Atmadharma magazine - Ank 349
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 37

background image
કારતક ૨૪૯૯ ‘‘આત્મધર્મ’’
(પરમ સ્વભાવની ભાવના વડે આત્મામાં ચૈતન્યદીવડા પ્રગટ કરો)
આસો વદ અમાસ
આજે વીર – નિર્વાણનું ૨૪૯૯ મું વર્ષ બેઠું. વીરપ્રભુજી આજે
અભૂતપૂર્વ સિદ્ધપદ પામ્યા; ગૌતમગણધર આજે જ અપૂર્વ કેવળજ્ઞાન પ્રગટ
કરીને અરિહંત થયા; સુધર્મસ્વામી આજે જ શ્રુતકેવળી થયા..... એ રીતે આજે
મોક્ષદીવડા પ્રગટ્યા..... કેવળજ્ઞાનદીવડા પ્રગટ્યા ને શ્રુતજ્ઞાનના દીવડા
પ્રગટ્યા. આવા મંગલ–ચૈતન્યદીવડાની હારમાળા પ્રગટવાનો દિવસ એટલે
દીપમાલિકા પર્વ. અહા, આજે અઢીહજાર વર્ષે એ ચૈતન્યદીવડાને યાદ કરતાં
પણ મુમુક્ષુને કેવો આનંદ થાય છે! એની કેવી ભાવના જાગે છે! તો એ
આનંદમય ચૈતન્યદીવડા જેને અસંખ્યપ્રદેશે ઝગઝગી ઊઠ્યા તેના આનંદની શી
વાત!!
ધન્ય છે આપણા આ મહાવીરશાસનને – કે જેમાં આપણને આજેય
એવા દિવ્ય ચૈતન્યદીવડાથી ઝગઝગતા આત્માઓ નજરે જોવા મળે છે.
વીરપ્રભુના માર્ગમાં અંધારું નથી, આજેય એ ઉજ્વળ માર્ગ જ્ઞાનના પ્રકાશથી
ઝળકી રહ્યો છે.... ને હજારો વર્ષો સુધી પ્રકાશમાન જ રહેવાનો છે.
‘માર્ગ’ તો હતો જ... અનાદિથી ચાલી જ રહ્યો છે ને અનંતકાળ ચાલુ
જ રહેવાનો છે. આજે ગુરુદેવે આપણને એ માર્ગ દેખાડ્યો..... ઉન્માર્ગેથી પાછા
વાળીને આપણને વીરમાર્ગે ચડાવ્યા... એ માર્ગે જતાં આનંદ થાય છે.
આજે મંગલદીપાવલીની સવારમાં જ, મીઠા જળથી પૂરા ભરેલા
શ્રીફળના બહાને ગુરુદેવે પૂર્ણઆનંદથી ભરેલા આત્માને યાદ કરીને તેનો પરમ
મહિમા પ્રસિદ્ધ કર્યો. અહા, પૂર્ણ આનંદથી ભરેલા આત્મામાં પરભાવનો કોઈ
ખખડાટ ક્્યાં છે? આવા પૂર્ણાનંદથી ભરેલો આત્મા તે પોતે મંગળ છે, તેનું
સ્મરણ અને ભાવના કરવા તે મંગળ છે.