Atmadharma magazine - Ank 350
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 41
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : માગશર : ૨૪૯૯
ચૈતન્યના આનંદનો કોઈ અપૂર્વ સ્વાદ વેદાય છે, તો આખા આનંદના દરિયાની શી
વાત! કોઈ ધગધગતા તાપમાંથી શીતળ પાણીના સરોવરમાં ડુબકી મારે અને તેને ઠંડક
અનુભવાય, તેમ આ સંસારમાં અનાદિથી અજ્ઞાન અને કષાયના તાપમાં બળતો
અજ્ઞાની જીવ ચૈતન્યતત્ત્વનું ભાન કરીને શાંતસરોવરમાં ડુબકી મારે છે, ત્યાં તેને
અપૂર્વ શાંતિ અનુભવાય છે.
ધર્મીજીવ ગમે તેવા અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગો વચ્ચે પણ પોતાના ચૈતન્ય
તત્ત્વની શાંતિને ચુકતા નથી. જેમ સોનું અગ્નિમાં તપે છતાં સોનું જ રહે છે, તેમ
સંયોગ અને રાગ – દ્વેષ વચ્ચે પણ ધર્માત્માનું જ્ઞાન તે જ્ઞાન જ રહે છે. રાગથી જુદા
જ્ઞાનતત્ત્વની અનુભૂતિ ધર્મીને સદાય વર્તે છે, અને તે જ મોક્ષનું સાધન છે. તે
ધર્મીજીવને ચૈતન્યના આનંદની એવી ખૂમારી હોય છે કે, દુનિયા કેમ રાજી થશે ને
દુનિયા મારે માટે શું બોલશે – તે જોવા રોકાતા નથી, લોકલાજને છોડીને એ તો
પોતાની ચૈતન્યસાધનામાં મશગુલ છે.
જેમ આકાશની વચ્ચે અદ્ધર અમૃતનો કૂવો હોય તેમ મારું ચૈતન્યગગન
નીરાલંબી ને આનંદના અમૃતથી ભરેલું છે; તે આનંદનો સ્વાદ લેવામાં વચ્ચે
રાગાદિના આલંબનની જરૂર રહેતી નથી. પોતાના કાર્ય માટે બીજાનું આલંબન માંગવું
તે કાયરનું કામ છે; મોક્ષના સાધકો શૂરવીર હોય છે, કોઈના આલંબન વગર પોતાના
સ્વાવલંબને જ તેઓ પોતાના મોક્ષકાર્યને સાધે છે.
જેને આત્માની લગન લાગી છે એવા જીવને આત્માની અનુભૂતિ સિવાય
બીજા કોઈ પરભાવોમાં કે સંયોગોમાં ક્્યાંય ચેન પડતું નથી. તેને પોતાના ચૈતન્યની
જ ધૂન લાગેલી હોય છે. દુનિયા મારે માટે શું માનશે ને શું કહેશે – એ જોવા તે રોકાતો
નથી; તે કહે છે કે દુનિયા દુનિયાને ઘેર રહી, મારે તો દુનિયાને એકકોર મુકીને મારું
આત્મહિત કરી લેવાનું છે. – આ રીતે આત્મસન્મુખ જીવને દુનિયાનો રસ છૂટી જાય છે
ને ચૈતન્યનો સ્વાદ લેવામાં ઉપયોગ વળે છે. તેને જ્ઞાન વિકલ્પની ભિન્નતા ભાસે છે કે
વિકલ્પનો એક અંશ પણ મારા જ્ઞાનનું કાર્ય નથી. વિકલ્પના સ્વાદ કરતાં મારા
જ્ઞાનની જાત જ જુદી છે. રાગનો એક અંશ પણ જ્ઞાનપણે ભાસતો નથી. આવા
નિર્ણયના જોરે એકવાર જેને આત્માનો રંગ ચડી જાય તે જીવ રાગથી છૂટો પડીને
જ્ઞાનસ્વભાવનો સાક્ષાત્ અનુભવ કરે છે. વિકલ્પોથી અત્યંત વિરક્ત થઈને
જ્ઞાનસ્વભાવમાં તન્મયપણે પરિણમ્યો તે જીવ પોતાને પરમાત્માપણે અનુભવે છે; અને
આવો અનુભવ કરનાર જીવ અલ્પકાળમાં સાક્ષાત્

PDF/HTML Page 22 of 41
single page version

background image
: માગશર : ૨૪૯૯ આત્મધર્મ : ૧૯ :
પરમાત્મદશાને પામે છે. આત્મઅનુભૂતિ થવાના કાળે આત્મા પોતાના નિજરસથી
જ અનંતગુણના શાંત – અનાકુળ સ્વાદરૂપે પરિણમે છે; તેમાં વિકલ્પનો સ્વાદ નથી,
એકલા ચૈતન્યરસનો સ્વાદ છે.
આવા આત્મસન્મુખ જીવની રહેણી – કરણી જુદી જાતની હોય છે. દુનિયાની
વચ્ચે રહેતો હોવા છતાં દુનિયાથી જુદું તેનું અંતર કામ કરતું હોય છે. દુનિયાના
વિષયોનો રસ છૂટીને તેને તો માત્ર આત્માની ધૂન લાગે છે. કષાયના પ્રસંગો તેને
ગમતા નથી; દુનિયાની પંચાત તે પોતાને માથે રાખતો નથી. પોતાના મહાન
આત્મતત્ત્વને લક્ષમાં લેવા સિવાય બીજા કોઈ કાર્યોમાં આત્માની શક્તિ ખરચવાનું
તેને પાલવતું નથી, એટલે સર્વ શક્તિથી પોતાના પરિણામને તે આત્મા તરફ જ
વાળતો જાય છે. અરે, અનંતકાળથી મારું કિંમતી સ્વરૂપ સમજ્યા વગર મેં મારા
આત્માનું બગાડયું છે, પણ હવે આ ભવમાં તો મારે મારા આત્માનું સુધારી લેવું છે.
અપૂર્વ સત્સમાગમ મળ્‌યો છે તે મારે સફળ કરવો છે. હવે ભવદુઃખનો મને થાક
લાગ્યો છે. જગતની મોટાઈ મારે જોઈતી નથી. મારે તો મારા આત્માની શાંતિ
જોઈએ છે. – એમ વિચારીને તે અંતર્મુખ થાય છે. એક આત્માર્થ સાધવો એ જ
એનું લક્ષ છે.
હાલ વર્તમાનકાળમાં પણ આવા આત્મસન્મુખ જીવો દેખવામાં આવે છે.
તેઓનો પુરુષાર્થ ચાલુ છે અને તેઓ પણ આત્મઅનુભવ પ્રાપ્ત કરશે. આવા
આત્મસન્મુખ જીવો બીજા જિજ્ઞાસુને પણ આત્માનો અપાર મહિમા સમજાવીને
સાચો માર્ગ બતાવે છે, ને કુમાર્ગોથી છોડાવે છે. અરેરે, અત્યારે તો દુનિયામાં
કુગુરુઓ અનેક જાતની કુયુક્તિથી ભોળા જીવોને કુમાર્ગમાં ફસાવે છે. દુનિયા તો
સદાય એમ ચાલવાની છે; પણ હે જિજ્ઞાસુ બંધુઓ! તમે આવો મજાનો જૈનધર્મ
અને વીતરાગમાર્ગ પામ્યા, આત્મસ્વરૂપ સમજાવનારા સંતોનો તમને યોગ મળ્‌યો,
તો હવે કુગુરુઓ સામે કે અન્યમત સામે ભૂલેચૂકે ઝાંખીને પણ જોશો મા, – કેમકે
તેમાં આત્માનું ઘણું જ બૂરું થાય છે. આવા સરસ વીતરાગ – જૈનમાર્ગને જ પરમ
બહુમાનથી આદરજો, તે જ એક આ જગતમાં પરમ હિતકર છે. હે ભાઈ! આ
અવસર પામીને તું જાગ. હવે ઊંઘવાનો સમય પૂરો થયો. માટે જાગૃત થઈ,
આત્માને સંભાળી, ભવદુઃખથી છૂટવાનો ને મોક્ષસુખને પામવાનો ઉદ્યમ કર.
સમ્યક્ત્વ – પ્રાપ્તિનો આ સોનેરી અવસર છે.
(લેખનો બીજો ભાગ આવતા અંકે)

