કારતક ૨૪૯૯ ‘‘આત્મધર્મ’’ ૧૯
૧૦૧. અરિહંતને ઓળખીને જીવ શું કરવા માંગે છે?
અરિહંત જેવા પોતાના જ્ઞાનસ્વભાવ તરફ ઢળવા માંગે છે.
૧૦૨. સમ્યગ્દ્રર્શનના સહચર તરીકે કોણ હોઈ શકે?
સાચા દેવ –ગુરુ – શાસ્ત્રની જ માન્યતા હોય.
૧૦૩. વીતરાગી દેવ–ગુરુ–શાસ્ત્રો શું સિદ્ધ કરે છે?
તેઓ આત્માના સર્વજ્ઞસ્વભાવને સિદ્ધ કરે છે.
૧૦૪. આ છહઢાળા કેવી છે?
ઘરે ઘરે બાળકોને ભણાવવા જેવી છે. અહો! આવા વીતરાગી – વિજ્ઞાનનો ઘર
ઘર પ્રચાર કરવા જેવો છે.
૧૦પ. જૈનસિદ્ધાંતનું તથ્ય શું છે?
જ્ઞાન–આનંદસ્વરૂપ આત્મા અનુભવમાં લેવો તે.
૧૦૬. જ્ઞાન–શ્રદ્ધા વગેરે કોઈ રાગના આશ્રયે છે?
ના; કેમકે તેઓ રાગના અંશ નથી.
૧૦૭. આત્મા આશ્રયે શું પ્રગટે?
રાગ ન પ્રગટે, પણ રાગવગરનાં ગુણો પ્રગટે.
૧૦૮. દુઃખ વખતે આત્મામાં બીજું કાંઈ છે?
હા; આનંદનો આખો સમુદ્ર ભરેલો છે.
૧૦૯. અનંતા તીર્થંકરોએ મોક્ષમાર્ગ કઈ રીતે સાધ્યો?
સ્વસન્મુખ થઈને શુદ્ધાત્માના આશ્રયે.
૧૧૦. ત્રણેકાળના મુમુક્ષુઓને તીર્થંકરોએ શું ઉપદેશ કર્યો?
‘અંતર્મુખ થઈને શુદ્ધાત્માની અનુભૂતિ કરો.’
૧૧૧. મોક્ષમાર્ગ કેટલો છે?
રત્નત્રયની જેટલી શુદ્ધતા હોય તેટલો.
૧૧૨. મોક્ષમાર્ગનો કોઈ અંશ શુભરાગને કે શરીરને આશ્રયે છે?
ના; આખોય મોક્ષમાર્ગ આત્માના જ આશ્રયે છે.
૧૧૩. તે મોક્ષમાર્ગ કેવો છે.
સરસ..... સુંદર અને સ્વાધીન છે.
૧૧૪. સરસ અને સુંદર કેમ છે?
કેમકે રાગ વગરનો છે; રાગમાં સુંદરતા નથી.
૧૧પ. નિશ્ચય સમ્યગ્દ્રર્શન શું છે?
પરથી ભિન્ન આત્માની રુચિ તે સમ્યક્ત્વ છે.