ફોન નં. : ૩૪ “આત્મધર્મ” Regd. No. G. 182
Q મોક્ષના ઢંઢેરા Q
જ્ઞાનીના ધર્મના ઢંઢેરા અંદર સમાય છે.
અહો, જ્ઞાની તો ગુપ્તપણે અંતરમાં પોતાના અચિંત્ય
ચૈતન્યનિધિને ભોગવે છે.....એ બહારમાં ઢંઢેરા પીટવા નથી જતા. તેમ
હે મુમુક્ષુ.....હે જિજ્ઞાસુ! જ્ઞાની પાસેથી તારી અપાર ચૈતન્યનિધિને
સાંભળીને તું અંદર ઊતરજે.....બહાર ઢંઢેરા પીટવા ન જઈશ, પણ
અંદર ઊતરીને તારી પર્યાયમાં તારા ચૈતન્યપ્રભુને પ્રસિદ્ધ
કરજે....ધર્મના ઢંઢેરા બહાર નથી પીટાતા, એ તો અંતરમાં સમાય છે.
પરિણતિ જ્યાં અંતર્મુખ થઈ ત્યાં આત્મામાં મોક્ષના ડંકા વાગ્યા.....
સ્વાનુભૂતિમાં જ્ઞાનીને મોક્ષના ઢંઢેરા પીટાઈ ગયા છે. તે ઢંઢેરો અંદર
સમાય છે. ધર્માત્મા પાસેથી ચૈતન્યનિધાન પામીને મુમુક્ષુને તેના ઢંઢેરા
બહાર પીટવાનો વેગ નથી આવતો, એને તો પરમ ગંભીરતાથી
અંતરમાં ઊતરીને સ્વકાર્ય સાધી લેવાની ધગશ જાગે છે.–
તે જિજ્ઞાસુ જીવને થાયે સદ્ગુરુ–બોધ;
તો પામે સમકિત તે વર્તે અંતરશોધ.
––આમાં શ્રીમદ્રાજચંદ્રજીએ જિજ્ઞાસુને બહારમાં ઢંઢેરા પીટવાનું
નથી કહ્યું, અંતરશોધમાં વર્તવાનું કહ્યું છે.
શ્રી કુંદકુંદપ્રભુ પણ એ જ વિધિથી સહજ તત્ત્વની આરાધના
કરવાનું કહે છે–
નિધિ પામીને જન કોઈ નિજ વતને રહી ફળ ભોગવે;
ત્યમ જ્ઞાની પરજનસંગ છોડી જ્ઞાનનિધિને ભોગવે.
લોકના સંગને તો ધ્યાનમાં વિધ્નનું કારણ સમજીને ધર્મી છોડે
છે. તેમ હે મિત્ર! તું પણ આ રીતે સહજતત્ત્વની આરાધના કરીને
તારા અંતરમાં મોક્ષના ઢંઢેરા પ્રસિદ્ધ કર.
પ્રકાશક : (સૌરાષ્ટ્ર) પ્રત : ૩૧૦૦
મુદ્રક :– મગનલાલ જૈન, અજિતમુદ્રણાલય : સોનગઢ (સૌરાષ્ટ્ર) : આસો (૩૪૮)