PDF/HTML Page 23 of 41
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : માગશર : ૨૪૯૯
(છહઢાળાની ત્રીજીઢાળના પ્રવચનો ઉપરથી સંકલન: ગતાંકથી ચાલુ)
૧૬૬. તે મોક્ષનો ઉપાય કેવો છે?
તે પણ રાગ વગરનો છે.
૧૬૭. શુભરાગને મોક્ષનું કારણ માને તો?
તેને મોક્ષની કે મોક્ષના ઉપાયની ખબર નથી.
૧૬૮. મોક્ષનાં અને બંધનાં કારણ કેવાં છે?
ભિન્નભિન્ન છે; મોક્ષનું કારણ વીતરાગ છે,
બંધનું કારણ રાગ છે.
૧૬૯. જે મોક્ષનું કારણ હોય તે બંધનું કારણ
થાય? ... ના...
૧૭૦. જે બંધનું કારણ હોય તે મોક્ષનું કારણ
થાય? ના...
૧૭૧. સાતતત્ત્વની ઓળખાણ તે શું છે?
તે વીતરાગ જૈનધર્મનો એકડો છે.
૧૭૨. સાતતત્ત્વ જાણીને શું કરવું?
આત્માના શુદ્ધસ્વભાવની અનુભૂતિ, પ્રતીત
કરવી.
૧૭૩. સામાયિક ક્યારે થાય?
સમભાવી જ્ઞાનસ્વભાવી આત્માને જાણે
ત્યારે.
૧૭૪. તે સામાયિકનું ફળ શું? ... મોક્ષ.
૧૭પ. બહિરાત્મા જીવ પરમાત્મા થઈ શકે?
હા, તે આત્માને ઓળખીને પરમાત્મા થઈ
શકે છે.
૧૭૬. એકેક જીવમાં પરમાત્મા થવાની
તાકાત કોણ બતાવે છે?
એ વાત જૈનશાસન જ બતાવે છે.
૧૭૭. નરકમાં પણ અંતરાત્મા હોય?
હા; ત્યાં પણ જે અસંખ્ય સમ્યગ્દ્રષ્ટિ છે તે
અંતરાત્મા છે.
૧૭૮. અંતરાત્માના ગુણસ્થાન ક્યા ક્યા?
.. . ચારથી બાર.
૧૭૯. ઉત્તમ અંતરાત્મા કોણ?
સાતથી બાર ગુણસ્થાનવર્તી શુદ્ધોપયોગી મુનિ.
૧૮૦. મધ્યમ અંતરાત્મા કોણ?
દેશવ્રતી – શ્રાવક ને મહાવ્રતી – મુનિ.
૧૮૧. સૌથી નાના અંતરાત્મા કોણ?
સમ્યગ્દ્રષ્ટિ – અવ્રતી ગૃહસ્થ.
૧૮૨. એ ત્રણે પ્રકારના અંતરાત્મા કેવા છે?
ये तीनों शिवमगचारी – તે ત્રણેય
મોક્ષમાર્ગી છે.
૧૮૩. શું ગૃહસ્થ પણ મોક્ષમાર્ગમાં સ્થિત છે?
હા;
गृहस्थो मोक्षमार्गस्थ निर्मोहो।।।
(રત્નકરંડશ્રાવકાચાર)
૧૮૪. મનુષ્યલોકમાં કેટલા અરિહંતભગવંતો
વિચરે છે?
લાખો અરિહંત પરમાત્મા અત્યાર

PDF/HTML Page 24 of 41
single page version

background image
: માગશર : ૨૪૯૯ આત્મધર્મ : ૨૧ :
પણ મનુષ્યલોકમાં વિચરે છે.
૧૮પ. અરિહંત ભગવાનને ક્યું ગુણસ્થાન
હોય?
તેરમું અને ચૌદમું.
૧૮૬. ગામડિયાને આત્માની આવડી મોટી
વાત સમજાય છે?
ભાઈ, તું ગામડિયો નથી, તું
અનંતગુણવંત ભગવાન છો.
૧૮૭. જ્ઞાનીઓ શું બતાવે છે?
જે સ્વરૂપ છે તે જ બતાવે છે; વિશેષ
કંઈ નથી કહેતા.
૧૮૮. આ વાત કેવી છે?
પોતાના હિત માટે જરૂર સમજવા
જેવી છે.
૧૮૯. કરોડો રૂપિયામાં કે બંગલા – મોટરમાં
કેટલું સુખ છે?
એમાં ક્યાંય સુખનો છાંટોય નથી.
૧૯૦. તો સુખ ક્યાં છે?
સુખ તો આત્માના સમ્યગ્દ્રર્શન – જ્ઞાન –
ચારિત્રમાં જ છે.
૧૯૧. શરીર – રૂપિયા – મકાન વગેરે જીવ
છે કે અજીવ?
તે બધા અજીવ છે.
૧૯૨. અજીવમાં સુખ હોય? – કદી ન હોય.
૧૯૩. પરલક્ષી શુભાશુભભાવોમાં સુખ છે?
– ના.
૧૯૪. સંવર–નિર્જરારૂપ સુખમાં કોની
સન્મુખતા છે?
તેમાં આત્માની સન્મુખતા છે.
૧૯પ. આસ્રવ –બંધરૂપ દુઃખમાં કોની
સન્મુખતા છે?
તેમાં પરસન્મુખતા છે.
૧૯૬. મનુષ્યક્ષેત્રમાં અત્યારે અરિહંતો છે?
હા, વિદેહમાં સીમંધરસ્વામી વગેરે લાખો
અરિહંતો છે.
૧૯૭. આ ભરતક્ષેત્રમાં કોઈ અરિહંત હતા?
હા; અઢીહજાર વર્ષ પહેલાંં
મહાવીરપ્રભુ વિચરતા હતા.
૧૯૮. સંસ્કૃતભાષામાં પહેલવહેલા
સિદ્ધાંતસૂત્ર કોણે રચ્યાં?
શ્રી ઉમાસ્વામીએ મોક્ષશાસ્ત્ર
સંસ્કૃતમાં રચ્યું; તેઓ
કુંદકુંદચાર્યદેવના શિષ્ય હતા.
૧૯૯. તે મોક્ષશાસ્ત્ર ઉપર કોણે – કોણે ટીકા
રચી છે?
પૂજ્યપાદસ્વામીએ સર્વાથસિદ્ધિ, અકલંકદેવે
તત્ત્વાર્થ – રાજવાર્તિક, અને
વિદ્યાનંદીસ્વામીએ
તત્ત્વાર્થશ્લોકવાર્તિક, એ ત્રણ
મહાન ટીકાઓ રચી છે.
૨૦૦. તે મોક્ષશાસ્ત્રનું પહેલું જ સૂત્ર શું છે?
‘सम्यग्दर्शन– ज्ञान –चारित्राणि
मोक्षमार्गः। ’
૨૦૧. સમયસારની ૧૧ મી ગાથામાં
સમ્યગ્દ્રર્શન કોને કહ્યું છે?

