Atmadharma magazine - Ank 350
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page  


Combined PDF/HTML Page 3 of 3

PDF/HTML Page 41 of 41
single page version

background image
ફોન નં. : ૩૪ “આત્મધર્મ” Regd. No. G. 182
સોનગઢ– સમાચાર
પરમ પૂજ્ય ગુરુદેવ સુખશાંતિમાં બિરાજમાંન છે. બંને વખત સુંદર પ્રવચનો
વિશેષમાં પરમાગમ – મંદિર સંબંધમાં મુમુક્ષુઓને એ જાણીને આનંદ થશે કે ઈટાલીથી
આવેલા મશીનદ્વારા જિનાગમના કોતરકામનું કામ સુંદર રીતે ચાલી રહ્યું છે. મશીન સોનગઢ
આવી ગયું છે, ને ભારતના જ કુશળ કારીગરો દ્વારા તેનું સંચાલન થઈ રહ્યું છે. આ કારતક વદ
આઠમે મશીનદ્વારા પૂ. ગુરુદેવના મંગલહસ્તે “ કોતરવાનું મુહુર્ત થયું તથા
પંચાસ્તિકાયપરમાગમના મંગલ શ્લોકના પહેલાં ત્રણ અક્ષર (
सहज..) ગુરુદવેના સુહસ્તે
કોતરાયા. આ પ્રસંગે અજિત મુદ્રણાલયમાં ઉપસ્થિત ભાઈ બેનોમાં હર્ષનું વાતાવરણ ફેલાયું
હતું. પૂ. બેનશ્રી – બેન પણ પધાર્યા હતા ને ગુરુદેવના સુહસ્તે કોતરાયેલી જિનવાણી પર
કેશરના ચાંદલા કરીને બહુમાન કર્યું હતું. ભાઈશ્રી પોપટભાઈ વોરાએ આ પ્રસંગની ખુશાલીમાં
પોતાના તરફથી રૂા. પાંચહજાર ને એક જાહેર કર્યાં હતા; તે ઉપરાંત બીજા મુમુક્ષુ ભાઈ–બેનો
તરફથી પણ રકમો જાહેર થઈ હતી. ગુરુદેવ ખૂબ પ્રસન્નચિત્ત હતા. હવે પરમાગમના
કોતરકામમાં ઝડપ આવે તે માટે ગુરુદેવની તેમજ સર્વે મુમુક્ષુઓની ભાવના ફળીભૂત થશે, અને
મશીનદ્વારા ઝડપથી સુંદર કોતરકામ થશે અત્યાર સુધીમાં વીશ પાટિયા (લગભગ પ૦ ગાથા)
નું કોતરકામ પૂરું થયું છે. આ કાર્યમાં ઝડપથી મશીનપ્રૂફ જોવાનું કામ અજિત પ્રેસના માલિક
ભાઈશ્રી મગનલાલજી ચીવટપૂર્વક સંભાળી રહ્યા છે. બીજા પણ અનેક ભાઈઓનો સહકાર
મળી રહીયો છે. મુ. શ્રી રામજીભાઈ પોતે આ કાર્યમાં જાત દેખરેખ રાખી રહ્યા છે. આ પ્રકારના
મશીનથી આવું કોતરકામ ભારતમાં પહેલી જ વાર થઈ રહ્યું છે. – એ પણ કુંદકુંદપ્રભુના
પરમાગમનો જ કોઈ મહાન પ્રભાવ છે; અને ગુરુદેવ જેવા અજોડ સંતના સુહસ્તે આજે
કુંદકુંદપ્રભુની અનુભવવાણી ટંકોત્કિર્ણ થઈ રહી છે. ગુરુદેવને અગાઉ સ્વપ્નમાં આકાશમાંથી
મોટા – મોટા શ્રુતના પાટિયાં ઊતરતા દેખાતા હતા – તે વાત આજે સાક્ષાત્ બની રહી છે.
પરમાગમ કોતરેલા પાટિયા જોઈને ગુરુદેવ પ્રસન્નચિત્તથી કહે છે કે ઘણા વર્ષો અગાઉ શ્રુતના જે
પાટિયા આકાશમાંથી ઊતરતા દેખાતા હતા તે આવા જ હતા. અહો! ગુરુદેવના પ્રતાપે,
ગગનવિહારી જિનનાથની વાણી આજે આપણને મળી છે, એ વાણીએ શુદ્ધાત્મદેવને આપણા
ભાવશ્રુતમાં ટંકોત્કિર્ણ કરી દીધો છે. તેથી અંતરમાંથી ભક્તિના રણકાર ઊઠે છે કે –
ધન્ય દિવ્યવાણી “કારને રે જેણે પ્રગટ કર્યો આત્મદેવ...
જિનવાણી જયવંત ત્રણલોકમાં રે... જિનવાણી જયવંત મુજ આત્મામાં રે...
(– બ્ર. હ. જૈન)
પ્રકાશક: શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર) પ્રત: ૩૨પ૦
મુદ્રક : મગનલાલ જૈન, અજીત મુદ્રણાલય : સોનગઢ (સૌરાષ્ટ્ર) : માગશર (૩૫૦)