કારતક ૨૪૯૯ ‘‘આત્મધર્મ’’ ૨૨
૧૪૯. બહિરાત્મા કોણ છે?
બહારમાં શરીરને આત્મા માનનારા બહિરાત્મા છે.
૧પ૦. અંતરાત્મા કોણ છે?
અંતરમાં દેહથી ભિન્ન આત્માને જાણનારા અંતરાત્મા છે.
૧પ૧. પરમાત્મા કોણ છે?
પરમ એવા સર્વજ્ઞપદને પામેલા આત્મા તે પરમાત્મા છે.
૧પ૨. પરમાત્માના કેટલા પ્રકાર?
(૧) શરીરવાળા અરિહંત; (૨) શરીર વગરના સિદ્ધ.
૧પ૩. અરિહંત પરમાત્મા કેટલા છે?
..... લાખો.......
૧પ૪. સિદ્ધપરમાત્મા કેટલા છે? ......... અનંત.
૧પપ. અજીવ તત્ત્વના કેટલાં ભેદ છે?
પાંચ: પુદ્ગલ, ધર્માસ્તિ, અધર્માસ્તિ આકાશ, કાળ.
૧પ૬. તેમાં રૂપી કેટલાં?.... એક પુદ્ગલ.
૧પ૭. આ શરીર, ઈન્દ્રિયો વગેરે શું છે? તે બધી પુદ્ગલની રચના છે, જીવની નહીં.
૧પ૮. જીવ–અજીવ વગેરે તત્ત્વોને ક્યારે જાણ્યા કહેવાય?
તેમને એકબીજામાં ભેળવે નહિ ત્યારે.
૧પ૯. આત્માને જાણ્યા વગર પરને જાણી શકાય?
ના; તેને તો પરમાં આત્મબુદ્ધિ થઈ જાય.
૧૬૦. પુણ્યતત્ત્વનો સમાવેશ શેમાં થાય છે?
આસ્રવમાં અને બંધમાં; ધર્મમાં નહીં.
૧૬૧. શુભઆસ્રવો કેવા છે?
તે પણ સંસારનું જ કારણ છે તેથી છોડવા જેવા છે.
૧૬૨. સંવરતત્ત્વ કેવું છે?
તે સમ્યગ્દ્રર્શનાદિ વીતરાગભાવરૂપ છે.
૧૬૩. સાચી નિર્જરા કઈ રીતે થાય છે?
ઉપયોગની શુદ્ધતા વધવાથી.
૧૬૪. મોક્ષ એટલે શું?
જીવની સંપૂર્ણ જ્ઞાન અને સુખદશા તે મોક્ષ છે.
૧૬પ. તે મોક્ષદશા કેવી છે?
રાગ વગરની છે.
(ચાલુ)