કારતક ૨૪૯૯ ‘‘આત્મધર્મ’’ ૧૨
સ્વાનુભવમાં જ્ઞાનીને પર્યાયે– પર્યાયે તે પ્રસિદ્ધ અનુભવાય છે, અત્યંત નીકટ
છે. એ પરમ તત્ત્વ ક્્યાંય દૂર નથી, છૂપાયેલું નથી, તારામાં પ્રસિદ્ધ છે... તું જ પોતે
આવો છો– એમ અનંત તીર્થંકરોએ જિનવાણીમાં જાહેર કર્યું છે. અંતર્મુખ થઈને તું પણ
તારા સ્વાનુભવમાં આવા પરમ તત્ત્વને પ્રસિદ્ધ કર.
ઊંડે. ઊંડે. ઊંડે
મારા આત્મામાં ઊંડે – ઊંડે ક્યાંય રાગ –દ્વેષ – દુઃખ નથી, મારા આત્મામાં ઊંડે
ઊંડે એકલા જ્ઞાન–આનંદ – શાંતિના જ ભંડાર ભર્યા છે. સિદ્ધપદનો અનંત આનંદ,
કેવળીનું મહા અતીન્દ્રિયસુખ મારા ભંડારમાં ભર્યું છે. આવા સ્વભાવસન્મુખ થઈને હું
તો મોક્ષની નાવમાં બેઠો છું..... હવે હું ભવસમુદ્રને તરીને મોક્ષપુરીમાં જાઉં છું.
સંસારસમુદ્રના કોઈ સંકટ હવે અમને નડી શકે નહીં. સર્વકલેશને સ્વાનુભવ – જળવડે
શાંત કરી દીધો છે.
“રત્નકખ”
અમારું આ સહજ તત્ત્વ અવું છે કે જેની કુંખે સમ્યગ્દ્રર્શન –રત્ન પાક્યા,
જ્ઞાનરત્ન પાક્યા, આનંદરત્ન પાક્યા. મોક્ષમાર્ગનાં આવા સુંદર રત્નો ચૈતન્યની જ કુંખે
પાકે, એ રાગની કુંખે ન પાકે.
“અમારો દેશ”
અહા! ચૈતન્યમાં આવતાં, આ કલેશમય સંસારના દેશથી દૂરદૂર કોઈ બીજા જ
મહા આનંદમય દેશમાં આવ્યા હોઈએ – એવું વેદાય છે. એ દેશ દૂર નથી, અહીં જ છે.
સંસારથી તો તે અત્યંત દૂર – દૂર છે પણ અંદર આત્મામાં તો અત્યંત નજીક જ છે.
સર્વપ્રદેશે મહા આનંદથી ભરેલો આત્મા એ જ મારો સ્વદેશ છે. – એમ ધર્મી
જાણે છે. આવો આત્મા જેણે શ્રદ્ધામાં લીધો તેણે પર્યાયનાં પગલાં મોક્ષ તરફ
માંડ્યા, તે મોક્ષનો યાત્રિક થયો, સિદ્ધપુરીનો પ્રવાસી થયો.
અમારો આનંદમહેલ
અહા, ચૈતન્યનું ભાન થતાં જે આનંદ આવ્યો તેની ખુમારીની શી વાત!
ભગવાનના શ્રીમુખથી જેનો પરમ મહિમા પ્રસિદ્ધ થયો એવું અજોડ આનંદ તત્ત્વ મારા
મનઘરમાં બિરાજી રહ્યું છે..... ઉત્તમ રત્નદીપની માફક મારું ચૈતન્યરત્ન મારા સ્વઘરમાં
નિષ્કંપ જ્ઞાનપ્રકાશ ફેલાવી રહ્યું છે, અહા, મારું ચૈતન્યતત્ત્વ સુખનું મંદિર છે. યોગીઓને
પણ તે જ વહાલું છે. જેમણે દર્શનમોહ ઉપર વિજય મેળવ્યો છે એવા યોગીજનો પણ આ
પરમતત્ત્વ પાસે નમી જાય છે. યોગીઓ બીજા કોઈને નથી નમતા પણ અંતર્મુખ થઈને