PDF/HTML Page 25 of 41
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : માગશર : ૨૪૯૯
ભૂતાર્થસ્વભાવના આશ્રયે સમ્યગ્દ્રર્શન કહ્યું
છે.
૨૦૨. નવતત્ત્વને જાણે, પણ શુદ્ધાત્માને ન
ઓળખે તો?
– તો તેને સમ્યગ્દ્રર્શન ન થાય; ને
તેનું નવતત્ત્વનું જ્ઞાન પણ સાચું ન
કહેવાય.
૨૦૩. વીતરાગ ભગવંતો કયા માર્ગે મોક્ષમાં
ચાલ્યા?
અંતર્મુખી શુદ્ધ રત્નત્રયના માર્ગે તેઓ
મોક્ષમાં ગયા.
૨૦૪. જીવને બહિરાત્મદશામાં શું હતું?
બહિરાત્મદશામાં તે એકાંત દુઃખી હતો.
૨૦પ હવે અંતરાત્મા થતાં શું થયું? આત્માનું
સાચું સુખ અનુભવમાં આવ્યું.
૨૦૬. રાગાદિ ભાવો કેવા છે?
તેઓ અંર્તસ્વભાવના આશ્રયે
ઉત્પન્ન થયેલા નથી.
૨૦૭. અંર્તસ્વભાવના આશ્રયે શું ઉત્પન્ન
થાય?
વીતરાગી જ્ઞાન–આનંદરૂપ શુદ્ધ ભાવો
પ્રગટે.
૨૦૮. આપણે પરમાત્માને ઓળખી
શકીએ?
હા; અંતરાત્મા થઈને પરમાત્માને
ઓળખી શકાય છે.
૨૦૯. જડ– શરીરમાં જીવનો કોઈ ધર્મ હોય?
– ના.
૨૧૦. બી. એ. એમ. એ. ભણે, પણ
આત્માને ન ઓળખે તો?
– તો વીતરાગી આત્મવિદ્યામાં તે મૂરખ છે,
નાપાસ છે.
૨૧૧. આત્માના હિત માટે કેવી વિદ્યા
શીખવી?
જીવ – અજીવના ભેદજ્ઞાનરૂપ
વીતરાગ વિદ્યા શીખવી.
૨૧૨. અંતરાત્માનું લક્ષણ શું?
– જ્ઞાનચેતનાની અનુભૂતિ.
૨૧૩. જ્ઞાનચેતનાવંત અંતરાત્માને ખરેખર
કોણ ઓળખી શકે?
જે પોતે અંતરાત્મા થાય તે.
૨૧૪. એકલા અનુમાનવડે અંતરાત્માને
ઓળખી શકાય? – ના.
૨૧પ. રાગ અને શરીરનો નાશ થાય તો
આત્મા જીવે?
હા; આત્મા પોતાના ચેતનસ્વભાવે
સદા જીવંત છે.
૨૧૬. આત્માને અનુભવનારા અંતરાત્મા
કેવા છે? તેઓ પરમાત્માના
પાડોશી છે.
૨૧૭. અંતરાત્માને રાગ હોય?
કોઈ ને હોય છે; બધાયને નથી
હોતો.
૨૧૮. રાગ હોવા છતાં અંતરાત્મા શું કરે
છે? પોતાની ચેતનાને રાગથી જુદી
અનુભવે છે.
૨૧૯. અંતરાત્માની ઓળખાણ કરતાં શું
થાય?
જીવ–અજીવનું સાચું ભેદજ્ઞાન થઈ
જાય.

PDF/HTML Page 26 of 41
single page version

background image
: માગશર : ૨૪૯૯ આત્મધર્મ : ૨૩ :
૨૨૦. શરીરથી, રાગથી લાભ માને તો શું
થાય?
તો તે રાગથી ને શરીરથી છૂટી શકે
નહિ, ને વીતરાગી મોક્ષમાર્ગમાં
આવી શકે નહિ; એટલે સંસારમાં જ
રહે.
૨૨૧. સમ્યગ્દ્રષ્ટિને અશુભભાવ હોય ત્યારે?
– ત્યારે પણ તે અંતરાત્મા છે.
૨૨૨. મિથ્યાદ્રષ્ટિ શુભભાવ કરતો હોય
ત્યારે?
– ત્યારે પણ તે બહિરાત્મા છે.
૨૨૩. રાગ વખતે અંતરાત્માની ચેતના કેવી
છે? ત્યારે પણ તેની ચેતના રાગથી
અલિપ્ત જ છે.
૨૨૪. વ્યવહારરત્નત્રયવાળો અજ્ઞાની કેવો
છે?
અવ્રતી – જઘન્ય – અંતરાત્માથી પણ
તે હલકો છે; તેનું સ્થાન મોક્ષમાર્ગમાં
નથી.
૨૨પ. સમ્યગ્દ્રષ્ટિની પરિણતિ કેવી છે?
કોઈ અદ્ભુત – આશ્ચર્યકારી છે; જ્ઞાન
વૈરાગ્યસંપન્ન છે.
૨૨૬. અવિરત – સમ્યગ્દ્રષ્ટિને કેટલી
કર્મપ્રકૃતિ નથી બંધાતી?
તેને કુલ ૪૩ કર્મપ્રકૃતિ તો બંધાતી જ
નથી (૪૧ + ૨)
૨૨૭. અવિરત સમ્યગ્દ્રષ્ટિને સંયમ છે?
ના; સંયમ નથી, પણ સંયમની
ભાવના નિરંતર વર્તે છે.
૨૨૮. નાનામાં નાના સમ્યગ્દ્રષ્ટિની
આત્મશ્રદ્ધા કેવી છે?
સિદ્ધ ભગવાન જેવી.
૨૨૯. કુંદકુંદદેવે મોક્ષપ્રાભૃતમાં સમ્યગ્દ્રષ્ટિને
કેવો કહ્યો છે?
‘તે ધન્ય છે, કૃતકૃત્ય છે, શૂરવીર
છે, પંડિત છે. ’
૨૩૦. સર્વજ્ઞ – પરમાત્માની જેને શ્રદ્ધા નથી
તે જીવ કેવો છે?
તે જીવ બહિરાત્મા છે, ગૃહીત
મિથ્યાદ્રષ્ટિ છે.
૨૩૧. સર્વજ્ઞનો ખરો સ્વીકાર કોણ કરે છે?
જ્ઞાનદ્રષ્ટિવંત સમ્યગ્દ્રષ્ટિ જ
સર્વજ્ઞનો ખરો સ્વીકાર કરે છે.
૨૩૨. સર્વજ્ઞના સ્વીકારમાં શું– શું આવે છે?
અહા! સર્વજ્ઞના સ્વીકારમાં તો
જ્ઞાનસ્વભાવનો સ્વીકાર છે; તે
ધર્મનો મૂળ પાયો છે, તેમાં તો
અપૂર્વ તત્ત્વજ્ઞાન છે; રાગ ને
જ્ઞાનની ભિન્નતાનો અનુભવ છે.
૨૩૩. સર્વજ્ઞતા કેવી છે?
અહો! એની શી વાત! એ તો
અતીન્દ્રિય જ્ઞાનરૂપ છે. મહા
આનંદરૂપ છે, રાગ–દ્વેષ વગરની છે,
વિકલ્પાતીત એનો મહિમા છે.
૨૩૪. શરીર હોવા છતાં સર્વજ્ઞપણું હોઈ
શકે? – હા.

PDF/HTML Page 27 of 41
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : માગશર : ૨૪૯૯
૨૩પ. સિદ્ધભગવંતો કેવા છે?
જગતમાં સૌથી શ્રેષ્ઠ છે, અનંત છે,
ભવનો અંત કરનારા મહંત છે,
અનંત સુખવંત છે, દેહરહિત છે,
જ્ઞાનશરીરી છે.
૨૩૬. અનંતા જીવ – પુદ્ગલો ક્યાં રહેલાં છે?
આકાશના અનંતમા ભાગરૂપ
લોકમાં.
૨૩૭. અનંત – આકાશને પણ જ્ઞાન પૂરું
જાણે? હા; જ્ઞાનનું સામર્થ્ય તેથી પણ
અનંત છે.
૨૩૮ આત્માના જ્ઞાનમાં ઈંદ્રિયો નિમિત્ત તો
છે ને? ના; સ્વાધીન એવા
અતીન્દ્રિયજ્ઞાનમાં ઈંદ્રિયો નિમિત્ત
પણ નથી; ઈન્દ્રિયોનું નિમિત્તપણું તો
પરાધીન એવા ઈન્દ્રિય જ્ઞાનમાં છે –
પણ તે જ્ઞાનને તો હેય કહ્યું છે.
અતીન્દ્રિજ્ઞાન જ આનંદનું કારણ
હોવાથી ઉપાદેય છે.
૨૩૯. કેવળજ્ઞાનને કોઈ નિમિત્ત છે?
હા, જ્ઞેયપણે આખું જગત તેને
નિમિત્ત છે.
૨૪૦. સત્ય સમજવાની શરૂઆત કઈ રીતે
કરવી?
વસ્તુનું પોતાનું સ્વરૂપ લક્ષમાં લઈને.
૨૪૧. હાલે–ચાલે –બોલે તે જીવ – એ સાચું?
ના; જે જાણે તે જીવ જેનામાં જ્ઞાન ન
હોય તે અજીવ.
૨૪૨. આસ્રવ – બંધનું કારણ શું છે?
જીવનો અશુદ્ધ ઉપયોગ.
૨૪૩. પુણ્ય – પાપના આસ્રવો તથા બંધ
કેવાં છે?
જીવને દુઃખનાં કારણ છે, તેથી
છોડવા જેવાં છે.
હોય?
હા; જિનમાર્ગઅનુસાર તેને
બરાબર તત્ત્વશ્રદ્ધા હોય છે.
૨૪પ. તત્ત્વોને જાણીને શું કરવું?
હિતરૂપ તત્ત્વોને ગ્રહણ કરવા, ને
દુઃખરૂપ તત્ત્વોને છોડવા.
૨૪૬. દુર્ભાગી કોણ?
અવસર પામીને પણ જે આત્માને
ન ઓળખે તે.
૨૪૭. વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ?
તેમણે પણ આવું વીતરાગી ભણતર
ભણવું જોઈએ.
૨૪૮. પરમેશ્વર કેવા છે?
તેઓ જગતને જાણનારા છે, પણ
જગતના કર્તા નથી.
૨૪૯. જગતના પદાર્થો કેવા છે?
સ્વયં સત્ છે. કોઈ તેનો કર્તા નથી.
૨પ૦. આત્માના અનુભવ વગર સર્વજ્ઞને
ઓળખી શકાય? – ના.
૨પ૧. શરીર છેદાય – ભેદાય ત્યારે જીવ
શાંતિ રાખી શકે?
હા; કેમકે જીવ શરીરથી જુદો છે.
(વિશેષ આવતા અંકે)

