Atmadharma magazine - Ank 350
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 35 of 41

background image
: ૩૨ : આત્મધર્મ : માગશર : ૨૪૯૯
સામાયિકમાં આત્મા
જ સમપ છ
પરમગુરુના પ્રસાદથી પ્રાપ્ત કરાયેલો પરમાત્મા
(નિયમસાર ગા. ૧૨૭ ઉપરનાં પ્રવચનમાંથી)
કેવળી ભગવાનના શાસનમાં સામાયિકવંત ધર્મીજીવ કેવા હોય? તે કહે છે:
તેને શ્રદ્ધા – જ્ઞાન –ચારિત્રમાં, સંયમ – તપમાં, સર્વ પર્યાયોમાં પોતાનો આત્મા જ
ઉપાદેય છે, તે જ તેને સમીપમાં વર્તે છે. કારણસ્વભાવરૂપ જે પરમાત્મા, તેની
સમીપતા વડે જ સાચી સામાયિક હોય છે.
આવા ધર્મીજીવમાં અહીં ભાવી જિનનું દ્રષ્ટાંત આપ્યું છે. અહો, અલ્પકાળમાં
જેઓ સર્વજ્ઞ – પરમેશ્વર થવાના છે એવા ભાવી જિનને અને સર્વે સમ્યગ્દ્રષ્ટિઓને
સંયમ – તપમાં સદાય આત્મા જ સમીપ વર્તે છે; શુભરાગની સમીપતા નથી, તે તો
જુદો વર્તે છે એટલે દૂર છે, ને પરમસ્વભાવી આત્મા જ બધી નિર્મળપર્યાયોમાં
તન્મયપણે વર્તે છે, તેથી તે જ અત્યંત સમીપ છે.
ધર્મી કહે છે કે અહો, અમારું પરમાત્મતત્ત્વ અમારી પર્યાયથી કદી દૂર થતું નથી;
પરમ ગુરુના પ્રસાદથી અમારું પરમાત્મતત્ત્વ અમને પ્રાપ્ત થયું છે. તે પરમાત્માનો
અમને અમારી બધી પર્યાયોમાં સાથ છે. જ્યાં રાગની પ્રીતિ હતી ત્યાં પરમાત્મતત્ત્વ
દૂર હતું, ત્યારે જીવને સામાયિકભાવ ન હતો. હવે જ્યાં પરમાત્મતત્ત્વ અનુભવમાં
આવ્યું ને પર્યાય તેમાં એકત્વરૂપ થઈને પરિણમી ત્યાં રાગ–દ્વેષ તેમાંથી દૂર થયા,
એટલે તેને આત્માની સમીપતાથી સદાય સામાયિક છે. અહા, જેની પર્યાર્યે – પર્યાયમાં
ભગવાન વર્તે છે તેને જ જૈનશાસનમાં સામાયિક કહી છે. ભગવાનને જે ભૂલ્યો તેને
સામાયિક કેવી? આત્માને દૂર રાખીને ગમે તેટલા વ્રત – તપ – સંયમ કરે પણ એમાં
ક્યાંય જીવને સમતા ન થાય, સામાયિક ન થાય, ધર્મ ન થાય. સાચા ધર્મની જે કોઈ
ક્રિયા છે, એટલે સામાયિક વગેરે જે કોઈ નિર્મળપર્યાય છે તે બધીયે આત્માની