Atmadharma magazine - Ank 350
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 37 of 41

background image
: ૩૪ : આત્મધર્મ : માગશર : ૨૪૯૯
અહા, આવો સુંદર વીતરાગમાર્ગ! ... એ તો સ્વાશ્રયભાવવડે જ શોભે;
પરાશ્રિતભાવ તો અશુદ્ધ છે, તે વીતાગમાર્ગમાં શોભતા નથી. સમ્યક્ત્વ–જ્ઞાન–સુખ
ઈત્યાદિ અનંત ગુણના જે ભાવો છે તે બધાય આત્માના સ્વભાવના આશ્રયે જ છે, ને
તે સ્વાશ્રિત શુદ્ધપરિણામમાં જ સામયિક છે. પરાશ્રિત રાગાદિભાવો તો અશુદ્ધ છે,
તેમાં સામાયિક નથી, સમતા નથી. તેમાં તો વિષમતા છે.
ભાવી તીર્થાધિનાથ તો આત્માના આશ્રયે ભવભયને હરીને સહજ સમતાને
પ્રગટ કરે છે. શુદ્ધદ્રષ્ટિવંત ભાવી–તીર્થંકર આત્માની ઊર્ધ્વતા વડે ભવભયને હરનારા ને
રાગરહિત હોવાથી અભિરામ છે – સુંદર છે, તેના સમસ્ત પરિણામ શુદ્ધાત્મમાં જ
સમીપ વર્તે છે, તેથી તેને સહજ સમતારૂપ સામાયિક વર્તે છે. તીર્થનાયકના ઉત્કૃષ્ટ
ઉદાહરણ વડે બધા સમ્યગ્દ્રષ્ટિ જીવોની કેવો શુદ્ધદ્રષ્ટિમાં કેવો શુદ્ધ આત્મા છે તે
સમજાવ્યું છે. ધર્માત્માના બધાય પરિણામમાં પોતાનો શુદ્ધ કારણપરમાત્મા જ નજીક
છે. નિજસ્વભાવના ગાઢ આલિંગન વડે તેની પર્યાયો પુષ્ટ થઈ છે. આ રીતે તે
ભાવિજિનભગવાન નિજસ્વભાવની સમીપ થઈને પરભાવોથી પરાંગ્મુખ થયા, ને
વીતરાગી પોતે સાક્ષાત્ જિન થયા.
આ રીતે પુરાણપુરુષોને યાદ કરીને મુનિરાજ કહે છે કે અહો! અમારા
ભગવંતોએ આમ કર્યું, ને અમે પણ એ જ રીતે કરતા કરતા ભગવાનના માર્ગમાં
મુક્તિપુરીમાં જઈ રહ્યા છીએ.
જ્ઞાનીની નિસ્પૃહ ભક્તિ
હે જીવ! તને જ્ઞાનીની નિસ્પૃહ ભક્તિ કરતાં આવડે છે?
જ્ઞાનીની ભક્તિના બહાને તું તારું માન કે પ્રસિદ્ધિ તો નથી
પોષતો ને?
જ્ઞાની પ્રત્યેની નિસ્પૃહ ભક્તિનો સંબંધ અંદર જ્ઞાન સાથે
છે. એ ભક્તિ કાંઈ જગતને દેખાડવા માટે નથી; એ ભક્તિમાં
તો અંદરમાં નિજગુણના પોષણનો હેતુ છે; ને જ્ઞાનીના ગુણો
પ્રત્યેની અનુમોદના છે.
જો તને ગુણની લબ્ધિ ન દેખાતી હોય, ને રાગ–દ્વેષની
પુષ્ટિ જ થતી હોય તો તું સમજ કે તને હજી જ્ઞાનીની ભક્તિ
કરતાં આવડતી નથી, તેં જ્ઞાનીના ગુણને ઓળખ્યા નથી.