Atmadharma magazine - Ank 349
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 37

background image
કારતક ૨૪૯૯ ‘‘આત્મધર્મ’’ ૧૧
ત્ત્ પ્રત્ પ્ર
મુનિરાજ પરમ તત્ત્વ પ્રત્યેના પ્રમોદથી કહે છે કે અહા! અમારી અનુભૂતિમાં
બિરાજમાન આ સહજ આનંદમય પરમ તત્ત્વ, તેને હું પ્રમોદથી – આનંદથી નિરંતર નમું
છું. અમારું આ તત્ત્વ જ પોતે ભવથી તરવાની નૌકા છે; પરમશાંત એવું આ અમારું
તત્ત્વ જ સંસારના કલેશને ઠારી નાંખનારું જળ છે. આવું સહજ તત્ત્વ અમારા અંતરમાં
પર્યાયે – પર્યાયે જયવંત વર્તી રહ્યું છે, સાક્ષાત્ વિદ્યમાનપણે જ્ઞાનમાં વર્તી રહ્યું છે.
અમારી જ્ઞાનપરિણતિમાં રાગ જયવંત નથી રહ્યો, તેનો તો ક્ષય થઈ ગયો છે, ને
જ્ઞાનપરિણતિમાં ચૈતન્યભગવાન પરમ તત્ત્વ જ જયવંતપણે બિરાજી રહ્યું છે. જ્યાં આવું
પરમ તત્ત્વ બિરાજે ત્યાં ભેગો રાગ કેમ રહી શકે? અંતર્મુખ થયેલી અમારી
જ્ઞાનપરિણતિમાં રાગાદિ સમસ્ત પરભાવોનું પ્રત્યાખ્યાન જ છે.
આત્માને અનુભવનાર ધર્માત્મા કહે છે કે અહો! આવું અમારું પરમ તત્ત્વ, તેમાં
અમે અતિશય પ્રમોદથી નમ્યા છીએ; અને તેને અનુભવીને આનંદિત મનપૂર્વક અમે
સર્વે પરભાવોને પ્રમોદથી છોડ્યા છે.
ધર્માત્માની પર્યાયમાં પરમાત્માની પ્રસિદ્ધિ
જેની દ્રષ્ટિમાં – જ્ઞાનમાં પરમચૈતન્યતત્ત્વ સાક્ષાત્ રમી રહ્યું છે, – એવા ધર્મીની
શ્રદ્ધા–જ્ઞાનપરિણતિ કહે છે કે અહા, પ્રમોદથી અમે અમારા પરમ તત્ત્વમાં નમ્યા, અમારે
તો આ પરમ તત્વ જ જયવંત વર્તે છે; ભગવાન પરમાત્મા અમારી પર્યાયમાં પ્રસિદ્ધ
થયા છે તેથી તે જયવંત છે. જે હાજર હોય, વિદ્યમાન હોય તેને જયવંત કહેવાય જેના
સ્વસંવેદનજ્ઞાનમાં પરમાત્મતત્ત્વ અનુભવમાં આવ્યું છે તેને માટે તે ખરેખર જયવંત છે,
પ્રસિદ્ધ છે, પ્રગટ છે. છે તો બધાય જીવોમાં આવું પરમતત્ત્વ, પણ પર્યાયમાં પોતે
અંતર્મુખ થઈને તેને દેખે ત્યારે તેને ખબર પડે કે અહા! હું તો આવા પરમ સ્વભાવે જ
જયવંત છું. છે તેને જાણ્યા વગર ‘જયવંત’ કહેશે કોણ? ધર્મીની પર્યાયે અંતર્મુખ થઈને
પરમ ચૈતન્યપ્રભુને પોતાનો નાથ બનાવ્યો ને તેની સાથે અભેદ થઈ ત્યારે તે એમ
અનુભવે છે કે આ પરમાત્મતત્ત્વપણે હું
જયવંત છું. મારામાંથી મોહ –અંધારા ટળી ગયા, ને જ્ઞાનપ્રકાશ ખીલી ગયો.
આત્મા પોતાના નિજરસથી જ એટલે કે સહજસ્વભાવથી જ જ્ઞાનપ્રકાશરૂપ છે. – ધર્મીને
પર્યાયમાં પણ તેવું પરિણમન થઈ ગયું છે.
અહા, જુઓ તો ખરા આ પરમ તત્ત્વનો મહિમા! ભાઈ, તું પોતે જ આવો છો.
એકવાર અનુભવમાં તો લે. વચનથી કે વિકલ્પોથી તેનો પાર પડે તેમ નથી, પણ