Atmadharma magazine - Ank 348
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 51 of 53

background image
: ૪૮ : આત્મધર્મ : આસો: ૨૪૯૮
પરમાત્મતત્ત્વ વીતરાગી સંતોના હૃદયમાં પ્રગટ્યું, તેમાંથી નીકળેલી આ
વાણી (સમયસાર–નિયમસાર વગેરે) છે, તે પરમગામ છે. તે
પરમાગમ એમ પ્રકાશે છે કે અહો! આનંદના દરિયામાં મગ્ન આ સહજ
પરમાત્મતત્ત્વ છે તે સંતોના જ્ઞાનમાં જયવંતપણે વર્તી રહ્યું છે. અહા,
આવું આનંદમય તત્ત્વ છે, તે વિષયસુખોમાં લીન જીવોને મહા દુર્લભ
છે....બાહ્યદ્રષ્ટિ વડે તે પ્રાપ્ત થાય તેવું નથી; વિષયોથી પાર અતીન્દ્રિય
આનંદમય તત્ત્વ છે તે તો અંર્તદ્રષ્ટિ વડે જ્ઞાનીઓને જ સુલભ છે.
જ્ઞાનીના જ્ઞાનમાં આ ચૈતન્યતત્ત્વ કોતરાઈ ગયું છે. જ્ઞાનીના હદયમાં
પોતાની પર્યાયમાં જયવંત પણે પ્રગટ્યું તે અપૂર્વ મંગળ છે.
પ્રવચન પછી ગુરુદેવે મંગલ હસ્તમાં ચાંદીનું ટાંકણું લઈને
वंदित्तु सव्वसिद्धे નો પહેલો મંગલઅક્ષર કોતર્યો ત્યારે એવા જોરદાર
હર્ષનાદથી સ્વાધ્યાયમંદિર ગાજી ઊઠયું કે કુંદકુંદપ્રભુએ પણ તે સાંભળ્‌યા
હશે....ગુરુદેવના રોમરોમમાં પરમાગમ પ્રત્યેની ભક્તિ–ઉર્મિઓ
ઊછળતી હતી. આ પ્રસંગે પૂ. બેનશ્રી ચંપાબેનના મંગલ હસ્તે પણ
કોતરવાનું મુહુર્ત થયું હતું. (ભાઈશ્રી ચંદ્રકાંત હરિલાલ દોશી ચાંદીના
હથોડી–ટાંકણું કરાવી ગયા હતા....ને ગુંરુદેવના સુહસ્તે જ્યારે આ
મંગલપ્રસંગ થાય તે વખતે પોતાના તરફથી રૂા. પાંચહજાર એક
આપવાનું જાહેર કરી ગયા હતા. આ પ્રસંગની ખુશાલીમાં મુમુક્ષુઓ
તરફથી બીજી પણ અનેક રકમો ઉત્સાહથી જાહેર કરવામાં આવી હતી.)
આજનો પ્રસંગ આનંદનો પ્રસંગ હતો.....પરમાગમનો પરમહિમા
સર્વત્ર પ્રસિદ્ધ થઈ રહ્યો હતો. ગુરુદેવદ્ધારા આવા વીતરાગી
પરમાગમની પ્રાપ્તિથી મુમુક્ષુઓ પોતાને ધન્ય માનતા હતા. અહા,
આપણા કોઈ સાતિશય પરમ મહાભાગ્યે પ્રાપ્ત થયેલ સમયસારાદિ
પરમઆગમ, તેનું હાર્દ ખોલીખોલીને ગુરુદેવે આપણને શુદ્ધાત્મા
દેખાડયો છે, તો પરમાગમોને આરસમાં કોતરવાના આ મંગલપ્રસંગે,
આપણે પણ હદયના પવિત્ર આરસમાં એ પરમાગમના હાર્દરૂપ શુદ્ધ
આત્માને ટંકોત્કીર્ણ કરીએ.....ને પરમાગમના ફળરૂપ મહા આનંદમય
મોક્ષધામને પામીએ....એવા શ્રીગુરુઓનાં આર્શીવાદ છે. સમયસારમાં
અંતમંગળમાં આશીર્વાદ આપતાં પ્રભુજી પોતે કહે છે કે–
આ સમયપ્રાભૃત પઠન કરીને, અર્થ–તત્ત્વથી જાણીને,
ઠરશે અરથમાં આત્મા જે સૌખ્ય, ઉત્તમ તે થશે.