કારતક ૨૪૯૯ ‘‘આત્મધર્મ’’ ૨૦
૧૧૬. તે સમ્યક્ત્વ કેવું છે?
ભલું છે, ઉત્તમ છે, સારૂં છે, હિતકર છે, સત્ય છે.
૧૧૭. સમ્યગ્જ્ઞાન શું છે?
આત્મસ્વરૂપનું જાણપણુ તે સાચી જ્ઞાનકળા છે.
૧૧૮. સમ્યક્ચારિત્ર શું છે?
આત્મસ્વરૂપમાં લીનતા તે સમ્યક્ ચારિત્ર છે.
૧૧૯. સુખી થવા જીવે શું કરવું?
આવા મોક્ષમાર્ગના ઉદ્યમમાં લાગ્યા રહેવું.
૧૨૦. સૌથી શ્રેષ્ઠ કળા કઈ?
આત્મસ્વરૂપને જાણવારૂપ જ્ઞાનકળા સૌથી શ્રેષ્ઠ છે.
૧૨૧. તે જ્ઞાનકળા કેવી છે?
આનંદની ક્રીડા કરતી – કરતી કેવળ જ્ઞાનને સાધે છે.
૧૨૨. ચોથાગુણસ્થાને અવ્રતી ગૃહસ્થનું સમ્યગ્જ્ઞાન કેવું છે?
અહો! તે જ્ઞાન પણ કેવળજ્ઞાનની જાતનું જ છે. તે જ્ઞાન રાગની જાતનું નથી,
રાગથી તો જુદું છે.
૧૨૩. ભગવાને શુભરાગને મોક્ષમાર્ગ કહ્યો છે?
ના; તેને તો ભગવાને બંધમાર્ગ કહ્યો છે.
૧૨૪. મોક્ષના કારણરૂપ ચારિત્ર કેવું છે?
તે શુભ–અશુભક્રિયાથી નિવૃત્તિરૂપ છે ને શુદ્ધચૈતન્યસ્વરૂપમાં પ્રવૃત્તિરૂપ છે.
૧૨પ. શરીરની ક્રિયામાં કે રાગમાં ચારિત્ર છે? ........ ના.
૧૨૬. સાચું શ્રદ્ધાન ક્યારે થાય છે?
જ્યારે આત્મસ્વરૂપને બરાબર જાણે ત્યારે.
૧૨૭. સાચું જ્ઞાન કયું?
જે મોક્ષને સાધે......... ને આનંદ આપે.
૧૨૮. રાગને મોક્ષમાર્ગ માનવો – તે વાત કેવી છે?
તે કાચના કટકાને કિંમતી હીરો માનવા જેવું છે.
૧૨૯. મોક્ષપદ કેવું છે?
મહા કિંમતી છે; તે રાગમાં મળી જાય તેવું નથી.
૧૩૦. પહેલાંં ચારિત્ર લઈ લ્યો, પછી સમ્યક્ત્વ થશે –એમ માનનાર જીવ કેવો છે?
તેને મોક્ષમાર્ગની ખબર નથી; તે સમ્યક્ત્વને કે ચારિત્રને ઓળખતો નથી.
૧૩૧. અજ્ઞાની જે રાગને મોક્ષમાર્ગ માને છે તે કેવો છે?
તે ખરેખર મોક્ષમાર્ગ નથી, તે તો સંસારમાર્ગ જ છે.