દરિયો આત્મા, તેમાથી એક બિંદુ પણ પ્રગટતાં જે આનંદ
અનુભવાય છે તેવો આનંદ જગતના કોઈ વૈભવમાં નથી. આવા
આનંદસ્વરૂપ આત્મા પોતે છે એટલે તેનો અનુભવ થઈ શકે છે.
સમ્યગ્દ્રષ્ટિના અંતરમાં તે પરમ તત્ત્વ સ્ફૂરાયમાન થાય છે. સહજ આત્મસંપદાસહિત
આ પરમાત્મતત્ત્વ સમાધિની સાથે જ રહે છે. રાગ–વિકલ્પો તો અસમાધિ છે, તેમાં
ચૈતન્યની સંપદા નથી; આવા આત્મતત્ત્વને જાણનારા ધર્માત્મા પણ કહે છે કે અહો,
આવું પરમ તત્ત્વ અમારી સમાધિનો વિષય હોવા છતાં, તેમાં સ્વસન્મુખ ઉપયોગને
જોડયા વગર તેની નિર્વિકલ્પ શાંતિ અનુભવાતી નથી. વચનના વિકલ્પોમાં લક્ષ જાય
તેટલી અસમાધિ છે. વચનવિકલ્પથી પાર થઈને નિર્વિકલ્પ ચૈતન્યધ્યાનમાં કોઈ પરમ
અદ્ભુત આનંદ અનુભવાય છે... તે સાચી સમાધિ છે. આવા આત્માને અનુભવનારા
જીવો જ ખરેખર ઉત્તમ આત્માઓ છે. ઝાઝો વૈભવ બહારમાં હોય કે શુભરાગ કરતો
હોય તેને કાંઈ ઉત્તમ નથી કહેતા. અરે, ચૈતન્યની આનંદસંપદા પાસે જગતની
સંપત્તિની શું કિંમત છે? આનંદસંપદાનો આખો દરિયો આત્મા, તેમાંથી એક બિંદુ પણ
પ્રગટતાં જે આનંદ અનુભવાય છે તેવો આનંદ જગતના કોઈ વૈભવમાં નથી. આવા
આનંદસ્વરૂપ આત્મા પોતે છે એટલે તેનો અનુભવ થઈ શકે છે. ક્યાંય બીજે દૂર એને
શોધવા જવું પડે એવું નથી.