PDF/HTML Page 28 of 41
single page version

background image
: માગશર : ૨૪૯૯ આત્મધર્મ : ૨૫ :
અપૂર્વ આત્મશાંતિના અનુભવની બધી સામગ્રી આત્મામાં જ છે.
આનંદમય આત્મસંપદાને અનુભવવી
એ જ ધર્મીનો ધંધો છે.
(નિયમસાર સમાધિ અધિકાર: કારતક સુદ ૭, સં. ૨૪૯૯)
* * * * * *
ધર્માત્મા– સંતો કહે છે કે અહો, ચૈતન્યની શાંતિને
અનુભવવી તે અમારો વિષય છે. અહા, આનંદસંપદાનો આખો
દરિયો આત્મા, તેમાથી એક બિંદુ પણ પ્રગટતાં જે આનંદ
અનુભવાય છે તેવો આનંદ જગતના કોઈ વૈભવમાં નથી. આવા
આનંદસ્વરૂપ આત્મા પોતે છે એટલે તેનો અનુભવ થઈ શકે છે.
* * * * * *
અહો, ચૈતન્ય પરમતત્ત્વ – જે મારા અંતરમાં બિરાજી રહ્યું છે તે મને સમાધિ
ગમ્ય છે. કોઈ અચિંત્ય વિકલ્પાતીત સમાધિ વડે ઉત્તમ આત્માના હૃદયમાં એટલે કે
સમ્યગ્દ્રષ્ટિના અંતરમાં તે પરમ તત્ત્વ સ્ફૂરાયમાન થાય છે. સહજ આત્મસંપદાસહિત
પરમાત્મતત્ત્વ સમાધિની સાથે જ રહે છે. રાગ–વિકલ્પો તો અસમાધિ છે, તેમાં
ચૈતન્યની સંપદા નથી; આવા આત્મતત્ત્વને જાણનારા ધર્માત્મા પણ કહે છે કે અહો,
આવું પરમ તત્ત્વ અમારી સમાધિનો વિષય હોવા છતાં, તેમાં સ્વસન્મુખ ઉપયોગને
જોડયા વગર તેની નિર્વિકલ્પ શાંતિ અનુભવાતી નથી. વચનના વિકલ્પોમાં લક્ષ જાય
તેટલી અસમાધિ છે. વચનવિકલ્પથી પાર થઈને નિર્વિકલ્પ ચૈતન્યધ્યાનમાં કોઈ પરમ
અદ્ભુત આનંદ અનુભવાય છે... તે સાચી સમાધિ છે. આવા આત્માને અનુભવનારા
જીવો જ ખરેખર ઉત્તમ આત્માઓ છે. ઝાઝો વૈભવ બહારમાં હોય કે શુભરાગ કરતો
હોય તેને કાંઈ ઉત્તમ નથી કહેતા. અરે, ચૈતન્યની આનંદસંપદા પાસે જગતની
સંપત્તિની શું કિંમત છે? આનંદસંપદાનો આખો દરિયો આત્મા, તેમાંથી એક બિંદુ પણ
પ્રગટતાં જે આનંદ અનુભવાય છે તેવો આનંદ જગતના કોઈ વૈભવમાં નથી. આવા
આનંદસ્વરૂપ આત્મા પોતે છે એટલે તેનો અનુભવ થઈ શકે છે. ક્યાંય બીજે દૂર એને
શોધવા જવું પડે એવું નથી.

PDF/HTML Page 29 of 41
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : માગશર : ૨૪૯૯
ધર્માત્મા – સંતો કહે છે કે અહો! ચૈતન્યની શાંતિને અનુભવવી તે અમારો
અરે, આવી ચૈતન્યસંપદાને એકવાર લક્ષમાં તો લ્યો! તેમાં લક્ષને જોડતાં
મહાઆનંદરૂપ સમાધિ થશે. અહા, આત્મામાં ઉપયોગ જોડતાં જે કોઈ અદ્ભુત શાંતિ
અમને અનુભવાય છે તેની શી વાત!
આનંદના અનુભવની ખાસ સામગ્રી
હવે આવી અપૂર્વ શાંતિના અનુભવ માટેની સામગ્રી ધર્મીના અંતરમાં કેવી છે?
ઈન્દ્રિયોથી પાર ચૈતન્યસ્વરૂપ આત્માની આરાધનામાં તત્પરતા, તેમાં
ઉપયોગની સન્મુખતા, તે જ સંયમ – નિયમ – અધ્યાત્મતપ અને ધ્યાન છે. – આવી
ખાસ સામગ્રી વડે જે પોતાના આત્માને ધ્યાવે છે તે જીવને નિર્વિકલ્પ સમાધિનું પરમ
સુખ અનુભવાય છે. પરિણતિ અંર્તસ્વરૂપમાં લીન થઈ, એટલે તે અંદર ઊંડી – ઊંડી
ઊતરી ગઈ એમ કહેવાય છે. વિકલ્પવડે ચૈતન્યમાં પ્રવેશ થતો ન હતો, વિકલ્પાતીત
ચૈતન્યપરિણતિવડે અંદર સ્વભાવનો અનુભવ થયો, તેને ‘ઊંડો – ઊંડો’ કહેવાય છે.
બાહ્યવલણ છોડીને અંદરના

PDF/HTML Page 30 of 41
single page version

background image
: માગશર : ૨૪૯૯ આત્મધર્મ : ૨૭ :
અહો, આવી અંતર્મુખ પરિણતિ સિવાય બહારના બધા શુભાશુભભાવો તે
તો આડંબર છે. ચૈતન્યભાવ તે સહજભાવ છે, તેમાં કોઈ પરભાવનો આડંબર નથી.
શુભરાગ તે કાંઈ આત્માનો સહજ ભાવ નથી, તે તો પરાશ્રયે થયેલો આડંબર છે.
શુભાશુભરૂપ બાહ્ય ક્રિયાકાંડનો આધાર આત્મા નથી, આત્મા તો રાગવગરની
અંતઃક્રિયાનો આધાર છે. આવા આત્મસ્વભાવને જાણીને તેની સન્મુખ થયેલી ખાસ
પરિણતિ તે ધર્મધ્યાન છે; તે જ આત્માને ધ્યાવવાની સાચી સામગ્રી છે. બીજી બધી
સામગ્રી (શુભક્રિયાઓ) તે તો કહેવા માત્ર સાધન છે, પરમાર્થ તો તે આડંબર છે,
તેનાથી પાર આત્માની અનુભૂતિ છે. આવી અનુભૂતિમાં ધ્યાતા – ધ્યાન – ધ્યેય કે
તેનું ફળ એવા ભેદ–વિકલ્પો નથી, તે તો વિકલ્પોથી પાર અંતર્મુખાકાર આત્માને જ
અવલંબનારી છે. ધુવ તે ધ્યેય ને પર્યાય તે ધ્યાતા – એવા ભેદ પણ જેમાં નથી –
એવા અંતર્મુખઆકાર પરમતત્ત્વમાં ઉપયોગની સ્થિરતા તે જ પરમ ધ્યાન છે. આવી
પોતાની શુદ્ધ પરિણતિ તે જ અંતર્મુખ પરમ સામગ્રી છે; –આવી ખાસ સામગ્રીવડે
જે ધર્મી પોતાના પરમાનંદમય તત્ત્વને ધ્યાવે છે તે જીવને પરમ સમાધિ છે. આવી
સમાધિરૂપે પરિણમેલા જીવને બાહ્યસાધનના આલંબનની વ્યગ્રતા નથી. અરે જીવ!
તારા આત્મા સિવાય બહારમાં બીજા ભગવાનનું આલંબન પણ તારી સમાધિમાં
ક્્યાં છે? બીજાનું આલંબન લેવા જઈશ તો તને અસમાધિ થશે. તારો આત્મા કાંઈ
અધૂરો નથી કે કોઈ બીજાનું આલંબન લેવું પડે. સ્વભાવની સામગ્રીથી પરિપૂર્ણ
તારો આત્મા છે તેના અવલંબનમાં શ્રદ્ધા–જ્ઞાન–સંયમ–તપ–ધ્યાન વગેરે બધું સમાઈ
જાય છે. આખોય મોક્ષમાર્ગ આત્માના જ અવલંબને છે. આવા નિજ આત્માના
અવલંબન વગરનું બધું વ્યર્થ છે, કેમકે તે સંસારનું જ કારણ છે.
અહો, અંતર્મુખ થઈને ચૈતન્યની સહજ નિર્વિકલ્પ સમાધિમાં જેઓ લીન છે,
અને દ્વૈતની વિકલ્પજાળથી જેઓ મુક્ત છે – તે સંતોને હું નમું છું. નમું છું એટલે કે
હું પણ એવા જ આત્માને મારું ધ્યેય બનાવીને તે તરફ ઢળું છું; ભેદના વિકલ્પો
તરફ હું નથી નમતો. ચૈતન્યના નિર્વિકલ્પ ધ્યાનમાં સ્થિત સંતો પ્રત્યે મારો પ્રમોદ
જાહેર કરીને તેમને હું નમું છું.

