Atmadharma magazine - Ank 349
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 37

background image
વાર્ષિક વીર સંવત
લવાજમ ૨૪૯૯
ચાર રૂપિયા કારતક
વર્ષ : ૩૦ NOVE.
અંક : ૧ 1972
પ્રભો! આપ મોક્ષ પધાર્યા... સિદ્ધાલયવાસી
થયા...... ક્ષેત્રે ભલે દૂર થયા પણ અમારા જ્ઞાનથી આપ દૂર
નથી, પૂર્ણ આનંદ અને જ્ઞાનસ્વરૂપે આપ અમારા જ્ઞાનમાં
વર્તી જ રહ્યા છો.. અને અમારું આ જ્ઞાન આપના ઉપર મીટ
માંડીને, આપના પગલે – પગલે, આપના આનંદમાર્ગે આવી
જ રહ્યું છે..... ક્ષણે ક્ષણે વિરહ તૂટતો જાય છે, અંતર ઓછું
થતું જાય છે.
આપ અત્યારે ભરતક્ષેત્રમાં ભલે ન હો, પણ આપનાં
પગલાં તો અહીં શોભી જ રહ્યા છે, આપનો માર્ગ તો ચાલી
જ રહ્યો છે.... અહા! કેવો સુંદર છે આપનો માર્ગ! કેવા સુંદર
છે આપના માર્ગે ચાલનારા જીવો! પ્રભો! આપના આ માર્ગે
ચાલતાં અમને આનંદ થાય છે. અને એમ થાય છે કે વાહ
દેવ! આપ તો સાધકના હૃદયમાં સદા બિરાજમાન છો......
આપ ખરેખર સાધકના ભગવાન છો..... અમારા ભગવાન
છો...... નમસ્કાર છે આપને.... અને આપના માર્ગને....
અમેય આનંદથી એ માર્ગે આવી રહ્યા છીએ.