કારતક ૨૪૯૯ ‘‘આત્મધર્મ’’ ૨૧
૧૩૨. સાચો મોક્ષમાર્ગ કેવો છે?
તે શુદ્ધાત્માના જ આશ્રયે છે; રાગ વગરનો છે.
૧૩૩. વ્યવહાર કારણો છે તે કેવાં છે?
‘ધર્માસ્તિકાયવત્’ છે.
૧૩૪. અનંતવાર સ્વર્ગમાં જવા છતાં જીવ સુખ કેમ ન પામ્યો?
કેમકે તેણે આત્માજ્ઞાન ન કર્યું.
૧૩પ. નિશ્ચય સમ્યક્ત્વ કેવું છે?
તે સિદ્ધદશામય સદાય રહે છે.
૧૩૬. વ્યવહાર સમ્યક્ત્વ કેવું છે.?
રાગ છૂટતાં તે છૂટી જાય છે.
૧૩૭. આત્માનો સ્વભાવ રાગાદિથી સંયુક્ત છે?
ના; તે રાગાદિથી રહિત હોવા છતાં તેને રાગાદિથી સંયુક્ત માનવો તે
અજ્ઞાનીઓનો મિથ્યાપ્રતિભાસ છે.
૧૩૮. ધર્મીને રાગ વખતે મોક્ષમાર્ગ છે?
હા; પણ રાગને કાંઈ તે મોક્ષમાર્ગ નથી માનતા.
૧૩૯. સાત તત્ત્વો ક્યા છે?
જીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા ને મોક્ષ.
૧૪૦. આ સાત તત્ત્વનું સાચું સ્વરૂપ ક્યાં હોય?
જૈનમાર્ગમાં જ હોય; બીજામાં ન હોય.
૧૪૧. સમ્યગ્દ્રષ્ટિજીવ જૈનમાર્ગ સિવાય બીજાને માને?
ના; સ્વપ્નેન ન માને.
૧૪૨. સાતતત્ત્વની શ્રદ્ધા ક્યારે સાચી થાય?
શુદ્ધનયવડે તેમાંથી શુદ્ધાત્માને તારવી લ્યે ત્યારે.
૧૪૩. જીવતત્ત્વ કોને કહેવાય?
જે સદાય ઉપયોગસ્વરૂપ છે તે જીવ છે.
૧૪૪. જીવતત્ત્વ જગતમાં કેટલા છે? ....... અનંત.
૧૪પ. તે જીવોના કેટલા ભેદ પડે છે?
ત્રણ; બહિરાત્મા અંતરાત્મા ને પરમાત્મા.
૧૪૬. બહિરાત્મા કેટલા છે? ....... અનંત..
૧૪૭. અંતરાત્મા કેટલા છે? ........ અસંખ્યાત.
૧૪૮. પરમાત્મા કેટલા છે? .......... અનંત......