PDF/HTML Page 31 of 41
single page version

background image
: ૨૮ : આત્મધર્મ : માગશર : ૨૪૯૯
અહો, સિદ્ધભગવંતોનું
અચિંત્ય સુખ!
(પ્રવચનસાર ગા. ૧૩ ઉપર પ્રવચન: જયપુર જેઠ સુખ ૪–પ સં. ૨૦૨૭)
શુદ્ધોપયોગ વડે કેવળજ્ઞાનને સાધીને મહાવીરાદિ
ભગવંતો અપૂર્વ મહા આનંદમય સિદ્ધપદને પામ્યા... અહો,
એ અતીન્દ્રિયસુખની શી વાત! ભગવંતોએ તે સુખનો માર્ગ
જગતને ઉપદેશ્યો. અને તે જ માર્ગ કુંદકુંદાચાર્ય વગેરે
વીતરાગી સંતોએ પરમાગમોમાં પ્રસિદ્ધ કર્યો છે.
આત્માના પરમ સુખને માટે સમ્યગ્દ્રર્શન – જ્ઞાન –ચારિત્ર કર્તવ્ય છે; એ ત્રણે
શુદ્ધોપયોગમાં સમાય છે. તે માટે રાગાદિ સાથેની એકતા તોડીને જ્ઞાનાનંદસ્વરૂપમાં
એકતા કરવી તે પહેલું કર્તવ્ય છે. તે કરતાં જ અંતરમાંથી પરમ શાંતિનું ઝરણું આવે છે.
સમ્યગ્દ્રર્શન ઉપરાંત ચારિત્રદશામાં નિર્વિકલ્પ શુદ્ધોપયોગ, તે અનંત આનંદ રૂપ
કેવળજ્ઞાનનું કારણ છે. અહો! શુદ્ધોપયોગવડે જેઓને કેવળજ્ઞાન પ્રસિદ્ધ થયું છે તેમના
પરમ સુખની શી વાત! તે સુખ આત્મામાંથી જે ઉત્પન્ન છે, ઈંદ્રિયવિષયોથી પાર છે,
અનુપમ છે, અનંત છે અને વિચ્છેદ વગરનું છે. અહો, આત્માના આવા સુખની પ્રતીત
કરતાં આત્માના સ્વભાવની પ્રતીત થાય છે, ને બહારમાંથી બધેથી સુખબુદ્ધિ છૂટી જાય છે.
જુઓ, આવા સુખનું કારણ શુદ્ધોપયોગ જ છે, બીજું કોઈ સાધન નથી.
શુદ્ધોપયોગમાં પોતાના જ્ઞાનસ્વભાવનું જ આલંબન છે, તેથી પોતાના અસાધારણ
જ્ઞાનસ્વભાવને જ કારણપણે અંગીકાર કરતાં કેવળજ્ઞાન અને પરમસુખ થાય છે.

PDF/HTML Page 32 of 41
single page version

background image
: માગશર : ૨૪૯૯ આત્મધર્મ : ૨૯ :
છે. મિથ્યાત્વ તે સંસારતત્ત્વ જ છે. કોઈ જીવ ભલે પંચમહાવ્રતાદિ પાળતો હોય તોપણ
જ્યાં મિથ્યાત્વ છે ત્યાં સંસારતત્ત્વ જ છે; તે જીવ દુઃખી જ છે.
આત્માનું અતીન્દ્રિયસુખ તે જ સાચું સુખ છે; ને શુભાશુભ ઉપયોગ છોડીને
આવું સુખ પમાય છે. શુભાશુભને જે કર્તવ્ય માને તે કદી આત્માનું સુખ પામી શકે
નહિ. શુભાશુભને છોડીને અને શુદ્ધોપયોગને આત્મસાત્ કરીને કેવળીભગવંતો અનંત
આત્મસુખને પામ્યા છે. તે શુદ્ધોપયોગના ફળની પ્રશંસા કરીને આચાર્યદેવ ભવ્ય
જીવોને તેમાં પ્રોત્સાહિત કરે છે.... અહો, આવા સુખની વાત સાંભળતા પણ ભવ્ય
જીવને પ્રોત્સાહન ચડે છે કે વાહ! આવા સુખના કારણરૂપ શુદ્ધોપયોગ જ મારે કર્તવ્ય
છે. શુદ્ધોપયોગવડે થતું આવું અતીન્દ્રિય પરમસુખ જ મારે પ્રાર્થનીય છે; એ સિવાય
સંસારમાં બીજું કાંઈ, શુભ–પુણ્ય કે તેના ફળરૂપ સ્વર્ગાદિ પણ ઈચ્છવાયોગ્ય નથી,
કેમકે તેમાં કાંઈ આત્માનું સુખ નથી; પુણ્યમાં લીન થયેલા જીવો પણ આકુળતાનો
અગ્નિમાં જ બળી રહ્યા છે, ને દુઃખી છે. સુખી તો શુદ્ધોપયોગી જીવો જ છે.
શુદ્ધોપયોગરૂપ થયેલો આત્મા તે જ ધર્મ છે; તે જ સુખી છે; તે જ કેવળ જ્ઞાન
અને મોક્ષને સાધે છે. તેની પ્રાપ્તિ માટે, ચેતનાથી ભિન્ન એવા અશુભ કે શુભ બધાય
કષાયભાવો અપાસ્ત કરવા જેવા છે, છોડવા જેવા છે.
હું તો જગતનો સાક્ષી, સ્વયં સુખનો પિંડલો છું. તેમાં આકુળતા કેવી? મારા
સુખના અનુભવ માટે હું કોઈ બીજાને ગ્રહણ કરું કે કોઈને છોડું – એવું મારા સ્વરૂપમાં
છે જ નહીં. બહારના પદાર્થો તો સદા મારાથી છૂટા જુદા જ છે, તેનું ગ્રહણ કે ત્યાગ
મારામાં નથી. જ્ઞાન અને સુખસ્વરૂપ મારો આત્મા છે, તેમાં ઉપયોગની એકાગ્રતા થઈ
ત્યાં શુભાશુભ પણ છૂટી ગયા ને પરમ વીતરાગ સુખનો અનુભવ રહ્યો. પોતે સ્વયં
આવા શુદ્ધોપયોગરૂપ થઈને આચાર્યદેવ કહે છે કે અહો, આવી શુદ્ધોપયોગદશા જ
પરમ પ્રશંસનીય છે.
મુનિધર્મ તો શુદ્ધોપયોગરૂપ છે; રાગરૂપ કાંઈ મુનિધર્મ નથી. પં. શ્રી.
ટોડરમલજી મુનિનું સ્વરૂપ બતાવતાં લખે છે કે जो विरागी होकर, समस्त
परिग्रहका त्याग करके शुद्धोपयोगरूप मुनिधर्म अंगीकार करके, अंतरमें
शुद्धोपयोग द्वारा अपनेकी आपरूप अनुभव करते ह
ૈં.... આવી મુનિદશા છે; આવી
મુનિદશા વગર મોક્ષ થતો નથી. અહા, ધન્ય એનો અવતાર! ધન્ય એનું જીવન! તે
મુનિઓ

