કારતક ૨૪૯૯ ‘‘આત્મધર્મ’’ ૧૭
વીતરાગવિજ્ઞાન – પ્રશ્નોત્તર
(છહઢાળાની ત્રીજીઢાળના પ્રવચનો ઉપરથી સંકલન: ગતાંકથી ચાલુ))
૭૧. પોતાના શુદ્ધઆત્માની ઓળખાણ, અને અરિહંતદેવની ઓળખાણ–તેમાં પહેલું
કોણ?
– બંને સાથે થાય છે.
૭૨. તે ઓળખાણ ક્્યારે થઈ?
જ્ઞાનપર્યાય અંતરમાં વળી ત્યારે.
૭૩. રાગ વડે મોક્ષમાર્ગ શરૂ થાય?
ના; આત્માના અનુભવ વડે જ મોક્ષમાર્ગ શરૂ થાય.
૭૪. ચૈતન્યપ્રભુને લક્ષમાં લેતાં શું થયું?
આત્મામાં આનંદસહિત કેવળજ્ઞાનના અંકૂરા ફૂટ્યા.
૭પ. શુભરાગમાંથી જ્ઞાનનો અંકૂર આવે? – ના.
૭૬. આનંદનો માર્ગ ક્યો છે?
આતમરામ નિજપદમાં રમે તે આનંદનો માર્ગ છે.
૭૭. રાગાદિભાવો કેવા છે?
તે પરપદ છે; દુઃખનો માર્ગ છે.
૭૮. મોક્ષનો માર્ગ શેમાં સમાય છે?
સ્વપદમાં, એટલે નિજસ્વરૂપમાં સમાય છે.
૭૯. સાધકનું સ્વસંવેદનરૂપ ભાવશ્રુતજ્ઞાન કેવું છે?
તે કેવળજ્ઞાનની જ જાતનું છે, અતીન્દ્રિય છે.
૮૦. સમ્યક્ચારિત્ર કેવું છે?
શુભાશુભરાગથી નિવૃત્તિરૂપ અને શુદ્ધ ચૈતન્યમાં પ્રવૃત્તિરૂપ સમ્યક્ચારિત્ર છે.
૮૧. શુભાશુભરાગ કેવા છે?
સંસારના કારણ છે.
૮૨. સમ્યક્ચારિત્ર કેવું છે ?
મોક્ષનું કારણ છે; રાગ વગરનું છે.
૮૩. વિકલ્પમાં ચેતના છે?... ના.
૮૪. ચેતનામાં વિકલ્પ છે ?
ના; બંનેનું સ્વરૂપ જુદું છે.