: માગશર : ૨૪૯૯ આત્મધર્મ : ૨૩ :
૨૨૦. શરીરથી, રાગથી લાભ માને તો શું
થાય?
તો તે રાગથી ને શરીરથી છૂટી શકે
નહિ, ને વીતરાગી મોક્ષમાર્ગમાં
આવી શકે નહિ; એટલે સંસારમાં જ
રહે.
૨૨૧. સમ્યગ્દ્રષ્ટિને અશુભભાવ હોય ત્યારે?
– ત્યારે પણ તે અંતરાત્મા છે.
૨૨૨. મિથ્યાદ્રષ્ટિ શુભભાવ કરતો હોય
ત્યારે?
– ત્યારે પણ તે બહિરાત્મા છે.
૨૨૩. રાગ વખતે અંતરાત્માની ચેતના કેવી
છે? ત્યારે પણ તેની ચેતના રાગથી
અલિપ્ત જ છે.
૨૨૪. વ્યવહારરત્નત્રયવાળો અજ્ઞાની કેવો
છે?
અવ્રતી – જઘન્ય – અંતરાત્માથી પણ
તે હલકો છે; તેનું સ્થાન મોક્ષમાર્ગમાં
નથી.
૨૨પ. સમ્યગ્દ્રષ્ટિની પરિણતિ કેવી છે?
કોઈ અદ્ભુત – આશ્ચર્યકારી છે; જ્ઞાન
વૈરાગ્યસંપન્ન છે.
૨૨૬. અવિરત – સમ્યગ્દ્રષ્ટિને કેટલી
કર્મપ્રકૃતિ નથી બંધાતી?
તેને કુલ ૪૩ કર્મપ્રકૃતિ તો બંધાતી જ
નથી (૪૧ + ૨)
૨૨૭. અવિરત સમ્યગ્દ્રષ્ટિને સંયમ છે?
ના; સંયમ નથી, પણ સંયમની
ભાવના નિરંતર વર્તે છે.
૨૨૮. નાનામાં નાના સમ્યગ્દ્રષ્ટિની
આત્મશ્રદ્ધા કેવી છે?
સિદ્ધ ભગવાન જેવી.
૨૨૯. કુંદકુંદદેવે મોક્ષપ્રાભૃતમાં સમ્યગ્દ્રષ્ટિને
કેવો કહ્યો છે?
‘તે ધન્ય છે, કૃતકૃત્ય છે, શૂરવીર
છે, પંડિત છે. ’
૨૩૦. સર્વજ્ઞ – પરમાત્માની જેને શ્રદ્ધા નથી
તે જીવ કેવો છે?
તે જીવ બહિરાત્મા છે, ગૃહીત
મિથ્યાદ્રષ્ટિ છે.
૨૩૧. સર્વજ્ઞનો ખરો સ્વીકાર કોણ કરે છે?
જ્ઞાનદ્રષ્ટિવંત સમ્યગ્દ્રષ્ટિ જ
સર્વજ્ઞનો ખરો સ્વીકાર કરે છે.
૨૩૨. સર્વજ્ઞના સ્વીકારમાં શું– શું આવે છે?
અહા! સર્વજ્ઞના સ્વીકારમાં તો
જ્ઞાનસ્વભાવનો સ્વીકાર છે; તે
ધર્મનો મૂળ પાયો છે, તેમાં તો
અપૂર્વ તત્ત્વજ્ઞાન છે; રાગ ને
જ્ઞાનની ભિન્નતાનો અનુભવ છે.
૨૩૩. સર્વજ્ઞતા કેવી છે?
અહો! એની શી વાત! એ તો
અતીન્દ્રિય જ્ઞાનરૂપ છે. મહા
આનંદરૂપ છે, રાગ–દ્વેષ વગરની છે,
વિકલ્પાતીત એનો મહિમા છે.
૨૩૪. શરીર હોવા છતાં સર્વજ્ઞપણું હોઈ
શકે? – હા.