PDF/HTML Page 33 of 41
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : માગશર : ૨૪૯૯
અહો, આત્માનું સુખ જે રાગથી પાર છે તેનો સ્વાદ જીવે પૂર્વે અનાદિ સંસારમાં
ધર્માત્મા આવા પોતાના સ્વભાવસુખની પ્રતીત કરીને તેમાં એવા ઘૂસી ગયા કે
જુઓ, સર્વજ્ઞભગવાનની વાણીરૂપ આ પ્રવચનસારની ૧૩ મી ગાથામાં
શુદ્ધોપયોગદશા ચોથા ગુણસ્થાને પણ હોય છે. ધર્મની શરૂઆત જ

PDF/HTML Page 34 of 41
single page version

background image
: માગશર : ૨૪૯૯ આત્મધર્મ : ૩૧ :
શુદ્ધોપયોગ વડે થાય છે. ચોથા ગુણસ્થાને શુદ્ધોપયોગ હોય છે – પણ કોઈ – કોઈ
વાર થાય છે; કોઈ વાર ટૂંકા કાળે પણ થાય છે. – પછી પાંચમા ગુણસ્થાને તેનાથી
વિશેષ શુદ્ધોપયોગ હોય છે, તે થોડાથોડા કાળના અંતરે થાય છે. પછી મુનિદશામાં
તો વારંવાર અંતર્મુહૂર્તમાં જ નિર્વિકલ્પ શુદ્ધઉપયોગ થયા કરે છે. અહા,
શુદ્ધોપયોગદશાની શી વાત! શુદ્ધોપયોગી નિર્વિકલ્પપણે સિદ્ધભગવાન જેવા
આનંદરૂપે પોતાને અનુભવે છે. – આવો શુદ્ધોપયોગ તે જ ધર્મ છે, તે જ
કેવળજ્ઞાનનું સાધન છે. આવા શુદ્ધોપયોગ સિવાય બીજા કોઈ સાધનની અપેક્ષા
કેવળજ્ઞાન પ્રાપ્તિમાં નથી. બીજા કોઈ સાધનવડે કેવળજ્ઞાન કરવા માંગે, અરે!
સમ્યગ્દ્રર્શન કરવા માંગે, તો તેને ધર્મની કે ધર્મના સાધનની ખબર નથી. રાગથી
પાર શુદ્ધોપયોગ અપૂર્વ છે, તેનું ફળ પણ અપૂર્વ આનંદ છે. આવો શુદ્ધોપયોગ અને
તેનું ફળ બંને અત્યંત પ્રશંસનીય છે... તેમાં ઉત્સાહ કરવા જેવો છે.
આવો શુદ્ધોપયોગ પોતામાં થાય ત્યારે ધર્મ થયો કહેવાય. તેણે શ્રુતજ્ઞાનને
ઓળખ્યું કહેવાય. શ્રુતજ્ઞાનરૂપ જિનવાણી તો પરથી ભિન્ન આત્મા દેખાડીને
શુદ્ધોપયોગ કરાવે છે. શુદ્ધોપયોગી થઈને જેણે જ્ઞાનસ્વભાવનો અનુભવ કર્યો તેણે જ
શ્રુતજ્ઞાનને જાણ્યું છે. શ્રુતજ્ઞાનનું ફળ જ્ઞાનસ્વભાવનો અનુભવ છે. જ્ઞાનનો
અનુભવ જેણે ન કર્યો તેનું શ્રુતજ્ઞાન સાચું નથી; તે કદાચ ૧૧ અંગ જાણે તોપણ
તેના જ્ઞાનને સાચું જ્ઞાન કહેતા નથી; કેમકે તે મોક્ષમાર્ગને સાધતું નથી.
જ્ઞાનસ્વભાવ તરફ વળીને રાગથી જે જુદું પડ્યું તે જ સાચું જ્ઞાન છે, તે જ
મોક્ષમાર્ગને સાધે છે, અને આવા જ્ઞાનની ઉત્પત્તિ શુદ્ધોપયોગપૂર્વક જ થાય છે. માટે
આચાર્યદેવ કહે છે કે જીવો! પરમ આનંદની પ્રાપ્તિ માટે આવા શુદ્ધોપયોગરૂપે તમે
પરિણમો..... તેનો અવસર છે.
છૂટો પડ
હે જીવ! શરીર છૂટવાનો અવસર

PDF/HTML Page 35 of 41
single page version

background image
: ૩૨ : આત્મધર્મ : માગશર : ૨૪૯૯
સામાયિકમાં આત્મા
જ સમપ છ
પરમગુરુના પ્રસાદથી પ્રાપ્ત કરાયેલો પરમાત્મા
(નિયમસાર ગા. ૧૨૭ ઉપરનાં પ્રવચનમાંથી)
કેવળી ભગવાનના શાસનમાં સામાયિકવંત ધર્મીજીવ કેવા હોય? તે કહે છે:
તેને શ્રદ્ધા – જ્ઞાન –ચારિત્રમાં, સંયમ – તપમાં, સર્વ પર્યાયોમાં પોતાનો આત્મા જ
ઉપાદેય છે, તે જ તેને સમીપમાં વર્તે છે. કારણસ્વભાવરૂપ જે પરમાત્મા, તેની
સમીપતા વડે જ સાચી સામાયિક હોય છે.
આવા ધર્મીજીવમાં અહીં ભાવી જિનનું દ્રષ્ટાંત આપ્યું છે. અહો, અલ્પકાળમાં
જેઓ સર્વજ્ઞ – પરમેશ્વર થવાના છે એવા ભાવી જિનને અને સર્વે સમ્યગ્દ્રષ્ટિઓને
સંયમ – તપમાં સદાય આત્મા જ સમીપ વર્તે છે; શુભરાગની સમીપતા નથી, તે તો
જુદો વર્તે છે એટલે દૂર છે, ને પરમસ્વભાવી આત્મા જ બધી નિર્મળપર્યાયોમાં
તન્મયપણે વર્તે છે, તેથી તે જ અત્યંત સમીપ છે.
ધર્મી કહે છે કે અહો, અમારું પરમાત્મતત્ત્વ અમારી પર્યાયથી કદી દૂર થતું નથી;
પરમ ગુરુના પ્રસાદથી અમારું પરમાત્મતત્ત્વ અમને પ્રાપ્ત થયું છે. તે પરમાત્માનો
અમને અમારી બધી પર્યાયોમાં સાથ છે. જ્યાં રાગની પ્રીતિ હતી ત્યાં પરમાત્મતત્ત્વ
દૂર હતું, ત્યારે જીવને સામાયિકભાવ ન હતો. હવે જ્યાં પરમાત્મતત્ત્વ અનુભવમાં
આવ્યું ને પર્યાય તેમાં એકત્વરૂપ થઈને પરિણમી ત્યાં રાગ–દ્વેષ તેમાંથી દૂર થયા,
એટલે તેને આત્માની સમીપતાથી સદાય સામાયિક છે. અહા, જેની પર્યાર્યે – પર્યાયમાં
ભગવાન વર્તે છે તેને જ જૈનશાસનમાં સામાયિક કહી છે. ભગવાનને જે ભૂલ્યો તેને
સામાયિક કેવી? આત્માને દૂર રાખીને ગમે તેટલા વ્રત – તપ – સંયમ કરે પણ એમાં
ક્યાંય જીવને સમતા ન થાય, સામાયિક ન થાય, ધર્મ ન થાય. સાચા ધર્મની જે કોઈ
ક્રિયા છે, એટલે સામાયિક વગેરે જે કોઈ નિર્મળપર્યાય છે તે બધીયે આત્માની

