Atmadharma magazine - Ank 350
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 38 of 41

background image
: માગશર : ૨૪૯૯ આત્મધર્મ : ૩૫ :
ચિન્મૂરત દગધારીકી મોહે રીતિ લગત હૈ અટાપટી....
બાહિર નારકી કૃત દુઃખ ભોગે, અંતર સુખરસ ગટાગટી...
રમત અનેક સુરનિ સંગ પૈ તિસ પરિણતિ તેં નિત હટાહટી...
જ્ઞાન–વિરાગ શક્તિ તેં વિધિફલ ભોગત પૈ વિધિ ઘટાઘટી.....
સદન નિવાસી તદપિ ઉદાસી તાતેં આસ્રવ છટાછટી...
જે ભવહેતુ અબુધ કે તે તસ કરત બંધકી ઝટાઝટી...
નરક – પશુ – તિય – ષંડ – વિકલત્રય પ્રકૃતિનકી હૈ કટાકટી...
સંયમ ધર ન શકે પૈ સંયમ – ધારનકી ઉર ચટાચટી..
તાસ સુયશ ગુણકી દૌલતકો લગી રહે નિત રટારટી...
અહો, ચૈતન્યમૂર્તિ આત્માની દ્રષ્ટિના ધારક સમ્યગ્દ્રષ્ટિની દશા કોઈ અટપટી
આશ્ચર્યકારક લાગે છે.
કોઈ જીવ નરકમાં સમ્યગદ્રષ્ટિ હોય, બહારમાં તો તેને નારકીઓ દ્વારા ઘોર
દુઃખ થતું હોય પણ અંતરમાં તે જ વખતે ભિન્ન ચેતનામાં તેને આત્માના સુખરસની
ગટાગટી ચાલે છે; જેમ શેરડીનો રસ ગટક–ગટક પીએ તેમ અંદર ચેતનામાં સુખરસની
ગટાગટી ચાલે છે. – એવી સમ્યગ્દ્રષ્ટિની પરિણતિ અટપટી છે.
કોઈ જીવ સ્વર્ગમાં સમ્યગ્દ્રષ્ટિ હોય, ત્યાં બહારમાં તો અનેક દેવીઓ સાથે તે
ક્રીડા કરતો હોય, તે પ્રકારનો રાગ પણ હોય, છતાં તે પરિણતિથી તેને સદા હટાહટી છે,
એટલે કે ધમી ની ચેતના તો તેનાથી જુદી ને જુદી જ રહે છે, – એવી ધર્મીની વિચિત્ર
પરિણતિ છે. અનેક પ્રકારનાં કર્મફળ ભોગવવા છતાં, જ્ઞાન–વૈરાગ્યશક્તિના બળે તેને
કર્મ સદાય ઘટ્યા જ કરે છે; સદનનિવાસી એટલે ગૃહવાસી હોવા છતાં અંતરમાં
તેનાથી ઉદાસીનતા છે તેથી આસ્રવની તેને છટાછટી છે, – આસ્રવો છૂટતા જ જાય છે.
અજ્ઞાનીને જે ક્રિયાઓ ભવનો હેતુ થાય છે તે જ ક્રિયાઓ અંતરની ચૈતન્ય દ્રષ્ટિને લીધે
સમ્યગ્દ્રષ્ટિને બંધની ઝટાઝટી કરે છે –અર્થાત્ તેને નિર્જરા જ થાય છે.
નરકગતિ, તિર્યંચગતિ, સ્ત્રીપર્યાય, નપુંસકપર્યાય, વિકલત્રય વગેરે ૪૧
પ્રકૃતિની તો સમ્યગ્દ્રષ્ટિને નિરંતર કટાકટી થઈ ગઈ છે, તે ૪૧ – પ્રકૃતિ તો તેને
બંધાતી જ નથી.