Atmadharma magazine - Ank 349
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 37

background image
કારતક ૨૪૯૯ ‘‘આત્મધર્મ’’ ૧પ
આત્માની સાંઝી ગવાય છે. તુંય લહાવો લે!
અહીં ગુરુદેવ પ્રમોદથી કહે છે કે અહા! આ તો ચૈતન્યપ્રભુની સાંઝી ગવાય છે....
તારા ચૈતન્યના ગુણગાન સાંભળીને તું આ સાંઝીનો લહાવો લેવા તો આવ! એકવાર
આ તારા આત્માની વાત તો સાંભળ. તારા આત્માનાં ગાણાં સાંભળવાનો પ્રેમથી
એકવાર તો લહાવો લે. – આત્માની લગનીનો આ ઉત્તમ અવસર છે.
ધર્માત્મા ક્યાં વસ્યા છે? – ચૈતન્મયમય આનંદધામાં
રાગથી પાર ચૈતન્ય પરમ તત્ત્વ મહા આનંદનું ધામ છે. સમકિતી સદાય આવા
આનંદના રહેઠાણમાં રહ્યા છે. કોઈ સાતમી નરકમાં રહેલો જીવ હોય, અંદર
આત્માનું ભાન કરીને સમ્યગ્દર્શન પ્રગટ કર્યું હોય; લોકો તો બહારથી એમ જાણે છે કે
અરે, આ નારકી છે – મહા દુઃખી છે; – પણ ભાઈ! એને નારકી ન જાણ, એ તો
અંતરમાં ચૈતન્યના મહાન આનંદધામમાં વસનારો ‘દેવ’ છે –ધર્માત્માં છે, જગતમાં તે
સુખી છે, તે જિનેશ્વર ભગવાનના માર્ગમાં આવેલો છે. એ ધર્મી દુઃખમાં નથી વસતો,
નરકમાં નથી વસતો, એ તો આનંદમય મહાન ચૈતન્યમાં જ સદાય વસે છે. – મન કે
વચન જ્યાં પહોંચી શકતા નથી એવા અગોચર ચૈતન્યધામમાં તે પ્રવેશી ગયો છે. તેનું
ચૈતન્યધામ યોગીઓને જ ગોચર છે, અજ્ઞાનીઓને તો તે અત્યંત દૂર છે. વિકલ્પથી
ચૈતન્યતત્ત્વ આઘુ છે, તે વિકલ્પમાં આવતું નથી. ધર્મીનું જે સ્વસંવેદનજ્ઞાન તેમાં તે
પરમ તત્ત્વ અત્યંત નીકટ સદા સ્પષ્ટ વર્તે છે. – તેમાં જ ધર્મી સદાય વસે છે ને
ઈન્દ્રિયાતીત મોક્ષસુખને અનુભવે છે. તે જ સકળ ગુણોનું નિધાન છે, અને તે જ ધર્મીનું
આનંદમય રહેઠાણ છે.
િ ત્ત્ ર્
ધર્મી જાણે છે કે અહા! હું અત્યંત અપૂર્વ રીતે, આનંદના સમુદ્ર એવા મારા
સહજ અદ્ભુત તત્ત્વને ભાવું છું. આવો અદ્ભુત આત્મા પૂર્વે કદી મારી દ્રષ્ટિમાં આવ્યો
ન હતો એટલે પૂર્વે કદી મેં તેને ભાવ્યો ન હતો, પણ હવે પરમ ગુરુના પ્રસાદથી મારું
આ સહજ તત્ત્વ પ્રાપ્ત કરીને તેને જ હું અત્યંત અપૂર્વ રીતે ભાવું છે તે ભાવનામાં
સુખના અમૃતનો દરિયો ઊછળે છે, – તેમાં મારો આત્મા ડુબી જાય છે, – મારા અસંખ્ય
પ્રદેશો તે સુખમાં જ તરબોળ થઈ જાય છે. આ રીતે આનંદના દરિયામાં ડુબેલા સહજ
તત્ત્વની અપૂર્વ ભાવના, એટલે કે તેની સન્મુખ પરિણતિ, તે જ મોક્ષસુખનો માર્ગ છે.
સુખના સાગરમાં ડુબેલું પરમ તત્ત્વ – તેમાં રાગ કેવો? ને ભેદ કેવો? વિભાવો
છોડીને, ભેદદ્રષ્ટિ પણ છોડીને, સુખનિધાન આત્માને હું અભેદપણે ભાવું છું. – આવી