PDF/HTML Page 36 of 41
single page version

background image
: માગશર : ૨૪૯૯ આત્મધર્મ : ૩૩ :
સમીપ વર્તે છે. આત્માની સન્મુખ થઈને જે વીતરાગપર્યાય પરિણમી તે જ ધર્મ છે.
આત્માથી જે વિમુખ વર્તે તેને ધર્મ કેવો ? ને સમતા કેવી? આત્મા શું છે તેની જેને
ખબર નથી તેને આત્માની સમીપતા કેવી? ને સામાયિક કેવી
અહો, ચૈતન્ય પરમતત્ત્વ ધર્મીની સ્વાનુભૂતિમાં જયવંત વર્તે છે. તેમાંથી
રાગાદિભાવોનો કે ભવનો પરિચય બિલકુલ છૂટી ગયો છે, તેમાં તો પોતાના ચૈતન્ય
પરમેશ્વરનો જ પરિચય છે. અરે, ચૈતન્યના ભાવમાં ભવ કેવા? હે જીવ! પરમ ચૈતન્ય
સન્મુખ ચેતનાને જાગૃત કરીને એવો પુરુષાર્થ કર કે એક ક્ષણમાં અંદર ચિદાનંદ
સ્વભાવમાં પ્રવેશ કર.... ને પરભાવોથી છૂટો પડી જા. શુદ્ધતત્ત્વને જાણતાં તેમાં
એકાગ્રતાથી સામાયિક થાય છે. સ્વાશ્રિત શુદ્ધપરિણતિ તે જ સામાયિક છે, તેમાં
આત્માની પ્રાપ્તિ છે. ટંકોત્કીર્ણ નિજમહિમામાં લીન એવા શુદ્ધતત્ત્વને સમ્યગ્દ્રષ્ટિ સાક્ષાત્
જાણે છે. તીર્થંકરો – ગણધરો – સંતમુનિવરોના અંતરમાં જે સદા સ્થિત છે એવું પરમ
મહિમા વંત ચૈતન્યતત્ત્વ મને પણ મારી અનુભૂતિમાં ગોચર થાય છે – એમ સમ્યગ્દ્રષ્ટિ
અનુભવે છે. પોતે પોતાને પ્રત્યક્ષ થાય – એવો જ મારો સ્વભાવ છે. આવા પોતાના
આત્માને એકકોર મુકીને કદી કલ્યાણ થાય નહીં. પોતાના મહાન તત્ત્વને જ્ઞાનમાં
સમીપ કરીને એટલે કે સ્વાનુભવગોચર કરીને અપૂર્વ કલ્યાણ થાય છે. આવો આત્મા
કાંઈ અગોચર વસ્તુ નથી; ઈંદ્રિયજ્ઞાનથી તે અગોચર હોવા છતાં, સમ્યગ્દ્રષ્ટિના
સ્વાનુભવજ્ઞાનમાં તે આનંદસહિત ગોચર થાય છે.
અહો, શ્રીગુરુના ઉપદેશવડે આવો આત્મા એકવાર દ્રષ્ટિમાં લીધો ત્યાં હવે સર્વે
પર્યાયોમાં તે જ મુખ્ય રહે છે, તે જ ઊર્ધ્વ છે. ચૈતન્યસ્વભાવની જ સન્મુખતા વડે
ભવભયને હરનારો તે જીવ રાગના નાશને લીધે અભિશમ છે – સુંદર છે – મોક્ષના
માર્ગમાં શોભે છે. રાગવડે જીવની સુંદરતા નથી. રાગના અભાવ વડે જે સ્વાશ્રિત
સમભાવ પ્રગટ્યો તેના વડે જીવની સુંદરતા છે.
શ્રી ગુરુનો ઉપદેશ પણ આ જ છે કે તારા પરિણામમાં તારા ચૈતન્યસ્વભાવી
આત્માને જ તું મુખ્ય રાખ, તેને જ સમીપ રાખ, તેમાં જ એકતા રાખ; ને એના
સિવાય બીજા બધાયને દૂર રાખ. પોતામાં આવા આનંદમય શુદ્ધાત્મતત્ત્વની આનંદમય
અનુભૂતિ થઈ તે જ પરમગુરુઓનો પ્રસાદ છે. અહો, પરમગુરુઓએ પ્રસન્ન થઈને
અમને આવો શુદ્ધાત્માનો પ્રસાદ આપ્યો. તેમના અનુગ્રહવડે અમને જે શુદ્ધાત્મ તત્ત્વનો
ઉપદેશ મળ્‌યો તેનાથી અમને સ્વસંવેદનરૂપ આત્મવૈભવ પ્રગટ્યો.

PDF/HTML Page 37 of 41
single page version

background image
: ૩૪ : આત્મધર્મ : માગશર : ૨૪૯૯
અહા, આવો સુંદર વીતરાગમાર્ગ! ... એ તો સ્વાશ્રયભાવવડે જ શોભે;
પરાશ્રિતભાવ તો અશુદ્ધ છે, તે વીતાગમાર્ગમાં શોભતા નથી. સમ્યક્ત્વ–જ્ઞાન–સુખ
ઈત્યાદિ અનંત ગુણના જે ભાવો છે તે બધાય આત્માના સ્વભાવના આશ્રયે જ છે, ને
તે સ્વાશ્રિત શુદ્ધપરિણામમાં જ સામયિક છે. પરાશ્રિત રાગાદિભાવો તો અશુદ્ધ છે,
તેમાં સામાયિક નથી, સમતા નથી. તેમાં તો વિષમતા છે.
ભાવી તીર્થાધિનાથ તો આત્માના આશ્રયે ભવભયને હરીને સહજ સમતાને
પ્રગટ કરે છે. શુદ્ધદ્રષ્ટિવંત ભાવી–તીર્થંકર આત્માની ઊર્ધ્વતા વડે ભવભયને હરનારા ને
રાગરહિત હોવાથી અભિરામ છે – સુંદર છે, તેના સમસ્ત પરિણામ શુદ્ધાત્મમાં જ
સમીપ વર્તે છે, તેથી તેને સહજ સમતારૂપ સામાયિક વર્તે છે. તીર્થનાયકના ઉત્કૃષ્ટ
ઉદાહરણ વડે બધા સમ્યગ્દ્રષ્ટિ જીવોની કેવો શુદ્ધદ્રષ્ટિમાં કેવો શુદ્ધ આત્મા છે તે
સમજાવ્યું છે. ધર્માત્માના બધાય પરિણામમાં પોતાનો શુદ્ધ કારણપરમાત્મા જ નજીક
છે. નિજસ્વભાવના ગાઢ આલિંગન વડે તેની પર્યાયો પુષ્ટ થઈ છે. આ રીતે તે
ભાવિજિનભગવાન નિજસ્વભાવની સમીપ થઈને પરભાવોથી પરાંગ્મુખ થયા, ને
વીતરાગી પોતે સાક્ષાત્ જિન થયા.
આ રીતે પુરાણપુરુષોને યાદ કરીને મુનિરાજ કહે છે કે અહો! અમારા
ભગવંતોએ આમ કર્યું, ને અમે પણ એ જ રીતે કરતા કરતા ભગવાનના માર્ગમાં
મુક્તિપુરીમાં જઈ રહ્યા છીએ.
જ્ઞાનીની નિસ્પૃહ ભક્તિ
હે જીવ! તને જ્ઞાનીની નિસ્પૃહ ભક્તિ કરતાં આવડે છે?
જ્ઞાનીની ભક્તિના બહાને તું તારું માન કે પ્રસિદ્ધિ તો નથી
પોષતો ને?
જ્ઞાની પ્રત્યેની નિસ્પૃહ ભક્તિનો સંબંધ અંદર જ્ઞાન સાથે
છે. એ ભક્તિ કાંઈ જગતને દેખાડવા માટે નથી; એ ભક્તિમાં
તો અંદરમાં નિજગુણના પોષણનો હેતુ છે; ને જ્ઞાનીના ગુણો
પ્રત્યેની અનુમોદના છે.
જો તને ગુણની લબ્ધિ ન દેખાતી હોય, ને રાગ–દ્વેષની
પુષ્ટિ જ થતી હોય તો તું સમજ કે તને હજી જ્ઞાનીની ભક્તિ
કરતાં આવડતી નથી, તેં જ્ઞાનીના ગુણને ઓળખ્યા નથી.

