કારતક ૨૪૯૯ ‘‘આત્મધર્મ’’ ૧૮
૮પ. આત્મામાં લીનતારૂપ સમ્યક્ચારિત્ર ક્યારે થાય ?
આત્માને ઓળખીને અનુભવ કરે ત્યારપછી જ.
૮૬. ચોથાગુણસ્થાને શ્રદ્ધા–જ્ઞાન સાથે ચારિત્ર હોય?
હા, સ્વરૂપાચરણરૂપ ચારિત્ર હોય.
૮૭. મુનિદશાનું ચારિત્ર ક્યારે હોય ?
છઠ્ઠા–સાતમા ગુણસ્થાને.
૮૮. મોક્ષમાર્ગની શરૂઆત ક્યારે થાય? ચોથા ગુણસ્થાનથી.
૮૯. આત્માને જાણ્યા વગર તેની શ્રદ્ધા થઈ શકે?
ના; બંને સાથે જ થાય છે.
૯૦. જ્ઞાનીના જ્ઞાનમાં કેટલા નયો છે? – અનંત.
૯૧. જ્ઞાન મોક્ષનું સાધક ક્્યારે થાય?
અંતરમાં વળીને આત્માને અનુભવે ત્યારે.
૯૨. મોક્ષમાર્ગના નિશ્ચયને વ્યવહાર ક્યાં લાગુ પડે?
જ્યાં સાચો માર્ગ પ્રગટ્યો હોય ત્યાં.
૯૩. અનંતકાળથી રાગ કરવાં છતાં સુખ કેમ ન મળ્યું?
કેમકે સુખનું સાધન રાગ નથી.
૯૪. તો સુખનું સાધન શું છે?
વીતરાગ – વિજ્ઞાન જ સુખનું સાધન છે.
૯પ. રાગથી લાભ નથી માનતો એમ ક્્યારે કહેવાય?
રાગથી જુદી ચેતનવસ્તુનું લક્ષણ કરે ત્યારે.
૯૬. કેવળ જ્ઞાન અને શ્રુત–જ્ઞાન, બંનેની જાતમાં કંઈ ફેર છે?
ના; બંને એક જ જાતનાં છે.
૯૭. શેમાં ઉપયોગ જોડતાં સુખ થાય?
સુખસ્વરૂપી આત્મામાં ઉપયોગ જોડાંતા સુખ થાય.
૯૮. ત્વરાથી શું કરવું?
‘સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાઓ. ’
૯૯. રાગમાં અંશે પણ આનંદ છે?
ના; તેમાં તો દુઃખ જ છે.
૧૦૦. રાગ દુઃખ છે, દુઃખ વડે સુખ સધાય?
ના; સુખનું સાધન પણ સુખરૂપ જ હોય.