આ અંકનો વધારો –
પૂજ્ય ગુરુદેવશ્રીના પરમ પુનિત પ્રતાપે ગામોગામ શાસ્ત્ર
સ્વાધ્યાયની રુચિ નિરંતર વૃદ્ધિ પામતી જાય છે. તેમાં પણ અધ્યાત્મ
શાસ્ત્રોનાં વાંચન – શ્રવણ – મન પ્રત્યે, અાત્મિહતના લક્ષ્ાે, લોકોમાં
વિશેષ્ા જાગૃતિ આવી રહી છે તે અતિ આનંદનું કારણ છે.
સોનગઢ સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ તરફથી આવાં શાસ્ત્રો ઘણી મોટી
સંખ્યામાં પ્રસિદ્ધ થતાં રહે છે અને તેનું વેંચાણ પણ તાત્કાલિક થઈ
જાય છે અે મુમુક્ષ્ાુઅોની અિભરુિચ સૂચવે છે.
શ્રી સમયસારજી શાસ્ત્રની ૨૧૦ પ્રતિ સં. ર૦રપ માં છપાઈ
હતી. તે છપાયા બાદ થોડા જ સમયમાં વેંચાઈ ગયેલ. પૂ.
ગુરુદેવશ્રીએ સભામાં આ શાસ્ત્ર ઉપર ૧૭ વખત પ્રવચનો આપ્યાં
છે. તેથી તેનો પ્રચાર – પ્રસાર ઘણો થઈ ગયો છે, અને તત્ત્વરુિચવાળા
જીવો તરફથી તે શાસ્ત્રની મોટી માંગ આવ્યા કરે છે. થોડા જ
વખતમાં તે શાસ્ત્રની ગુજરાતી આવૃત્તિ પ્રસિદ્ધ કરવાનો નિર્ણય
સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટે લીધો છે. તેના ગ્રાહકો અગાઉથી નોંધાઈ જાય
તેટલા પ્રમાણમાં તે શાસ્ત્ર છપાવી લેવાનો વિચાર છે. બે શહેરના
મુમુક્ષ્ાુમંડળે લગભગ ૧૦ પ્રત ખરીદી લેવાની ઈચ્છા વ્યકત કરી
છે. અાપના ગામના મુમુક્ષ્ાુ મંડળને કેટલી પ્રતની અાવશ્યકતા છે તે
તાત્કાલિક આપ સ્વાધ્યાય મંદિરને લખી જણાવશો એટલે તે મુજબ
તે શાસ્ત્ર છપાવી લેવાય અને બધાને સંતોષ્ા થાય તેટલી પ્રત મળી
જાય.
સાહિત્ય પ્રકાશન સમિતિ.
શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)