PDF/HTML Page 38 of 41
single page version

background image
: માગશર : ૨૪૯૯ આત્મધર્મ : ૩૫ :
ચિન્મૂરત દગધારીકી મોહે રીતિ લગત હૈ અટાપટી....
બાહિર નારકી કૃત દુઃખ ભોગે, અંતર સુખરસ ગટાગટી...
રમત અનેક સુરનિ સંગ પૈ તિસ પરિણતિ તેં નિત હટાહટી...
જ્ઞાન–વિરાગ શક્તિ તેં વિધિફલ ભોગત પૈ વિધિ ઘટાઘટી.....
સદન નિવાસી તદપિ ઉદાસી તાતેં આસ્રવ છટાછટી...
જે ભવહેતુ અબુધ કે તે તસ કરત બંધકી ઝટાઝટી...
નરક – પશુ – તિય – ષંડ – વિકલત્રય પ્રકૃતિનકી હૈ કટાકટી...
સંયમ ધર ન શકે પૈ સંયમ – ધારનકી ઉર ચટાચટી..
તાસ સુયશ ગુણકી દૌલતકો લગી રહે નિત રટારટી...
અહો, ચૈતન્યમૂર્તિ આત્માની દ્રષ્ટિના ધારક સમ્યગ્દ્રષ્ટિની દશા કોઈ અટપટી
આશ્ચર્યકારક લાગે છે.
કોઈ જીવ નરકમાં સમ્યગદ્રષ્ટિ હોય, બહારમાં તો તેને નારકીઓ દ્વારા ઘોર
દુઃખ થતું હોય પણ અંતરમાં તે જ વખતે ભિન્ન ચેતનામાં તેને આત્માના સુખરસની
ગટાગટી ચાલે છે; જેમ શેરડીનો રસ ગટક–ગટક પીએ તેમ અંદર ચેતનામાં સુખરસની
ગટાગટી ચાલે છે. – એવી સમ્યગ્દ્રષ્ટિની પરિણતિ અટપટી છે.
કોઈ જીવ સ્વર્ગમાં સમ્યગ્દ્રષ્ટિ હોય, ત્યાં બહારમાં તો અનેક દેવીઓ સાથે તે
ક્રીડા કરતો હોય, તે પ્રકારનો રાગ પણ હોય, છતાં તે પરિણતિથી તેને સદા હટાહટી છે,
એટલે કે ધમી ની ચેતના તો તેનાથી જુદી ને જુદી જ રહે છે, – એવી ધર્મીની વિચિત્ર
પરિણતિ છે. અનેક પ્રકારનાં કર્મફળ ભોગવવા છતાં, જ્ઞાન–વૈરાગ્યશક્તિના બળે તેને
કર્મ સદાય ઘટ્યા જ કરે છે; સદનનિવાસી એટલે ગૃહવાસી હોવા છતાં અંતરમાં
તેનાથી ઉદાસીનતા છે તેથી આસ્રવની તેને છટાછટી છે, – આસ્રવો છૂટતા જ જાય છે.
અજ્ઞાનીને જે ક્રિયાઓ ભવનો હેતુ થાય છે તે જ ક્રિયાઓ અંતરની ચૈતન્ય દ્રષ્ટિને લીધે
સમ્યગ્દ્રષ્ટિને બંધની ઝટાઝટી કરે છે –અર્થાત્ તેને નિર્જરા જ થાય છે.
નરકગતિ, તિર્યંચગતિ, સ્ત્રીપર્યાય, નપુંસકપર્યાય, વિકલત્રય વગેરે ૪૧
પ્રકૃતિની તો સમ્યગ્દ્રષ્ટિને નિરંતર કટાકટી થઈ ગઈ છે, તે ૪૧ – પ્રકૃતિ તો તેને
બંધાતી જ નથી.

PDF/HTML Page 39 of 41
single page version

background image
: ૩૬ : આત્મધર્મ : માગશર : ૨૪૯૯
(આ ઉપરાંત આહારક – દ્વય પણ ચોથા ગુણસ્થાને બંધાતી ન હોવાથી કુલ ૪૩
પ્રકૃતિ બંધાતી નથી.) તે અવિરત સમ્યગ્દ્રષ્ટિ જો કે સંયમ ધારણ કરી શકતા નથી
તોપણ તેમના અંતરમાં તો સંયમ ધારણ કરવાની ચટપટી વર્તે છે. નિરંતર સંયમ
ભાવના વર્તે છે.
અહો, સમ્યગ્દ્રષ્ટિના આવા પ્રશંસનીય ગુણોનો ખજાનો, તેનું દૌલતરામજીને
સદાય રટણ રહ્યા કરે છે.
વાહ! ચૈતન્યમૂર્તિ આત્માની દ્રષ્ટિવાળા સમ્યગ્દ્રષ્ટિ – અંતરાત્મા જીવોની દશા
કોઈ અદ્ભુત – અચિંત્ય આશ્ચર્યકારી છે; તેની ઓળખાણ કરતાં જીવને પોતાના
આત્મસ્વરૂપનો કોઈ અચિંત્ય મહિમા લક્ષમાં આવે છે.
આત્મધર્મ –પ્રચાર તથા
બાલવિભાગ ખાતે
આવેલ રકમોની યાદી
૧૦૧ હસમુખલાલ કાંતિલાલ ગાંધી બોટાદ પ૧ ચીમનલાલ વિક્રમચંદ તથા
૨પ વિજયલાલ ચુનીલાલ મુંબઈ રસિકલાલ વિકમચંદ વાંકાનેર
પ૧ રસિકલાલ વૃજલાલ કામાણી મલાડ પ૦૧ સ્વરૂપચંદ નેમચંદ શ્રોફ મુંબઈ
૧૧ નવીનચંદ્ર મોહનલાલ વોરા મુંબઈ ૨પ સવિતાબેન નૌતમલાલ રાજકોટ
પ૧ શાંતિલાલ માણેકલાલ શાહ શાંતાક્રુઝ પ૧ પ્રેમચંદ ઓઘડભાઈ પરમાર ચુડા
પ૧ શેઠ ખેમરાજ દુલીચંદ ખૈરાગઢ ૨પ લીલાબેન કાળીદાસ કામદાર મુંબઈ
૮૩ શા. છોટાલાલ ડામરદાસ સોનગઢ ૧૦૧ ધર્મીષ્ઠાબેન ધીરજલાલ ડેલીવાળા મલાડ
પ૦૧ શ્રી કહાનનગર – સોસાયટી સોનગઢ ૨પ ઈલાબેન મનસુખલાલ શાહ પાલેજ
પ૧ જગદીશચંદ્ર નવલચંદ લોદરીયા સોનગઢ ૨પ જયેશ હસમુખલલ શાહ અમદાવાદ
૧૦૧ શાહ બલુભાઈ ચુનીલા મુંબઈ ૧૧ સુશીલાબેન રશ્મીકાંત મોદી મુંબઈ
પ૧ ઝનકારીબેન ખેમરાજ્જી જૈન ખૈરાગઢ ૧૦ દિવ્યેશ ચંદ્રકાન્ત મહેતા વડોદરા
૨પ મોહનલાલ વીરજી લાઠી

PDF/HTML Page 40 of 41
single page version

background image
થોડું લખ્યું.... ઝાઝું કરીને વાંચજો.
જૈન ધર્મનો સાચો મર્મ,
શુદ્ધભાવથી તૂટે કર્મ.

સ્વમાં મારું સાચું રાજ,
પરમાં છે નહીં મારું કાજ.

સાર તો એક સમયસાર,
બાકી જાણ્યું બધું અસાર.

દેહથી જુદો આતમરામ,
શરીરનું મારે નથી કામ.

અનુભવી હું આતમરામ
દુનિયાનું મારે શું કામ?

પૂરણ છું ને પુરાણ છું,
સુખ – આનંદની ખાણ હું.

છોડ... છોડ તું લાખનું લક્ષ,
જોડ.... જોડ રે આતમ – લક્ષ.

વીતરાગતામાં દુઃખ નહીં,
રાગમાં સુખ લેશ નહીં.
અણગારને શણગાર થા?
આનંદધામમાં શોક શા?

સુખી તમે છો હે ભગવાન!
વર્તે છે મને તારું જ્ઞાન

મારી મુક્તિ ને તારું જ્ઞાન,
અજોડ છે એ જ્ઞેય ને જ્ઞાન.

નિજ્વૈભવ મૈં લીધો છે,
શ્રી કુંદપ્રભુએ દીધો છે.

સુખસરોવર મારું ધામ,
ચૈતન્ય હંસ છે મારું નામ.

સાચો સાચો આતમરામ,
મોહતણું મારે શું કામ?

સ્વાનુભવ લઈ અંદર જા.
વિકલ્પથી તું નિવૃત્ત થા.

જો ચાહે તું સાધકભેખ,
બાહુબલીની મુદ્રા દેખ!