યારે, તે રાગને જ્ઞાનના કાર્યરૂપે નથી જાણતા, પણ જ્ઞાનથી અત્યંત ભિન્નપણે તેને
જાણે છે. ત્યાં રાગથી જુદું એવું જે જ્ઞાન છે તે જ્ઞાનને જ પોતાના કાર્યપણે કરતો થકો
ધર્મીજીવ જ્ઞાનના જ કર્તાપણે પોતાના આત્માને જાણે છે. આત્મા જ્ઞાનસ્વભાવ છે, તેનું
કાર્ય (તેનું રહેવાનું સ્થાન, વ્યાપ્ય) તો જ્ઞાનમય હોય, રાગમય ન હોય.
‘જ્ઞાનમય’ કાર્ય કહેતાં તેમાં જ્ઞાન સાથેના આનંદ વગેરે અનંતગુણના
નિર્મળભાવો આવી જાય છે, પણ તેમાં જ્ઞાનથી વિરુદ્ધ એવા રાગાદિ કોઈ ભાવો આવતા
નથી, તેથી તેમને અચેતન કહ્યા છે. જ્ઞાનચેતનામાં સમાય તે બધું ચેતન, ને
જ્ઞાનચેતનામાં જે ન સમાય તે બધું અચેતન; તેમાં જ્ઞાની જ્ઞાનચેતનારૂપ થઈને તેને જ
કરે છે, ને તે જ્ઞાનચેતનાથી બાહ્ય એવા રાગાદિ અચેતનભાવોને ધર્મીજીવ પોતાના
કાર્યપણે કરતો નથી. –આવું જે રાગથી ભિન્ન જ્ઞાનચેતનારૂપ પરિણમન છે તે જ
જ્ઞાનીનું ચિહ્ન છે.–આવા ચિહ્નથી જ્ઞાનીને જે ઓળખે તેને જ્ઞાન અને રાગનું ભેદજ્ઞાન
જરૂર થઈ જાય છે.
જ્ઞાન અને રાગ–બન્નેની જાત જ જુદી, તેમને એકબીજામાં ભેળસેળ
(વ્યાપ્યવ્યાપકતા) કેમ હોય? ધર્મીને જ્ઞાનચેતનાનું જે વેદન છે તેમાં રાગનું વેદન
જરાય નથી. વાહ, ભેદજ્ઞાનવડે બે ભાગલા જ પાડી દીધા: એકકોર જ્ઞાનચેતનારૂપ
પરિણમતું જીવદ્રવ્ય; બીજીકોર અચેતનરૂપ પુદ્ગલદ્રવ્ય. હવે રાગ–દ્ધેષ–ક્રોધાદિ જે કોઈ
ભાવો જ્ઞાનચેતનામાં ન સમાય તે બધા ભાવોને અચેતન ગણીને પુદ્ગલદ્રવ્યમાં જ
નાંખી દીધા. રાગાદિ કોઈ ભાવો,–જેનાથી તીર્થંકરાદિ કર્મપ્રકૃતિ બંધાય તે ભાવ અને તે
તીર્થંકરપ્રકૃતિ પણ–જ્ઞાનચેતના સાથે તન્મય નથી, તેથી તે જ્ઞાનીનું કાર્ય નથી, તે તો
જ્ઞાનથી ભિન્ન હોવાથી અચેતન છે, તેનો સમાવેશ પુદ્ગલમાં થાય છે.–આમ ભેદજ્ઞાન
વડે બે ભાગ પાડીને જ્ઞાન અને રાગને જુદા જાણે, ત્યારે જ જ્ઞાનચેતનારૂપ થયેલા
જ્ઞાનીને ખરેખર ઓળખી શકાય છે. જ્ઞાનીના જ્ઞાનમાં રાગનું કર્તાપણું કેમ નથી અને તે
રાગને ‘અચેતન’ કેમ કહ્યો–એ વાત ભેદજ્ઞાન વડે જ સમજાય તેવી