Atmadharma magazine - Ank 348
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 52 of 53

background image
: આસો: ૨૪૯૮ આત્મધર્મ : ૪૯ :
“આત્મધર્મ અમારું છે”
એક મુમુક્ષુ લખે છે : “આત્મધર્મનાં વીતરાગીઅમૃત પીવાનું અમને બહુ ગમે છે.
આત્મધર્મ અમને જિનવાણી જેટલું વહાલું છે. આ કાળમાં આત્મધર્મ જિનવાણીનો સાર
ઘરેઘરે પહોંચાડી રહ્યું છે. તે માટે જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે.”
––દર વર્ષે જિજ્ઞાસુઓ તરફથી આવા હજારો પ્રશંસા–પત્રો આવે છે, ને તેના
દ્ધારા આત્મધર્મ પ્રત્યે તથા ગુરુદેવપ્રત્યે મુમુક્ષુઓ પોતાના અંતરની ઉર્મિ હૈયાનાં હેત
ભરીભરીને ઠાલવે છે...બંધુઓ! આપની એ ધાર્મિકલાગણી દેખીને અમને હર્ષ તો થાય
છે....–પણ અમારે એથી વિશેષ કંઈક કહેવાનું છે.
આત્મધર્મ અમારું અને તમે તેનો આભાર માનો–એવા ભેદ અમને નથી ગમતા,
કેમકે આત્મધર્મ અમારી જેમ તમારું પણ છે. ‘આત્મધર્મ’ તમારું છે, તેમાં જે
શુદ્ધચૈતન્યવસ્તુ પીરસાય છે તે વસ્તુ પણ તમારી છે, એટલે આત્મધર્મ દ્ધારા એ
સ્વવસ્તુને લક્ષગત કરીને ‘આત્મધર્મ’ ને (આત્માના ધર્મને) તમે તમારો જ બનાવી
દો....ત્યારે તમે આનંદથી કહેશો કે ‘વાહ! આ આત્મધર્મ તો અમારું જ છે, તેમાં જે કાંઈ
આવે છે તે અમારું જ છે.’ –આમ ‘આત્મધર્મ’ને તમે પોતાનું બનાવી દો–તે અમને તો
ગમે. અને એ જ ‘આત્મધર્મ ’ ની ખરી કિંમત છે.
અમારું અને તમારું–આપણા સૌનું પ્રિય આ ‘આત્મધર્મ’ માસિક આજે ૨૯ મું
વર્ષ પૂરું કરે છે, આવતાં અંકે ૩૦ માં વર્ષમાં કરશે. આ વર્ષમાં ગ્રાહક સંખ્યા ત્રણહજાર
સુધી પહોંચાડવાનું લક્ષ બાંધેલું તે પાર પડયું છે. જિજ્ઞાસુઓ વધુ ને વધુ રસ લઈ રહ્યા
છે. હવે આપણે આપણા સંબંધી–મિત્રો–જિજ્ઞાસુઓ સૌને જો ‘આત્મધર્મ’ મોકલવા
માંડીએ તો તેમને પણ જરૂર લાભ થશે, –અને સાથેસાથે થોડા વખતમાં આપણું
ગ્રાહકમંડળ પાંચહજાર સુધી પહોંચી જશે.–આપને આ વિચાર સારો લાગ્યો?–હા, તો
આપણા સગાસંબંધીનું અત્યારથી જ લવાજમ ભરીને દિવાળીની બોણીમાં જ તેમને
આત્મધર્મની ભેટ કેમ ન આપીએ? સાથેસાથે સમ્યક્ત્વની પ્રેરણાથી ભરપૂર એવું
વીતરાગવિજ્ઞાન પુસ્તક (ત્રીજું) પણ ભેટ મળશે.
આત્મધર્મનું વાર્ષિક લવાજમ ચાર રૂા. છે. આપનું લવાજમ આપે ભરી દીધું હશે.
દીવાળી પહેલાંં લવાજમ ભરવાથી સંસ્થાને ખર્ચમાં અને વ્યવસ્થામાં બંનેમાં ઘણી રાહત
રહે છે. તો નીચેના સરનામે વેલાસર લવાજમ મોકલવા સૂચના છે.
“ આત્મધર્મ કાર્યલય,” સોનગઢ (સૌરાષ્ટ્ર)