Atmadharma magazine - Ank 350
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 31 of 41

background image
: ૨૮ : આત્મધર્મ : માગશર : ૨૪૯૯
અહો, સિદ્ધભગવંતોનું
અચિંત્ય સુખ!
(પ્રવચનસાર ગા. ૧૩ ઉપર પ્રવચન: જયપુર જેઠ સુખ ૪–પ સં. ૨૦૨૭)
શુદ્ધોપયોગ વડે કેવળજ્ઞાનને સાધીને મહાવીરાદિ
ભગવંતો અપૂર્વ મહા આનંદમય સિદ્ધપદને પામ્યા... અહો,
એ અતીન્દ્રિયસુખની શી વાત! ભગવંતોએ તે સુખનો માર્ગ
જગતને ઉપદેશ્યો. અને તે જ માર્ગ કુંદકુંદાચાર્ય વગેરે
વીતરાગી સંતોએ પરમાગમોમાં પ્રસિદ્ધ કર્યો છે.
આત્માના પરમ સુખને માટે સમ્યગ્દ્રર્શન – જ્ઞાન –ચારિત્ર કર્તવ્ય છે; એ ત્રણે
શુદ્ધોપયોગમાં સમાય છે. તે માટે રાગાદિ સાથેની એકતા તોડીને જ્ઞાનાનંદસ્વરૂપમાં
એકતા કરવી તે પહેલું કર્તવ્ય છે. તે કરતાં જ અંતરમાંથી પરમ શાંતિનું ઝરણું આવે છે.
સમ્યગ્દ્રર્શન ઉપરાંત ચારિત્રદશામાં નિર્વિકલ્પ શુદ્ધોપયોગ, તે અનંત આનંદ રૂપ
કેવળજ્ઞાનનું કારણ છે. અહો! શુદ્ધોપયોગવડે જેઓને કેવળજ્ઞાન પ્રસિદ્ધ થયું છે તેમના
પરમ સુખની શી વાત! તે સુખ આત્મામાંથી જે ઉત્પન્ન છે, ઈંદ્રિયવિષયોથી પાર છે,
અનુપમ છે, અનંત છે અને વિચ્છેદ વગરનું છે. અહો, આત્માના આવા સુખની પ્રતીત
કરતાં આત્માના સ્વભાવની પ્રતીત થાય છે, ને બહારમાંથી બધેથી સુખબુદ્ધિ છૂટી જાય છે.
જુઓ, આવા સુખનું કારણ શુદ્ધોપયોગ જ છે, બીજું કોઈ સાધન નથી.
શુદ્ધોપયોગમાં પોતાના જ્ઞાનસ્વભાવનું જ આલંબન છે, તેથી પોતાના અસાધારણ
જ્ઞાનસ્વભાવને જ કારણપણે અંગીકાર કરતાં કેવળજ્ઞાન અને પરમસુખ થાય છે.